Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વોર્ડ નં. ૩ના કોર્પોરેટર સુભાષભાઈ જોષી દ્વારા આયોજનઃ
જામનગર તા. ૧૦: જામનગરના વોર્ડ નં.૩ના કોર્પોરેટર અને સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન સુભાષભાઈ જોષી દ્વારા વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો.
પ્રજાકીય કાર્યમાં સદા અગ્રેસર રહેતા જામનગર મહાનગરપાલિકા વોર્ડ નં. ૩ ના કોર્પોરેટર તેમજ પૂર્વ સ્ટે.કમિટી ચેરમેન સુભાષભાઈ જી. જોષી તથા તેમના પુત્ર સિદ્ધાંત જોષી દ્વારા તેમના માતા મંજુલાબેન ગીરજાશંકર જોષી ના ૮૦ માંં જન્મ દિવસની ઉજવણી અન્વયે વોર્ડ નં. ૩ ના વિસ્તારોમાં વસવાટ કરતા ૬૦ વર્ષ થી વધુ ઉંમરના વડીલોના સન્માન અને સત્કાર સાથે વંદના કરવાનો કાર્યક્રમ ગત તા. ૦૧-૦૩-૨૦૨૬, રવિવારના વિશ્વકર્મા બાગમાં યોજવામાં આવ્યો હતો , જેમાં ૧૦૫૦ થી વધુ વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી ચત્રભુજ સ્વામી, પરમ પૂજય હરી બાપુ, જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષા બિનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે.મેયર કિષ્નાબેન સોઢા, સ્ટે.કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસકપક્ષ નેતા આશિષભાઈ જોષી, જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંક ચેરમેન જીતુભાઈ લાલ, રાજકોટ થી રવિ ટેક્નોફોર્સના અમુભાઇ ભારદીયા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે, ભાવેશભાઈ ઠુમ્મર, જાણીતા તબીબ ડો.કે.એમ.આચાર્ય, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, ડો.વિમલભાઈ કગથરા, અશોકભાઈ નંદા, નિલેશભાઈ ઉદાણી, પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ, કનકસિંહ જાડેજા, અમીબેન પરીખ, આર.એસ.એસ.ના દિનેશભાઈ વ્યાસ, ગીરીશભાઈ બુદ્ધદેવ, યુવરાજસિંહ રાણા, વૃજલાલભાઈ પાઠક, મધુભાઈ ભટ્ટ, જિલ્લા રાજપૂત યુવા સંઘના પ્રમુખ જગદીશસિંહ જાડેજા, રાજપૂત યુવા સંઘ શહેર પ્રમુખ હિતુભા જાડેજા, વિશ્વકર્મા બાગના ટ્રસ્ટી દિલીપમામા, વિશ્વકર્મા બાગના પ્રમુખ રમણીકભાઈ ગૌરેચા, ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજના પ્રમુખ ડો.જોગીનભાઈ જોષી, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, પૂર્વ ડે.મેયર ખુમાનસિંહ સરવૈયા, બેડીગેઈટ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી પી.ડી. રાયજાદા, જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્ેદારો, કોર્પોરેટર પત્રકારમિત્રો, વોર્ડ નં.૩ના કાર્યકર્તાઓ, સગા સ્નેહીજનો, મિત્ર વર્તુળ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ, આ તકે રાજયકક્ષા મંત્રી રિવાબા જાડેજા તથા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ રાજયમંત્રી વસુબેન ત્રિવેદી તરફ થી શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભવો દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન સુભાષભાઈ જોષી દ્વારા યોજાતા ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક કાર્યોને બિરદાવવામાં આવેલ, સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ કે.જાડેજા, વિમલભાઇ ફોફરીયા, નૈમિષભાઈ ધ્રુવ દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial