Advertisement
Author: નોબત સમાચાર

ત્રણ પાટિયા-જામજોધપુર-ખટિયા- કાલાવડ રોડ પર તમામ ભારે વાહનો માટે પ્રતિબંધ

એમ્બ્યુલન્સ, કાર અને દ્વિચક્રીય વાહનો સિવાય

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: કાર્યપાલક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, રાજકોટના નિયંત્રણ હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૧૫૧ (કે) ત્રણ પાટીયા-જામજોધપુર-ખટીયા-કાલાવડ રોડ પર સી.ડી. ૮૫/૨, ચેઇનેજ કિ.મી. ૮૪/૫૦૦થી ૮૪/૬૦૦, શેઠવડાળા-નરમાણા વચ્ચે ક્રિષ્ના સ્ટોન ક્રશર પાસેનો માઈનોર બ્રિજ ક્રિટીકલ સ્થિતિમાં હોય, ત્રાણ પાટીયા-જામજોધપુર-ખટીયા-કાલાવડ રોડ પર એમબ્યુલન્સ, કાર અને દ્વિચક્રી વાહનો સિવાય તમામ ભારે/ઓવરલોડેડ વાહનો માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જે મુજબ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૧૫૧ (કે) ત્રણ પાટિયા  જામજોધપુર  ખટિયા  કાલાવડ વાળો રોડ એમ્બ્યુલન્સ, કાર અને દ્વિચક્રી વાહનો સિવાયના ભારે / ઓવરલોડેડ વાહનો માટે બંધ રહેશે. જેના વૈકલ્પિક રૂૂટ તરીકે ભાણવડથી કાલાવડ તરફ જતા ભારે વાહનો માટે ભાણવડ-ત્રણ પાટિયા- લાલપુર બાયપાસ  ઠેબા ચોકડી કાલાવડ રોડ તથા કાલાવડથી ભાણવડ તરફ જતા ભારે વાહનો માટે કાલાવડ - ઠેબા ચોકડી - લાલપુર બાયપાસ - લાલપુર - ત્રણ પાટિયા  ભાણવડ રોડ ઉપયોગમાં લેવાનો રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (૪૫મો અધિનિયમ), ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh