Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાની ગાયત્રી શક્તિપીઠ

આધ્યાત્મિક અને સેવાકીય સંસ્થાઃ

                                                                                                                                                                                                      

દ્વારકામાં ભગવાન શ્રીકૃૃષ્ણના ચરણ પખાળતા ઘૂઘવતા અરબી સમુદ્રના પવિત્ર તટે કુદરતી વાતાવરણમાં આવેલી ગાયત્રી શક્તિપીઠ એક આધ્યાત્મિક, શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓની સેવાભાવી સંસ્થા બની રહી છે. તો યજ્ઞ, દર્શન અને સ્વાધ્યાયની પ્રવૃત્તિઓ દ્વારા આત્મ કલ્યાણનું માધ્યમ પણ બની રહી છે.

સ્વ. પુરૂષોત્તમ વિશ્રામ માવજી તરફથી મળેલ જમીન પર ગાયત્રી મંદિરના નિર્માણ માટે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજીભાઈ દેસાઈના વરદ હસ્તે ચોથી એપ્રિલ ૧૯૮૨ના ખાત મુહૂર્ત અને ગાયત્રી શક્તિપીઠની પ્રાણ પ્રતિષ્ઠા ટાટા કેમિકલના ચેરમેન સ્વ. દરબારી શેઠના હસ્તે થઈ હતી. ગાયત્રી પરિવાર ટ્રસ્ટી મંડળના સ્વ. મુકુંંદભાઈ એમ. શાહનો પરિવાર મુંબઈથી આ શક્તિપીઠનું સંચાલન કરી રહ્યો છે.

ગાયત્રી શક્તિપીઠમાં ગાયત્રી માતાજીનું મંદિર આવેલું છે. મંદિરની બાજુમાં પંચકુંડી યજ્ઞશાળા છે. જ્યાં નિત્ય હોમ-હવન યજ્ઞ થતાં રહે છે. છેલ્લા વર્ષોમાં વિનામૂલ્યે ટ્યુશન ક્લાસીસ, વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનોનું વિતરણ, સમૂહલગ્ન, યજ્ઞોપવિત તેમજ વ્યક્તિગત ધોરણે જન્મદિન, લગ્નદિનની આધ્યાત્મક ઉજવણી કે દીપયજ્ઞ વગેરે પ્રવૃત્તિઓ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ઈ.સ.૧૯૯૦ થી આરોગ્યની સેવા, નિઃશુલ્ક આયુર્વેદ દવાખાનું ચાલી રહ્યું છે.

જેમાં છેલ્લા બે દાયકા ઉપરાંતથી જામનગરના વૈદ્ય ડો.ડી.પી. મહેતા નિયમિત સેવા આપી રહ્યા છે. અવાર-નવાર નેત્રનિદાન યજ્ઞો તથા રોગ નિદાન કેમ્પ યોજવામાં આવે છે. અદ્યતન સુવિધાવાળો બ્લોક કોમ્પ્લેક્ષ, મુકુન્દલાલ વાટિકા તથા નયનરમ્ય બેઠક વ્યવસ્થા પ્રભાવિત કરે છે. આ સંસ્થા દ્વારકાનું આદ્યાત્મિક નજરાણું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh