Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાપનાના ૪૭ વર્ષે અવિરત પ્રગતિ કૂચઃ વિવિધ ક્ષેત્રે ગ્રાહકોને ઓછા વ્યાજે ધિરાણ
જામનગર તા. ૪: જામનગર જિલ્લાની અગ્રગણ્ય સહકારી બેંક ધી નવાનગર કો-ઓપરેટિવ બેંક લિમિટેડના વર્ષ ર૦રપ-ર૬ ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં બેંકે ચાલુ વર્ષે રૂ।. ર૩.૯ર કરોડનો નફો કર્યો છે.
નવાનગર બેંક તેની સ્થાપનાના ૪૭મા વર્ષમાં સતત પ્રગતિ કરી રહી છે. બેંક તેના ગ્રાહકોને તુલનાત્મક રીતે ઓછા વ્યાજ દરોથી શહેરના વિવિધ ક્ષેત્રોમાં ધિરાણો આપે છે. મોટાભાગની બેન્કીંગ સેવાઓ ફ્રી ઓફ ચાર્જ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત જામનગર શહેરની જાહેર તથા સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સતત મહત્ત્વનું યોગદાન આપતી રહી છે.
નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ ના જાહેર કરાયેલા પરિણામો મુજબ બેંકમાં થાપણો રૂ।. ૧૦પપ.પ૦ કરોડ, બેંકના ધિરાણો રૂ।. ૪૧ર.૧૬ કરોડ તથા બેંકના રોકાણો રૂ।. ૭૪૦.૭૮ કરોડ છે, જ્યારે નવાનગર બેંકના ચેરમેન, વાઈસ ચેરમેન, તમામ ડાયરેક્ટરોની સતત દેખરેખ હેઠળ તેમજ બેંકના વિનયશીલ, પ્રામાણિક અને કાર્યક્ષમ કર્મચારીઓની સેવા અને બેંકના સભાસદોએ બેંકમાં રાખેલ વિશ્વાસના કારણે નવાનગર બેંકે ચાલુ વર્ષે નોંધપાત્ર એવો રૂ।. ર૩.૯ર કરોડનો નફો નોંધાવ્યો છે.
સહકારી ભાવનાઓ સાથે સ્થાપિત આ બેંક તેના સભાસદોને મેડિકલ સહાય, મરણોત્તર સહાય, સભાસદ ભેટ તેમજ ૧૮ ટકા ડિવિડન્ડ આપતી રહી છે.
જામનગરના શહેરીજનો અને સભાસદોને તેમના બેન્કીંગ કામકાજ માટે તેના શહેરની જ બેંક તરીકે નવાનગર બેંકને પ્રાધ્યાન્ય આપીને, જામનગરના ગ્રાહકોની ડિપોઝિટ જામનગરના જ લોનધારકોને ઉપયોગમાં આવતી હોય, આ બેંકની વધુને વધુ ઉન્નતિ માટે તેમજ સ્વઉન્નતિ માટે શહેરના વિકાસમાં મહત્તમ યોગદાન આપવા બેંકના મેનેજમેન્ટે અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial