Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૨૧ - સુર્યાસ્ત : ૬-૪૧
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૦૯ :
તા. ૧૧-૦૨-ર૦૨૬, બુધવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧,
મુસ્લિમ રોજઃ ૨૨, નક્ષત્રઃ અનુરાધા,
યોગઃ વ્યાઘાત, કરણઃ વણિજ
તા. ૧૧ - ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે આપના કામનો ઉકેલ આવતા આનંદ રહેવા પામે. આપના કાર્યની અસર આપના સ્વાસ્થ્ય ઉપર ના પડે તેની કાળજી રાખવી. વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં રૂચિ વધતી જણાય. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર, લાભ અપાવી જાય. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. ધાર્મિક-માંગલિક પ્રસંગોમાં હાજરી આપી શકો.
બાળકની રાશિઃ વૃશ્ચિક
કન્યા સહિત અન્ય બે રાશિના જાતકોને સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય. કાર્યની કદર-પ્રશંસા થવાથી પ્રસન્નતા રહે.
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગનો સામનો કરવો પડે. સિઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કાર્યની સાથે જાહેરક્ષેત્ર, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. અન્યનો સહકાર મળી રહે.
શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૨-૮
Gemini (મિથુન: ક-છ-ધ)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૪
Cancer (કર્ક: ડ-હ)
નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામ અંગેની મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૭
Leo (સિંહ: મ-ટ)
આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગના કામ અંગે વ્યસ્તતા રહે. દોડધામ-શ્રમ જણાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૬
Virgo (કન્યા: પ-ઠ-ણ)
સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૮-૩
Libra (તુલા: ર-ત)
કોર્ટ-કચેરીના, રાજકીય-સરકારી તથા ખાતાકીય કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ખર્ચ-ખરીદી થવા પામે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૯-૪
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના અગત્યના કામકાજનો ઉકેલ આવતો જાય. રાજકીય-સરકારી કામકાજ અંગે મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૬-૮
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામમાં સાનુકૂળતા મળી રહે. આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૯
Capricorn (મકર: ખ-જ)
આપના કામમાં ઉપરી-સહકાર્યકર, નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૧
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપ હરો-ફરો, કામકાજ કરો, પરંતુ આપના હ્યદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. પરિવારની ચિંતા જણાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૪
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી સરળતા રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૨
સુર્યોદય : ૭-૨૨ - સુર્યાસ્ત : ૬-૪૧
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૦૮ :
તા. ૧૦-૦૨-ર૦૨૬, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૩૦,
મુસ્લિમ રોજઃ ૨૧, નક્ષત્રઃ વિશાખા,
યોગઃ ધ્રુવ, કરણઃ તૈતિલ
તા. ૧૦ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નાણાકીય સ્થિતિમાં સુધાર આવતો જોવા મળે. જુની ઉઘરાણીના નાણા છૂટા થવાથી લાભ-ફાયદો જણાય. નવા કોઈ રોકાણ કરવામાં આપે સાવધાની રાખવી. વ્યાવસાયિક બાબતે આપના કામનો ઉકેલ આવતો જાય. યાત્રા-પ્રવાસનું આયોજન થઈ શકે. મિત્રોનો સાથ-સહકાર મળી રહેતા આપને આનંદ જણાય.
બાળકની રાશિઃ વૃશ્ચિક
સિંહ સહિત બે રાશિના જાતકોને કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા અગત્યના કામનો ઝડપથી ઉકેલ આવેે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૫
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપે તન-મન-ધનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરવો. સામાજિક-વ્યાવહારિક કામમાં ધ્યાન રાખવું.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૯-૩
Gemini (મિથુન: ક-છ-ધ)
દિવસ પસાર થતો જાય તેમ ધીરે ધીરે આપને રાહત-શાંતિ થતાં જાય. આપના કામમાં સાનુકૂળતા થતી જાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૯
Cancer (કર્ક: ડ-હ)
આપને દિવસના પ્રારંભથી જ સતત કોઈને કોઈ કામ રહે. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા રહે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૧
Leo (સિંહ: મ-ટ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનનો સહકાર મળી રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૯-૫
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કામમાં પ્રતિકૂળતા જણાય. રાજકીય-સરકારી કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ખર્ચ જણાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૩
Libra (તુલા: ર-ત)
માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની દ્વિધા-અસમંજસતા જણાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૭-૪
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કામમાં વ્યસ્ત રહેેવું પડે. ધંધામાં આવક જણાતા આનંદ રહે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૬
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામમકાજ થવાથી આનંદ જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૫-૮
Capricorn (મકર: ખ-જ)
આપના કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. આવેશમાં આવીને કોઈ કામ કરવું નહીં.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતા રાહત જણાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૪-૧
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
નોકરી-ધંધાની સાથે બીજું કોઈ કામ, અન્ય સહકર્મીનું કામ આવી જતા આપના કાર્યભારમાં વધારો થાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૮
કુંભ સહીત બે રાશિના જાતકોને આવનારું સપ્તાહ ખર્ચાળ રહે, આર્થિક પરિસ્થિતિ સુધરે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના માટે સમસ્યાઓનું નિરાકરણ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સમય આપના માટે શુભ પરિણામ લાવતું જણાય. વ્યાપર-ધંધામાં મંદીના વાદળો વિખેરાતા જણાય. પરિશ્રમ તથા ભાગ્ય બન્નેનો સાથ મળતા આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો લાવી શકશો. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી માટે સમય શ્રેષ્ઠ જણાય છે. સ્વાસ્થ્ય એકંદરે સારૂ રહેવા પામે. યાત્રા-પ્રવાસ વિલંબમાં પડતા જણાય. દાંપત્ય જીવનમાં મધૂરતા જળવાઈ રહે. તા. ૯ થી ૧ર શુભ. તા. ૧૩ થી ૧પ મધ્યમ.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
તમારા માટે નસીબનો સાથ અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને મહેનત કરતા વધારે ફળ મળતું જણાય. વેપાર-ધંધામાં અણધારી તેજી જોવા મળે. નાણાકીય આવકના સ્ત્રોતો ખૂલતા જણાય. તબિયત અંગે કફ સંબંધિત રોગોનું ભોગ બનવું પડી શકે છે. જાહેરજીવન ક્ષેત્રેના સમારંભોમાં વ્યસ્તતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે નાની-નાની બાબતોમાં તકરાર થઈ શકે છે. ક્ષમા કરવાની ભાવના કેળવશો તો ફાયદામાં રહેશો. તા. ૯ થી ૧ર શુભ. તા. ૧૩ થી ૧પ વિવાદ ટાળવા.
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે શાંતિપૂર્વક વ્યવહાર કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ તંગ બનતી જણાય. ધાર્યો લાભ અટકતા બેચેનીનો અનુભવ થાય. મહત્ત્વના કાર્યોમાં નિર્ણય લેતા પહેલા કોઈ અનુભવીની સલાહ લેવી હિતાવહ બની રહે. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહે. જુના રોગ-તકલીફમાંથી મુક્તિ મળતા રાહત અનુભવો. જાહેરજીવન સાથે સંકળાયેલા જાતકોને માન-સન્માનમાં વધારો થાય. વિદ્યાર્થી વર્ગને મહેનત પ્રમાણે સફળતા મળે. તા. ૯ થી ૧ર શાંતિપૂર્વક વ્યવહાર કરવો. તા. ૧૩ થી ૧પ સ્વાસ્થ્ય સુધરે.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે પરિશ્રમ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ જેટલી મહેનત કરશો તેટલું ફળ મેળવી શકશો. ભાગ્ય કરતા પુરૂષાર્થ ઉપર વધારે ધ્યાન આપજો. દાંપત્યજીવનમાં એકરસતા અને મધૂરતા જળવાઈ રહે. સંતાન બાબતે ચિંતા રહે. નાણાકીય સ્થિતિ સારી રહે. આવકના સ્ત્રોત અવિરત ચાલુ રહે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે વિવાદ થઈ શકે છે. નાની-મોટી યાત્રા-પ્રવાસ સફળ થાય. તા. ૯ થી ૧૩ કાર્યશીલ. તા. ૧૪ થી ૧પ સાનુકૂળ.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે ઉત્સવાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપનામાં એક નવો ઉમંગ તથા ઉત્સાહ જોવા મળે. ધાર્યા કામ પૂરા કરવા માટે આપ તનતોડ મહેનત અને પરિશ્રમ કરતા જણાવ, જેનું શુભ પરિણામ પણ આપને પ્રાપ્ત થતું જણાશે. વ્યાવસાયિક ક્ષેત્રે આકસ્મિક લાભ થવાની પૂર્ણ શક્યતા જણાય છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. ખાન-પાનમાં તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી કાર્યની પ્રશંસા સાંભળવા મળે. તા. ૯ થી ૧ર શુભ ફળદાયી. તા. ૧૩ થી ૧પ મિશ્ર.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે આર્થિક પરિસ્થિતિ સુધારનારૂ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આવકના નવા સ્ત્રોત ખૂલતા જણાય. આકસ્મિક ધનલાભની પણ પ્રબળ શક્યતા જણાય છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેતું જણાય. આહાર-વિહારમાં સાવધાની રાખવી હિતાવહ રહેશે. સંતાન અંગે ચિંતા હશે તો દુર થશે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાવધાની રાખવી. નોકરિયાત વર્ગને બદલી-બઢતીની ઈચ્છા ફળીભૂત થાય. વ્યાપાર-ધંધામાં વિકાસ જોવા મળે. તા. ૯ થી ૧ર ધનલાભ. તા. ૧૩ થી ૧પ સ્વાસ્થ્ય સાચવવું.
Libra (તુલા: ર-ત)
આપના માટે કાર્યક્ષેત્રે મહત્ત્વનું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ નવું સાહસ કે નવી યોજનાને અમલમાં લાવી શકશો. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે રૂકાવટ કે વિઘ્નો હશે તો તે દૂર થઈ શકે, અને સફળતા મેળવી શકશો. કાર્યપૂર્તિની સાથે સાથે આર્થિક મુંઝવણ પણ હળવી બને. સ્વાસ્થ્ય બાબતે ઋતુગત રોગોથી પરેશાની રહ્યા કરે. ઘર-પરિવારમાં શાંતિ તથા સુલેહભર્યું વાતાવરણ અનુભવી શકશો. વ્યર્થ વિવાદમાં પડવું નહીં. તા. ૯ થી ૧ર સફળતાદાયક. તા. ૧૩ થી ૧પ સાનુકૂળ.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
તમારા માટે મિલન-મુલાકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની કોઈ નવી કે મહત્ત્વની વ્યક્તિ સાથેની મુલાકાત વ્યાપારિક સંબંધો મજબૂત કરી શકે છે. યાત્રા-પ્રવાસ મજાનો પણ સાથે સાથે ખર્ચાળ પૂરવાર થાય. નોકરી-ધંધામાં આપની મહેનત-બુદ્ધિ અને કૌશલ્યથી ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પારિવારિક સંબંધોમાં આપની ભાવનાઓ અને લાગણીઓ ઉપર સંયમ રાખવો. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. તા. ૯ થી ૧ર સારી. તા. ૧૩ થી ૧પ મિલન-મુલાકાત.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના અંગત સંબંધોમાં નાની-નાની વાતમાં વાદ-વિવાદ મોટું સ્વરૂપ લઈ શકે છે. ધીરજ અને સંયમથી વર્તશો તો ફાયદામાં રહેશો. નાણાકીય દૃષ્ટિએ સપ્તાહ સારૂ રહે. અપેક્ષા અનુસાર કામ મેળવી શકશો. આરોગ્ય સુખાકારી સારી રહે. વિદ્યાર્થી વર્ગે અભ્યાસમાં મહેનત વધારવી પડે. સંતાન તરફથી શુભ સમાચાર સાંભળવા મળે. માન-સન્માન વધે. તા. ૯ થી ૧ર લાભદાયી. તા. ૧૩ થી ૧પ વાદ-વિવાદ ટાળવા.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે પ્રવાસ-પર્યટન કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સમયગાળા દરમિયાન યાત્રા-પ્રવાસ માટે અનુકૂળતા રહે. કામનું ભારણ ઘટતા રાહત અનુભવશો. સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો દૂર થાય. વ્યાપાર-ધંધા ક્ષેત્રે સ્થિતિ એકંદરે સામાન્ય રહે, જ્યારે આર્થિક બાબતોમાં સાવધાની રાખવા જેવી ખરી. આવકની સાથે ખર્ચનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે. બિનજરૂરી વસ્તુઓ પાછળ નાણાનો ખર્ચ થતો જણાય. તા. ૯ થી ૧ર મુસાફરી. તા. ૧૩ થી ૧પ મધ્યમ.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે ખર્ચાળ સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાણાકીય તંગીનો સામનો કરવો પડી શકે છે. આવકના સાધનો મર્યાદિત થતા જણાય. વ્યાપાર-ધંધા ક્ષેત્રે લાંબુ આર્થિક સાહસ ટાળવું યોગ્ય રહે. ઘર-પરિવાર બાબતે ભાઈ-ભાંડુનો સાથ સહકાર પ્રાપ્ત થાય. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થાય. સામાજિક ક્ષેત્રે હળવા-મળવાનું થઈ શકે. સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં મુશ્કેલીઓ જણાય. પ્રવાસ-મુસાફરી આનંદદાયી રહે. તા. ૯ થી ૧૧ કૌટુંબિક કાર્ય થાય. તા. ૧ર થી ૧પ ખર્ચ-ખરીદી.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે ભાવનાત્મક સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન ગૃહસ્થજીવનનું વાતાવરણ સુખદ રહે. પારિવારિક સદસ્યો સાથે સમય સુખરૂપ પસાર થાય. લાગણીઓના પૂરમાં તણાતા જણાવ. ધંધા-વ્યવસાય ક્ષેત્રે નવા કાર્યની શરૂઆત થઈ શકે, જો કે ધાર્યા લાભ માટે હજુ રાહ જોવી પડે. આરોગ્ય બાબતે બેદરકારી દાખવી નુક્સાનકારક સાબિત થાય. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું સલાહભર્યું રહેશે. જમીન-મકાન, મિલકત અંગેના પ્રશ્નો હલ થઈ શકે. તા. ૯ થી ૧ર આનંદદાયી. તા. ૧૩ થી ૧પ સ્વાસ્થ્ય સાચવવું.
સુર્યોદય : ૭-૨૩ - સુર્યાસ્ત : ૬-૪૦
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૦૮ :
તા. ૦૯-૨૨-ર૦૨૬, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૯,
મુસ્લિમ રોજઃ ૨૦, નક્ષત્રઃ વિશાખા,
યોગઃ વૃદ્ધિ, કરણઃ બાલવ
તા. ૦૯ ફેબ્રુઆરી ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યવસાયિક દૃષ્ટિએ કેટલાક મહત્ત્વના કામનો ઉકેલ આવતો જવાથી આપને આનંદ રહે. તેમ છતાં ધ્યાન રાખવું પડે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય. વિદ્યાર્થીવર્ગને વધુ પડતા આત્મ વિશ્વાસમાં આવ્યા વગર પરીક્ષાની તૈયારી સતત કરતી રહેવી. યાત્રા-પ્રવાસ ખર્ચાળ પૂરવાર થાય. મિત્રવર્ગનો સાથ-સહકાર મળી રહે.
બાળકની રાશિઃ તુલા ૨૫:૧૨ સુધી પછી વૃશ્ચિક
મેષ સહિત ત્રણ રાશિના જાતકોને વિલંબમાં પડેલા કામનો ઉકેલ આવે. ધર્મકાર્ય-શુભકાર્ય થવા પામે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૪
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગનો સામનો કરવો પડે. સિઝનલ ધંધામાં નાણાકિય લેવડ-દેવડમાં સાવધાની રાખવી.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૭-૫
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકિય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. મિલન-મુલાકાત ફળદાયી બને.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૮
Cancer (કર્ક: ડ-હ)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૯-૩
Leo (સિંહ: મ-ટ)
જુના સ્નેહી-સ્વજનો-મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાતથી આનંદ જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી પ્રસન્નતા રહે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા રહે. કામનો ઉકેલ આવતા રાહત જણાય.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૨
Libra (તુલા: ર-ત)
આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સિઝનલ ધંધામાં લાભ-ફાયદો જણાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૭-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કાર્યમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરવો.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૧-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મહત્ત્વની વ્યક્તિ સાથેની મુલાકાત લાભદાયી બની રહે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૬
Capricorn (મકર: ખ-જ)
આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૮
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કાર્યની સાથે આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. યાત્રા-પ્રવાસનું આયોજન થાય. આનંદ રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૯
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપને કામમાં પ્રતિકૂળતા જણાય. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. આરોગ્યની કાળજી રાખવી પડે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૮
સુર્યોદય : ૭-૨૩ - સુર્યાસ્ત : ૬-૪૦
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૭ :
તા. ૦૮-૦૨-ર૦૨૬, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૮,
મુસ્લિમ રોજઃ ૧૯, નક્ષત્રઃ સ્વાતિ,
યોગઃ ગંડ, કરણઃ વિષ્ટિ
તા. ૦૮ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપે આરોગ્યની કાળજી રાખવી પડે. પડવા-વાગવાથી સાવધાની રાખવી. ખાન-પાનમાં પરેજી રાખવી. નોકરી-ધંધામાં આપની ધારણા-ગણતરી અવળી પડતા આપની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળે. યાત્રા-પ્રવાસમાં ધાર્યા કરતા વધારે ખર્ચ થવાથી આપનું નાણાકીય આયોજન ખોરવાઈ શકે છે. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.
બાળકની રાશિઃ તુલા
કુંભ સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થતી જણાય. ગણતરી-ધારણા પ્રમાણેનું કાર્ય થાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૩
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતા અન્ય સહકર્મીનું કામ આવી જતા આપના કાર્યભારમાં વધારો જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૮
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૯-૪
Cancer (કર્ક: ડ-હ)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-અનુભવાય. તબિયતની અસ્વસ્થતા જણાય. કામની ઈચ્છા થાય નહીં.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૬
Leo (સિંહ: મ-ટ)
દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૪-૩
Virgo (કન્યા: પ-ઠ-ણ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૭-૫
Libra (તુલા: ર-ત)
આપના કાર્યની કદર થવાથી આનંદ જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૧
Scorpio (વૃશ્ચિક: ન-ય)
કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ, ગેરસમજ-મનદુઃખથી સંભાળવું પડે. ઉચાટ રહે.
શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૨-૫
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી આંનદ રહે. રાજકીય-સરકારી કામ અંગે મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૮
Capricorn (મકર: ખ-જ)
આપના કામમાં સાનુકૂળતા જણાય. સામાજિક-વ્યવહારિક કામ અંગે દોડધામ-શ્રમ રહે. કામનો ઉકેલ આવે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૭-૪
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના યશ-પદ-ધનમાં વૃદ્ધિ થતી જાય. આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંંડુંનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૯
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના હ્યદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન, વાહનના કામમાં સાવધાની રાખવી જરૂરી છે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૭
મેષ સહીત બે રાશિના જાતકોને સપ્તાહમાં દોડધામ રહે, સાવધાની રાખવી, સ્વાસ્થ્ય જાળવવું
Aries (મેષ: અ-લ-ઈ)
તમારા માટે દોડધામ-વ્યસ્તતા વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે વ્યર્થ અથવા કોઈ કારણોસર દોડધામ રહ્યા કરે. માનસિક ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં વાતાવરણ શુભ બની રહે. નોકરિયાત વર્ગને સમય લાભદાયી પસાર થાય. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરે. ઘર-પરિવારના પ્રશ્નોને લીધે ચિંતા રહે. દાંપત્ય જીવનમાં એકમેક પ્રત્યે સ્નેહની લાગણી જોવા મળે. નાણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું. પૈતૃક સંપત્તિ બાબતે વાદ-વિવાદ રહ્યા કરે. તા. ર થી પ દોડધામ રહે. તા. ૩ ૬ થી ૮ સામાન્ય.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના માટે વ્યાપાર-ધંધામાં પ્રતિકૂળતા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધા ક્ષેત્રે નાની-મોટી રૂકાવટો-અડચણો આવવાની શક્યતા જણાય છે. માનસિક સ્થિતિ ડામાડોળ જણાય. સ્વાસ્થ્ય સંબંધી ચિંતા-પરેશાની રહ્યા કરે. સપ્તાહ દરમિયાન આપને નાણાકીય સમસ્યાઓ સતાવશે. ઘર-પરિવારમાં કલેશ-કલહનું વાતાવરણ જણાય. ભાઈ-ભાંડુ સાથે મતભેદ ઉદ્ભવે. યાત્રા-પ્રવાસ લાભદાયી સાબિત થાય. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની શક્યતા રહે. તા. ર થી પ નાણાભીડ. તા. ૩ થી ૮ સારી.
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે સામાજિક કાર્યો કરવાનારો સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન રાજકીય-સામાજિક કે ધાર્મિક કાર્યોનું આયોજન શક્ય બને. નોકરી-ધંધા ક્ષેત્રે શુભ ફળ મળે. કોઈ નવો કોન્ટ્રાક્ટ કે ઓર્ડર મળવાથી આપ હર્ષ પામશો. સરકારી-કાનૂની મામલે સચેત રહેવું જરૂરી જણાય છે. દાંપત્યજીવનમાં નજીવી બાબતે બોલચાલી સંભવી શકે છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીની સિફારીશથી બઢતી મળે. કોઈ નોંધપાત્ર લાભ મળી શકે છે. તા. ર થી પ સરળતા રહે. તા. ૬ થી ૮ સામાજિક કાર્યો થાય.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ શુભ સમાચાર સાંભળવા મળે અથવા તો કોઈ શુભ ઘટના બનવા પામે. વ્યાવસાયિક ક્ષેત્રે આશાજનક પરિણામ મળતું જોવા મળે. આળસ ત્યજીને કામમાં મન પરોવવું જરૂરી જણાય છે. આ સમયમાં આપે ભાગદોડ કરવી પડે. પરિશ્રમ એ જ પરમેશ્વર છે તેમ માનવું. આર્થિક સ્થિતિને સમતોલ રાખી શકશો. નોકરી-ધંધામાં કોઈ વિશેષ લાભની પ્રાપ્તિ થાય. તા. ર થી પ સામાન્ય. તા. ૬ થી ૮ શુભ.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે તડકા-છાંયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે થોડી હાનિકારક ઘટનાઓનો સામનો કરવો પડી શકે છે. પડવા-વાગવાથી સંભાળવું. કૌટુંબિક વિખવાદ રહ્યા કરે. સ્થિતિમાં મંદ ગતિએ સુધાર જોવા મળે. માનસિક સ્વસ્થતા પરત પ્રાપ્ત કરી શકશો. નોકરી-ધંધામાં મન પરોવી મહેનત કરશો. ધાર્મિક બાબતોમાં વૃદ્ધિ થતી જણાય. વ્યાપાર-ધંધામાં નોંધપાત્ર લાભ મળે. સ્વાસ્થ્ય બાબતે ઋતુજન્ય બીમારીથી સાચવવું. તા. ર થી પ મિશ્ર. તા. ૬ થી ૮ સામાન્ય.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે મનની શાંતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન લાંબા સમયથી ચાલી આવતી ચિંતાના વાદળો વિખેરાતા જણાય. માનસિક શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત કરી શકશો. આપ આપના મક્કમ મનોબળથી આપના પડતર કાર્યો પૂૃણ કરી શકશો. મુસાફરીના યોગ જણાય છે. શારીરિક સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. દાંપત્યજીવનમાં ચકમક ઝરે તેવી શક્યતા જણાય છે. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સ્થિતિ સાનુકૂળ બનતી જણાય. વ્યાવસાયિક ક્ષેત્રે સમય શુભ જણાય છે. તા. ર થી પ પ્રસન્નતા રહે. તા. ૬ થી ૮ સ્વાસ્થ્ય સાચવવું.
Libra (તુલા: ર-ત)
તમારા માટે સાવધાનીપૂર્વક કાર્ય કરવાની સલાહ આપનું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન શત્રુ વિરોધીઓથી સાવચેત રહેવું જરૂરી જણાય છે. આપનું આપનું સ્વાસ્થ્ય નબળું પડતું જણાય. દાંપત્યજીવનમાં આનંદ, પ્રેમ, લાગણીનો અનુભવ થાય. સંતાનનો સાથ-સહકાર આપની ઉન્નતિ માટે સહાયરૂપ બની રહે. પડવા-વાગવાથી સાચવવું. કુટુંબ-પરિવારમાં મતભેદ હશે તો તેનો ઉકેલ લાવવામાં સમર્થ બની રહેશો. યાત્રા-પ્રવાસ દ્વારા આર્થિક લાભ મેળવી શકશો. ભાગ્યનો સાથ મળી રહે. તા. ર થી પ સાવધ રહેવું. તા. ૬ થી ૮ સાનુકૂળ.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના માટે અધુરા કાર્યો પૂર્ણ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના અધુરા અથવા તો ધારેલા કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકશો. આપને આપની આશા-અપેક્ષા મુજબના પરિણામ પ્રાપ્ત થાય. આપ માનસિક દૃષ્ટિએ સ્વસ્થ અને દૃઢ જણાવ. સરકારી કાર્યો શક્ય હોય તો ટાળવા. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીની પ્રશંસા લાભ અપાવી જાય. ધંધા-વ્યાપારમાં આકસ્મિક તેજીનું વાતાવરણ લાભ અપાવી જાય. કોઈ શુભ સમાચાર સાંભળવા મળે. તા. ર થી પ સફળતા મળે. તા. ૬ થી ૮ મિશ્ર.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે સ્વાસ્થ્યની કાળજી રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાની-મોટી બીમારીને કારણે આપને પરેશાની રહ્યા કરે. આપની માનસિક સ્થિતિ સ્વસ્થ અને દૃઢ જણાય. નાણાકીય સ્થિતિ સમતોલ રાખવામાં સફળતા મેળવી શકશો. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. લોભ-પ્રલોભનથી દૂર રહેવું. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે પ્રગતિની તકો મળતી જણાય. ખર્ચ ઉપર કાબૂ રાખવો. તા. ર થી પ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૬ થી ૮ સામાન્ય.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે મધ્યમ ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને સુખ-દુઃખ, લાભ-નુક્સાન એમ બન્ને પ્રકારના પાસાનો અનુભવ થાય. વિદ્યાર્થીઓને શુભ ફળની પ્રાપ્તિ થાય. શત્રુ વિરોધીઓથી સાવધાની રાખવી. દાંપત્યજીવનમાં ઘર્ષણ રહ્યા કરે. માનસિક ચિંતા-ઉચાટ-ઉદ્વેગ રહે. વાણી-વર્તન-ક્રોધ ઉપર સંયમ રાખવો. સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહે. ભાઈ-ભાંડુ સાથે મતભેદ ઉદ્ભવે. લાંબી યાત્રા-મુસાફરીના યોગ જણાય છે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. તા. ર થી પ મધ્યમ ફળદાયી. તા. ૬ થી ૮ ચિંતા-ઉદ્વેગ.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે નવીન તક અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને નવી તકો મળે અને નવીન યોજના, કાર્યો અમલમાં મૂકી શકશો. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે સંકળાયેલા જાતકોએ સંભાળવું. વિદ્યાર્થી વર્ગને મહેનતનું ફળ આશા મુજબનું મળે. સંતાન બાબતેના પ્રશ્નોનું સામાધાન મળી રહે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં નાની-મોટી રૂકાવટોનો સામનો કરવો પડી શકે છે. નાણાકીય ભીડ રહે. શત્રુ વિરોધીઓ પ્રબળ બનતા જણાય. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. વાણી-વર્તન ઉપર સંયમ જાળવવો. તા. ર થી પ નવીન કાર્ય થાય. તા. ૬ થી ૮ સાવધાન રહેવું.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે આર્થિક લાભ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધામાં આકસ્મિક તેજી નોંધપાત્ર લાભ અપાવી જાય. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની શક્યતા જણાય છે. માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદ અને મદદ આપને સહાયરૂપ બની રહે. યાત્રા-પ્રવાસ સફળ રહે. ધાર્મિક્તા-આધ્યાત્મિક્તામાં વૃદ્ધિ થાય. સંતાન સંબંધી ચિંતા હશે તો દૂર થશે. વિદ્યાર્થી વર્ગને આશા મુજબનું પરિણામ મળે. શત્રુ વિરોધીઓથી સાચવવું. દાંપત્યજીવનમાં મધૂરપ જોવા મળે. તા. ર થી પ લાભદાયી. તા. ૬ થી ૮ સામાન્ય.