Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૨૯ ઓક્ટોબરે
ખંભાળીયા તા. ૨૮: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના સલાયા તથા બારાડી બેરાજા ગામે તા. ૨૯-૧૦-૨૫ના જલારામ જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
ખંભાળીયા જલારામ મંદિરમાં તા. ૨૮-૧૦-૨૫ના રાત્રે ૯ વાગ્યે લોહાણા મિત્ર મંડળ દ્વારા જલારામબાપાની ઝાંખીનું આયોજન થયું છે. તા. ૨૯-૧૦-૨૫ના સવારે ૮ વાગ્યે જલારામબાપાની મહાઆરતી, સાંજે ૬:૩૦ થી રાત્રિના ૧૦ સુધી ભવ્ય અન્નકુટ તથા સવારે ૯ વાગ્યે ધ્વજારોહણ, ૧૦:૩૦ વાગ્યે દાતાશ્રીઓનું સન્માન, બપોરે ૧૨:૩૦ વાગ્યે મહાપ્રસાદ તથા સાંજે ૪ વાગ્યે લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા જલારામ મંદિરના ટ્રસ્ટીઓ તથા હોદ્દેદારો ભાવેશ વિઠ્ઠલાણી, હિતેન વિઠ્ઠલાણી, રાજ પાબારી, મનીષ પાબારી તથા ધીરેનભાઈ બદિયાણી દ્વારા અનુરોધ કરાયો છે.
સલાયા
સલાયામાં જલારામ સેવા સમિતિ, શ્રી જલારામ મંદિર અન્નક્ષેત્ર, સમસ્ત હિન્દુ સમાજ તથા સલાયા લોહાણા મહાજન દ્વારા ઉજવણીનું આયોજન થયું છે.
આ કાર્યક્રમમાં સવારે ૧૦ વાગ્યે નૂતન ધ્વજારોહણ થશે જેની પૂજામાં વિપુલભાઈ નરોત્તમભાઈ સાયાણી તથા દેવેન્દ્રસિંહ જટુભા જાડેજા જોડાશે. પૂજા અર્ચના પછી વાજતે ગાજતે જલારામબાપા ની શોભાયાત્રા નીકળશે. બપોરે સલાયા લોહાણા મહાજન વાડીમાં સમસ્ત હિન્દુ સમાજનું સમૂહ ભોજન રાખવામાં આવ્યું છે.
બારાડી બેરાજા
ખંભાળીયા તાલુકાના બારાડી બેરાજા ગામે પણ જલારામ જયંતીની ઉજવણીનું આયોજન થયું છે. બેરાજા ગામે જલારામ મંદિરે સવારે ૧૦ વાગ્યે શોભાયાત્રા, બટુક ભોજન તથા ૧૧:૩૦ વાગ્યે નૂતન ધ્વજારોહણ, ૧૨ વાગ્યે મહાપ્રસાદ તથા આરતીનું આયોજન થયું છે. અમેરિકાના અવિનાશભાઈ પોપટ, જયશ્રીબેન પોપટ, કૃપાબેન પોપટ, નીકીબેન પોપટ તથા બેરાજાના પ્રવિણભાઈ વિઠ્ઠલદાસ દત્તાણી તથા જયેન્દ્રભાઈ વિઠ્ઠલદાસ દત્તાણી દ્વારા નિમંત્રણ અપાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial