Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના હાબરડી પાસે હિટ એન્ડ રનના બનાવમાં જુવાનપર ગામના વૃદ્ધનું નિપજ્યું મૃત્યુ

ખંભાળિયા-જામનગર રોડ પર અજાણી બસે સર્જયો અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: કલ્યાણપુર તાલુકાના હાબરડી ગામના પાટીયા પાસે ગુરૂવારની રાત્રે મોટરસાયકલ પર દૂધ આપવા જઈ રહેલા એક વૃદ્ધને અજાણી મોટર ઠોકર મારીને પલાયન થઈ છે. ગંભીર ઈજા પામેલા વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. હિટ એન્ડ રનના આ બનાવની મૃતકના પુત્રએ ફરિયાદ નોંધાવી છે. ખંભાળિયા-જામનગર રોડ પર એક યુવાનને ગુરૂવારની રાત્રે અજાણી બસે ઠોકરે ચઢાવી ફ્રેક્ચર કરી નાખ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જુવાનપર ગામની સીમમાં રહેતા વરજાંગભાઈ મંગાભાઈ લુણા (ઉ.વ.૬ર) નામના વૃદ્ધ ગુરૂવારે સાંજે જીજે-૧૦-બીડી ૨૧૯ નંબરના બાઈકમાં દૂધ આપવા માટે નીકળ્યા પછી મણીપુર-હાબરડી ગામના પાટીયા પાસે પહોંચ્યા હતા.

આ વેળાએ કોઈ અજાણી મોટર પાછળથી પુરપાટ ઝડપે દોડી આવી હતી. તે મોટરના ચાલકે આગળ જતા વરજાંગભાઈને ટક્કર મારી દેતા રોડ પર પછડાયેલા આ વૃદ્ધને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં ખસેડાયેલા આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર લખમણભાઈ લુણાએ અકસ્માત સર્જી નાસી ગયેલી મોટરના ચાલક સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ખંભાળિયાથી જામનગર તરફના ધોરીમાર્ગ પર આવેલા નયારા કંપનીના મેઈન ગેઈટ પાસેથી ગુરૂવારે સાંજે મૂળ ઉત્તરપ્રદેશના બલીયા જિલ્લાના વતની રાજકુમાર રાધેશ્યામ શાહનીના કૌટુંબિક ભાણેક તારકેશ્વરકુમાર શાહની (ઉ.વ.ર૪) પસાર થતા હતા ત્યારે એક અજાણી બસ તેઓને ઠોકર મારી નાસી ગઈ છે. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયા છે. રાજકુમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh