દેવી વિંધ્યવાસિની તરીકે જગપ્રસિદ્ધ થયા....

                                                                                                                                                                                                      

એકવાર મહર્ષિ નારદજી ફરતા ફરતા વિંધ્યાચળ પર્વત ક્ષેત્રે આવી પહોંચ્યા, આવેલા નારદજીને જોઇ વિંધ્યાચળે તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું. વાત વાતમાં મહર્ષિ નારદજીએ વિંધ્યાચળને કહ્યું, "હે વિધ્યાચળ મારી દૃષ્ટિએ તું પણ હિમાલય જેવો મહાન છે પરંતુ તું જાણે છે કે, સૂર્યનારાયણ હિમાલય, નીલ, ગંધમાદન આદિ પર્વતોની પરિક્રમા કરે છે તું પણ તેમના જેટલો જ મહાન છે છતાં પણ તે તારી પ્રદિક્ષણા ન કરી અને રોજે રોજ તારું અપમાન કરે છે, તારૃં રોજે રોજ થતું અપમાન મારાથી તો જોવાતું નથી.. તને આ બાબતે કોઈ તકલીફ નથી થતી ? તું તેજસ્વી હોવા છતાં તારૃં રોજે રોજ અપમાન થતું હોય તો તે તેજસ્વીતા શા કામની? *

આ પ્રમાણે મહર્ષિ નારદજી દ્વારા કાનભંભેરણી થતાં વિંધ્યાચળ ક્રોધે ભરાયો. તેણે નક્કી કરી લીધું કે, "કોઇપણ હિસાબે આ અભિમાની સુર્યનારાયણને જરૃર પાઠ ભણાવવો." બસ પછી તો પૂછવું જ શું? મહાશક્તિ ધરાવતા વિધ્યાચળે પોતાની જિંચાઇમાં એટલી હદે વધારો કરી નાખ્યો કે, સૂર્યનારાયણનો રથ તે ઉંચાઇ ઉપરથી નીકળવો અશક્ય બની ગયો. જેથી અડધી ભૂમિ પર ઘોર અંધકાર છવાઇ ગયો. આ બનાવને કારણે લોકો દિવસને પણ રાત્રિ સમજવા લાગ્યા તેથી યજ્ઞ, પૂજા-પાઠ વગેરે દેવકાર્યો અટકી ગયા. જેને કારણે દેવોને હવિભોજ મળવાનું બંધ થઇ ગયું. તેઓ ખૂબ જ દુઃખી બની ગયા. શું કરવું તેનો કોઇ માર્ગ દેખાતો ન હતો.

આખરે આ સંકટથી બચવા માટે બધાય દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. તેમની પાસે પોતાના દુઃખની રજુઆત કરી પરંતુ બ્રહ્માજીએ કહ્યું, "આમાં હું કંઈ પણ કરી શકું તેમ નથી માટે આપણે સૌ શિવજી પાસે જઇએ, શિવજી પાસે જઈ સૌએ આવી પડેલા દુઃખમાંથી માર્ગ કાઢી આપવા વિનંતી કરી. તેમની વિનંતીને ધ્યાને લઇ શિવજીએ કહ્યું, "તમે સી જે દુઃખ દૂર કરવા માટે આવ્યા છો, તેમાં હું મદદરૃપ થઇ શકું તેમ નથી. તે માટે તો આપણે વિષ્ણુ પાસે જવું પડે તેમ છે. તેથી બ્રહ્માજી, શિવજી અને બધાય દેવતાઓ વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા. તેમના આગળ વિંધ્યાચળને લીધે ઉભી થયેલી વાત કરી, વિષ્ણુ ભગવાન બોલ્યો, "આ આખીય સમસ્યામાંથી બહાર નીકળવાનો રસ્તો અગત્ય મુનિ નામના એક મહાન દેવી ભક્ત પાસે છે. આ વિધ્યાચળ, તેનો શિષ્ય છે. મુનિના તપોબળના તેજને કારણે જ તે સૂર્યના સ્થાનને રોકી શક્યો છે. તેમાં હું વચ્ચે પડી દેવીભક્તના ક્રોધનો ભોગ બનવા માંગતો નથી. માટે તમે સૌ દેવતાઓ સાથે મળી મુનિ અગત્ય પાસે જાવ. તે અત્યારે કાશી નગરીમાં તપ કરી રહ્યા છે. તેમની પાસે જઇને વિનંતી કરો તો તમારૃં કષ્ટ અવશ્ય દૂર થશે."

આ સાંભળી સૌ દેવતાઓ સાથે મળી અને સુંદર એવી શિવજીની કાશી નગરીમાં આવ્યા. ત્યાં આવી સૌએ અગત્ય મુનિને વિનંતી કરી, " હે મુનિ, વિંધ્યાચળ પર્વત તમારો શિષ્ય છે. તેના કારણે અમને એક મોટી તકલીફ ઉભી થઇ છે. તેણે પોતાની ઉંચાઇ વધારી સૂર્યનારાયણનો રથ રોકી રાક્યો છે. જેથી પૃથ્વી લોકના અડધા ભાગમાં અંધકાર છવાયો છે. તેના લીધે અનેક જાતની સમસ્યાઓ ઉભી થયેલ છે. માટે અમારા કષ્ટને દૂર કરો. ત્યારે અગમ્ય મુનિએ દેવતાઓને ધીરજ રાખવા કહ્યું. પછી પોતે વિંધ્યાચળ પર્વત પાસે ગયા, ગુરૃઆવેલા જાણી વિંધ્યાચળ તેને પગે લાગવા નમ્યો. ત્યારે સૂર્યનારાયણના રથને જવાનો માર્ગ ખુલ્લો થયો. ત્યારે ગુરૃએ તેને એમને એમ નમી રહેવાની આજ્ઞા આપી. આથી દેવી ભક્ત અગત્ય મુનિની આજ્ઞાથી આજ દિવસ સુધી તે નમતો રહેલ છે. તેથી સૌ દેવતાઓએ દેવી માતાનો જય જયકાર કર્યો અને અગસ્ત મુનિનો ખુબ ખુબ આભાર માન્યો. વિંધ્યાચળે પોતાના ગુરૃ અગમ્ય મુનિને પ્રાર્થના કરી, "હે ગુરૃ મારો પણ મહિમા વધે તેવું કંઇક કરો.'' ત્યારે દેવી ભક્ત અગત્ય મુનિએ દેવી માને પ્રાર્થના કરી કે, "હે મા તમે આ પર્વત ઉપર નિવાસ કરી પર્વતનું મહત્ત્વ વધે તેમ કરો.'

આથી આ ભગવતીએ ત્યાં પોતાનું સ્થાન સ્થાપ્યું અને તે પર્વતનો મહિમા વધે તે માટે વિધ્યાવાસીની તરીકે જગતમાં પ્રસિદ્ધ થયા.

પાપના નાશ માટેનો મંત્ર

" હિનસ્તિ દૈત્યતેજાંસિ સ્વનેનાપૂર્ય યા જગત્

સા ઘંટા પાતુનો દેવિ પાપેભ્યોડનઃ સુતાનિવ."

ઉપરોક્ત મંત્રની દરરોજ ત્રણ માળા કરવાથી પાપનો ક્ષય થાય છે.

 - દેવેન કનકચંદ્ર વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગાયત્રી મહામંત્ર ખરેખર દિવ્ય છે...

                                                                                                                                                                                                      

ગાયત્રી મંત્રને મહામંત્રની ઉપમા આપવામાં આવી છે. વેદ-પૂરાણોએ મહામંત્ર ગાયત્રી મંત્રનો ખૂબ જ મહિમા ગાયો છે, તો વશિષ્ઠ ઋષિ, વિશ્વામિત્ર ઋષિ, ઋષિ દયાનંદ સરસ્વતિ, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, ૫.મદનમોહન માલવિયાજી વગેરે મહાપુરૂષોએ પણ મહામંત્રની ખૂબ જ પ્રસંશા કરી છે. ભાગવત પુરાણ ઉપરાંત શ્રીમદ્ ભાગવત ગીતામાં પણ ગાયત્રી મંત્રના મહિમાનો ઉલ્લેખ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ બહ્મમુહુર્તમાં ઉઠી, દિનચર્યા પૂર્ણ કરી અને ગાયત્રી મંત્રનો જાપ કરતા હતા. "ગાયત્રી મંજરી'' માં ઉલ્લેખ મળે છે કે સાક્ષાત શિવજી મહારાજે જગત માતા પાર્વતી પાસે ગાયત્રી મંત્રના ગુણગાન ગાયા છે.

ગાયત્રી મંત્રના ચોવીસ અક્ષરો મનુષ્યના શરીરના ચોવીસ અંગો પર સુમ અસર કરી મનુષ્યને ઉન્નતિના રસ્તે લઈ જાય છે. આ અંગે એક જર્મન વૈજ્ઞાનિક સંશોધન પણ કરેલું અને શાસ્ત્રોની આ વાતને અનુમોદન પણ આપેલું છે. ગાયત્રી મંત્રનો મહિમા દર્શાવતી એક ઘટના છે. પૂર્વે  વાગ્ભટ્ટ નામના એક વિદ્વાન થઈ ગયા. તેમને જીવનમાં કંઈને કઈ સમસ્યા રહ્યા કરતી આ તમામ સમસ્યાઓની નિવૃત્તી માટે તેમણે ગાયત્રી મંત્ર વડે ગાયત્રી ઉપાસના કરવાનું નક્કી કર્યું. આમ ગાયત્રી સાધના કરવા માટે તેમણે વૃન્દાવનને પસંદ કર્યું. વૃન્દાવનમાં જઇ અને તેમણે સતત બાર વર્ષ સુધી વિધિવત ગાયત્રી મંત્રના જાપ કર્યા. સતત બાર વર્ષ સુધી ગાયત્રી મંત્રનો જપ કરવા છતાં તેમણે ધાર્યું હતું તેમ તેના કષ્ટ દૂર ન થયા. આથી તે વ્યથીત થયા. વ્યથીત હૃદયે તેમણે વૃન્દાવન છોડી અને ત્યાંથી કાશી જવાનું નક્કી કર્યું. -વૃન્દાવન છોડી તેઓ કાશી આવ્યા. કાશીમાં તેઓ ફરી રહ્યા હતા. ફરતાં ફરતાં એકવાર વાગ્ભટ્ટ મણિકર્ણિકા ઘાટ ઉપર પહોંચ્યા. ત્યારે એ ઘાટ પર એક તાંત્રિક પોતાની " તંત્ર-સાધના' ' માં વ્યસ્ત હતા. તેમને જોઈ મનમાં ને મનમાં વાગભટ્ટજી વિચરાવા લાગ્યા કે , "આ બધું જ વ્યર્થ છે. પાઠ-પૂજા કરવાથી કોઇ જ લાભ નથી''. પોતાની શક્તિ દ્વારા એ તાંત્રિક વાગ્ભટ્ટજીના વિચારોને જાણી ગયા તેથી તેમણે વાગ્ભટ્ટજીને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, "જો ભાઇ હું ગાયત્રી મંત્રનો જાપ નથી કરતો. હું તો એક અલગ જ મંત્રનો જાપ કરૂ છું. તેની સાધના તમને શિખડાવું છું. તે મંત્રનો જાપ કરો પછી જુઓ કે એક વર્ષમાં તમને જે જોઇએ તે મળે છે કે નહિ! આમ, વાનમ તાંત્રિક પાસેથી મંત્રની દિક્ષા લીધી અને મંત્રની સિધી માટે સાધના શરૂ કરી દીધી. ૬ મહિનામાં જ એક ચમત્કાર સર્જાયો. એક ઓળો વાગ્ભટ્ટની પાછળ આવીને ઊભો રહ્યો. તેણે વાગ્ભટ્ટને કહ્યું , " માંગ માંગ માગે તે આપું ... '' વાગ્ભટ્ટ કહે છે કે, "તું મારી સામે આવ, તું કોણ છે ? તે મારે જવું છે..." ત્યારે તે ઓળાએ જવાબ આપ્યો, "જો, હું તમારી સામે આવી શકું તેમ નથી. કારણ કે તમે મહામંત્ર ગાયત્રી મંત્રની ખૂબ જ સાધના કરેલી છે. તે શક્તિશાળી મંત્રના સાધક સામે આવી શકવાની મારી તાકાત નથી. હું એક સ્મશાન સિદ્ધિવાળી શક્તિ છું.'' ત્યારે વામ્ભટ્ટ બોલ્યા, "જે એમ જ હોય તો એ ગાયત્રી મંત્રના જાપ કરવાથી મારા દુઃખો દૂર કેમ ન થયા? જો તું એ જાણી શકતી હો તો મને બતાવ.'

ત્યારે તે શક્તિ બોલી, "તમારા સાત ભવના પાપ ભેગા થયા છે. જે ગાયત્રી મંત્રના જાપથી ધીરે-ધીરે બળવો લાગેલા બાર વર્ષમાં તમારા મોટા ભાગના પાપ બળી ગયા. એ દરમ્યાન જ તમે ગાયત્રી મંત્રની સાધના છોડી દીધી. બોલ હવે બીજું હું તમને શું આપું? " ત્યારે વાગભટ્ટ બોલ્યા, "ક્ષમા કરો! મારે તમારી પાસેથી કંઇ જ નથી જોઇતું." એમ કહી વાગભટ્ટે ત્યાંથી ઉઠી કાશી નગરીને છોડી ફરી વૃન્દાવનમાં પ્રવેશ કર્યો અને ત્યાં ફરી ગાયત્રી મંત્રની સાધના કરી, તેના પરીણામ સ્વરૂપ તેમને આયુર્વેદનું અલૌકીક જ્ઞાન પ્રાપ્ત થયું અને આજે પણ તેમના "અષ્ટાંગ ગ્રંથ'' ને આમૂલ્ય માનવામાં આવે છે. આ પ્રમાણે ગાયત્રી મહામંત્ર મહાશક્તિશાળી મંત્ર છે. તેના દ્વારા આ જગતના દરેક જીવોએ અનેક પ્રકારના સંતાપોમાંથી મૂક્તિ મેળવી અને પરમસુખની પ્રાપ્તી કરી છે. એટલે જ હાલના યુગપુરૂષ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ "ગાયત્રી ચાલીશા''માં ગાયત્રી મહામંત્રના ગુણગાન ગાતા કહ્યું છે કે,

"મહામંત્ર જીતને જગ માહીં કાઉ ગાયત્રી સજા નાહી." આ મહામંત્ર ગાયત્રીનો શ્રધ્ધાપૂર્વક જાપ કરી અને મનુષ્યએ પોતાની આધ્યાત્મક ઉન્નતિ માટે પ્રયત્ન કરવો જોઇએ.

રોગોનો નાશ કરવા માટેનો મંત્ર

"રોગોનશેષાનપહંસી તુષ્ટા

રુષ્ટા તુ કામાન્ સકલાનભીષ્ટાન્ ા

ત્વામાશ્રિતાનાંન વિપન્નરાણાં

ત્વામાશ્રિતા હૃાાશ્રયતાં પ્રયાન્તિ ાા

 - દેવેન કનકચંદ્ર વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

માઁ નવદૂર્ગાની પૂજાનું પર્વ એટલે નવરાત્રી

                                                                                                                                                                                                      

શ્રાદ્ધપક્ષની પૂર્ણાહુતિ થયા પછી એટલે કે, ભાદરવા વદ અમાસ પછી જ્યારે બીજા દિવસનો સૂર્યોદય થાય એટલે મા દુર્ગાના પાવન નવરાત્રિના દિવસોની શરૂઆત થાય. વર્ષાઋતુ પૂર્ણ થાય અને શરદઋતુની શરૂઆત સાથે જ મંગલ કાર્યો માટે નવરાત્રિના દિવસો ઉત્તમ માનવામાં આવે છે. નવરાત્રિના દિવસો એટલે બુરાઇ પર અચ્છાઇની જીત. આ દિવસોમાં ભગવાન શ્રી રામચંદ્રજીએ રાવણ સાથે યુદ્ધ કરી તેનો વધ કરી માતા સીતાજીને મુક્ત કરાવ્યા હતા.

નવરાત્રિના દિવસોમાં સમગ્ર ભારતવર્ષમાં તથા વિદેશોમાં જ્યાં જ્યાં દેવીભક્તો રહેતા હોય તેઓ ગરબામાં દિપ પ્રાગટ્ય કરી મા ભગવતીના જુદા જુદા સ્વરૂપોની સ્તુતિ કરે છે. મા ભવાની આ વિશ્વના કણ કણમાં વિવિધ રૂપે વિદ્યમાન છે. ખરેખર તો મા પાર્વતી જ માતાજીના જુદા જુદા સ્વરૂપે પૂજાય છે. દેવાધિદેવ મહાદેવજીની અર્ધાંગીની અને શિવજીની શક્તિ આ પાર્વતિ માતાજીનું સાક્ષાતરૂપ જ્યોતિ સ્વરૂપ છે. તેથી નવરાત્રિમાં ઘર ઘરમાં મા ભવાની જ્યોતિ સ્વરૂપે બિરાજે છે અને તે ઘરમાં તમામ પ્રકારની ખુશી અને શાંતિ દ્વારા મા આશિર્વાદ આપે છે. નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા નવ સ્વરૂપે થાય છે. આ નવ સ્વરૂપોમાં પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી, બીજું બ્રહ્મચારીણી, ત્રીજું ચંદ્રઘંટા , ચોથું કુષ્માંડા, પાંચમું સ્કંદમાતા, છઠ્ઠું કાત્યાયની, સાતમું કાલરાત્રી, આઠમું મહાગૌરી, નવમું સિદ્ધિદાત્રી સ્વરૂપે પૂજાય દક્ષ રાજાની પુત્રી સ્વરૂપે સતીમાએ યોગાજ્ઞી દ્વારા પોતાના શરીરને ભષ્મ કર્યા પછી બીજા જન્મમાં શૈલરાજ હિમાલયની, પુત્રીના રૂપે જન્મ લીધો તેથી તે શૈલપુત્રીના નામથી જગ વિખ્યાત બન્યા. જો કે હેમવતી, પાર્વતી જેવા વિવિધ નામોથી પણમાં જાણીતા છે. નવદુર્ગામાં શૈલપુત્રીની પૂજા પ્રથમ દિવસે કરવામાં આવે છે.

હિમાલયની જેમ આપણું મન શરીરમાં ઉચાઈ પર આવેલું છે. તેને શિતળતા આપે તેવા સાત્વિક વિચારમાં શૈલપુત્રીની પૂજાથી પ્રાપ્ત થાય છે. બ્રહ્મચારીણી તરીકે પૂજાતા મા દુર્ગાના નામનો અર્થ 'તપ કરનારી દેવી' એવો થાય છે. પૂર્વ જન્મમાં હિમાલયને ત્યાં પુત્રી સ્વરૂપે ઉત્પન્ન થનાર માને મહર્ષિ નારદજીએ ઉપદેશ આપી તપ વડે ભગવાન શંકરને પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવેલો તેથી કઠોર તપ કરવાને કરાણે તેનું આ નામ પડ્યું છે. તેની ઉપાસના કરવાથી મનુષ્ય વાસનામૂક્ત થઇ જાય છે. ચંદ્રઘંટા સ્વરૂપે પૂજતા દૂર્ગા માએ ચાંદનીરૂપી શ્વેત વસ્ત્ર ધારણ કરી અર્ધચંદ્રને ધારણ કર્યો છે. જેની ઉપસાના કરવાથી સાધકના મનનો સંતાપ દૂર થાય છે અને પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે. જયારે કુષ્માંડા સ્વરૂપે પૂજાતા માતાજીએ અંધકાર યુગ (જયારે સૂર્યનતો)માં પૃથ્વીની રચના કરેલી આમ, બ્રહ્માંડને ઉત્પન્ન કરનારા માતાજીની ઉપાસના કરવાથી સર્જનાત્મક શક્તિ ખીલે છે. કંદમાતા નામે પૂજાતા મા દુર્ગા કુમાર કાર્તિકેયને દેવો અને અસુરોના સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. તેથી ભગવાન કાર્તિકેયને સ્કંદકુમાર એવું ઉપનામ પ્રાપ્ત થયેલું તેથી તેના માતા હોવાના કારણે પાર્વતિ દેવી સ્કંદમાતા એ નામથી જગ પ્રસિદ્ધ થયા. તેની ઉપાસના કરવાથી ઉપાસકનું તેજ અને કાન્તિ વધે છે.

ઉકત નામના એક પ્રસિધ્ધ મહર્ષિ થઇ ગયા. તેમના કાત્ય ગોત્રમાં વિશ્વ પ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા. તેમણે ભગવતી ભવાનીની ઉગ્ર તપસ્યા કરી. બહુ વર્ષો બાદ જ્યારે મા પ્રસન્ન થયા ત્યારે મહર્ષિ કાત્યાયનને વરદાન માગવા કહ્યું. મહર્ષિએ માને પોતાને ત્યાં પુત્રી સ્વરૂપે પ્રગટવા પ્રાર્થના કરી. તેથી મા તેને ત્યાં પુત્રી તરીકે પ્રગટ્યા અને કાત્યાયની તરીકે મા જાણીતા બન્યા. જો કે, આ અંગે એક કથા એવી પણ છે કે, મહિષાસુરના અત્યાચારથી પૃથ્વી પર ત્રાસ ફેલાયેલો ત્યારે ભક્તોની પ્રાર્થના સાંભળી ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાના તેજના અંશ વડે મહિષાસુરના નાશ માટે એક દેવીને ઉત્પન્ન કર્યા.

આ દેવની સૌ પ્રથમ પુજા મહર્ષિ કાત્યાયન કરી તેથી મા કાત્યાયની તરીકે ઓળખાયા. તેની ઉપાસનાથી જીવનના ચાર આધાર સ્તંભ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કાલરાત્રી સ્વરૂપે પૂજાતા મા દુર્ગાનું સ્વરૂપ અત્યંત ભયંકર છે પરંતુ તેની ઉપાસનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી તેને મા શુંભાકરીના નામે પણ ઓળખવામાં આવે છે. તેની ઉપાસનાથી સાધકને પરેશાન કરતા દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત - પ્રેત જેવા દુષ્ટોની પીડામાંથી મુક્તિ મળે છે, મહાગૌરીના નામે પૂજાતા મા પાર્વતિએ શિવજીને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે ઉગ્ર તપસ્યા કરી હતી તેથી તેમનું શરીર કાળું પડી ગયેલું એ સ્વરૂપ કાલરાત્રીના નામે પૂજાય છે જયારે તેમની ઉગ્ર તપસ્યાથી પ્રસન્ન થયેલા શિવજીએ તેમને પવિત્ર ગંગાજીના જળથી નવડાવ્યા ત્યારે તેમનું તેજ કાન્તીમાન-ગૌરવર્ણનું થઇ ગયું તેથી તેમનું નામ મહાગૌરી પડ્યું. તેમનું સ્મરણ, ઉપાસના કરવાથી સાધકના સર્વ પ્રકારના કષ્ટો દૂર થાય છે. સિદ્ધિદાત્રીએ મા દુર્ગાનું એવું સ્વરૂપ છે કે જેની અનુકંપાથી શિવજીનો અડધું શરીર દેવીનું થઈ ગયેલું. તેથી ભગવાન શિવજી જગતમાં અર્ધનારીશ્વરના નામથી પ્રસિધ્ધ થયા. તેમની ઉપાસનાથી તમામ પ્રકારની સિધ્ધિઓની પ્રાપ્તિ થાય છે. દરેક કન્યા દુર્ગાનું સ્વરૂપ લખાય છે. તેથી નવરાત્રિના અંતે કન્યા પૂજનનું વિશિષ્ટ મહત્વ છે. જે મનુષ્ય નવરાત્રિ દરમ્યાન કોઈ પણ ઉગ્ર જપ-તપ કે ઉપાસના ન કરે પરંતુ ત્રણ, પાંચ, સાત, નવ કે અગિયારની સંખ્યામાં કન્યા પૂજન કરી તેને ભોજન કરાવે તો માં દૂર્ગા તેનાથી પ્રસન્ન થઇ શુભ ફળ આપે છે.

માં દુર્ગાની ભક્તિના માર્ગ પર ચાલનારા મનુષ્યને તેની કૃપાના ફળો પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત વિવિધ પ્રકારના સુક્ષ્મ અનુભવો પણું થાય છે. તેની ભક્તિ અને આરાધના કરનારને તે દુઃખ સ્વરૂપસંસાર તેના માટે સુખદ અને આનંદદાયક બનાવી દે છે. માની ઉપાસના કરવાથી મનુષ્ય સહજ રીતે ભવસાગર તરી જાય છે. મા ભવાની ખૂબ જ દયાળુ છે તેની ભક્તિ કરનાર મનુષ્ય દરેક પ્રકારની આધિ-વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થઇ સુખ, સમૃદ્ધિ અને ઉન્નતિના શિખરોને સર કરે છે, તેવો મનુષ્ય આ લોક અને પરલોકમાં તમામ પ્રકારની કિન્નતિને પ્રાપ્ત કરે છે. માતાની કૃપા પ્રાપ્ત કરવા માટે માંસ, શરાબ, તમામ પ્રકારના વ્યસને તથા તામસી ખોરાક, વ્યભીચાર, નિંદા વગેરેથી ભક્તએ સદાય દૂર રહેવું જોઇએ.

સુલક્ષણા પત્ની મેળવવા માટેનો મંત્ર

પત્ની મનોરમા દેહિ મનોવૃત્તાનુસારિણીમ્ ા

તારિણી દુર્ગસંસારસાગરસ્ય કલોદ્ધવામ્ ાા

 - દેવેન કનકચંદ્ર વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh