Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના કૌશલનગર વિસ્તારમાં ગંદકી અને ઉકરડા વચ્ચે દોઝખભરી જિંદગી જીવતા રહીશોઃ રોગચાળાનો ઝળુંબતો ખતરો

તંત્ર તો આ વિસ્તારને કોર્પોરેશનની હદમાં ગણતું જ નથી, પરંતુ ચૂંટાયેલા કોર્પોરેટરો પણ ગાયબ?!

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરમાં લાલવાડી વિસ્તારમાં પટેલ સમાજ રોડ પર આવેલ કૌશલનગર જાણે જામનગર મહાનગર પાલિકાની હદ-કાર્યક્ષેત્રમાં જ ન હોય તેવી સ્થિતિ છે. કૌશલનગરના દસ એપાર્ટમેન્ટના અંદાજે ર૦૦ જેટલા ફ્લેટમાં રહેતા લોકો ચારેતરફ દુર્ગંધ મારતી ગંદકી, ઉકરડા, કચરાના ખડકલા વચ્ચે દોઝખભરી જિંદગી જીવી રહ્યા છે. આથી ભયંકર દુર્દશા જેવી સ્થિતિના કારણે રોગચાળાો ફાટી નીકળવાની દહેશત પ્રવર્તે છે.

આ વોર્ડના ચૂંટાયેલા કોર્પોરેટરોને સ્થાનિક રહેવાસીઓ ફોન પર પરિસ્થિતિની જાણ કરી રજૂઆત કરે છે, પણ ચાર કોર્પોરેટરમાંથી કોઈ અહીં ફરકતું નથી, તો મનપા તંત્રને ફરિયાદ કરવામાં આવે તો એકાદ વખત આવે અને જેમતેમ કચરો-ગંદકી દૂર કરે... સંપૂર્ણપણે સફાઈ કરવાની અને ત્યારપછી નિયમિત સફાઈ કરવાની દરકાર કરવામાં આવતી નથી. પરિણામે ગંદકી-કચરા-ઉકરડાનું સામ્રાજ્ય ફેલાયેલું અને વધુને વધુ ફેલાતું રહે છે.

આ વિસ્તારના સ્થાનિકોમાં ભારે રોષની લાગણી પ્રવર્તે છે. જો આ પ્રશ્નનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી મપાની સામાન્ય ચૂંટણીનો બહિષ્કાર કરે અને શાસકોને જાકારો આપે તેવી હિલચાલ અહીંના અગ્રણીઓ દ્વારા થઈ રહી છે.

કૌશલનગરના ર૦૦ જેટલા ફ્લેટ જર્જરીત થઈ ગયા છે અને અહીં મોટાભાગે નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારો વસવાટ કરે છે, ત્યારે તેમના પ્રશ્ને ચૂંટાયેલા કોર્પોરેટરો અને મનપા તંત્ર દ્વારા તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માગણી ઊઠવા પામી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, સ્વચ્છ ભારતની સર્વેક્ષણ ટીમ જામનગર આવી છે ત્યારે આ ટીમ કૌશલનગરની મુલાકાત લ્યે તો આ શહેરના સ્વચ્છતાની શું હાલત છે તેનું જીવંત ઉદાહરણ મળી શકે તેમ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh