Advertisement
Author: નોબત સમાચાર

હેલ્થકેર એટેન્ડન્ટ સર્ટિફિકેટ કોર્સનો પ્રારંભ

રાજ્યમાં કુશળ માનવશક્તિ તૈયાર કરવા માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: ગુજરાતભરમાં 'હેલ્થ કેર એટેન્ડન્ટ સર્ટિફિકેટ કોર્સ'નો પ્રારંભ થયો છે, જેના ભાગરૂપે જામનગરમાં ૬ મહિનાનો કોર્સ શરૂ થયો છે.

ગુજરાત રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે કુશળ માનવશક્તિ તૈયાર કરવા માટે 'હેલ્થ કેર એટેન્ડન્ટ સર્ટિફિકેટ કોર્સ'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કોર્સનો રાજયના ૧૨ જિલ્લાઓમાં એકસાથે ઓનલાઈન જોડાઈને ઉદ્ધાટન કાર્યક્રમ યોજાયો હતો. જામનગરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ, ગુજરાત સી.એસ.આર. ઓથોરિટી અને જી.એસ.એફ.એસ.ના સી.આર.એસ સહયોગથી અને કૌશલ્ય યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમથી કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. આ કોર્સ છ માસની અવધિનો રહેશે.

જામનગર યોજાયેલા આ કાર્યક્રમમાં જી.જી. હોસ્પિટલ જામનગરના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. વિજયભાઈ પોપટ અને આઈ.આર.સી.એસ. જામનગર શાખાના ચેરમેન ડો. અવિનાશભાઈ ભટ્ટ દ્વારા કોર્સનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ તકે આઈ.આર.સી.એસ. જામનગરના વાઈસ ચેરમેન દિપાબેન સોની, ટ્રેઝરર કિરીટભાઈ શાહ, સેક્રેટરી ડો. વિહારીભાઈ છાટબાર, અમૃતિયાભાઈ, ડો. જોગિનભાઈ જોશી, ડો. કલ્પનાબેન ખંંઢેરીયા, કેશુભાઈ ઘેટીયા, નિતિનભાઈ પરમાર, રાજુભાઈ ભાનુશાળી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, કાજલબેન ગનિયાણી, અલ્કાબેન મહેતા, સરસ્વતીબેન, બીનાબેન ઠાકર, જયશ્રીબેન જોશી, સ્મિતાબેન ત્રિવેદી, મિલન કુબાવત, ભરતભાઈ દવે, અજિતસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ૩૦ વિદ્યાર્થીઓએ કોર્સમાં પ્રવેશ મેળવી તાલીમ માટે નોંધણી કરાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યુ હતું. આ કોર્સનો મુખ્ય હેતુ યુવાનોને આરોગ્યલક્ષી તાલીમ આપીને રોજગારલક્ષી કૌશલ્ય ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી તેઓ સમાજને અસરકારક રીતે સેવા આપી શકે તેમજ ગ્રામ્ય સ્તરે આરોગ્ય વ્યવસ્થા મજબૂત બની શકે. કોર્સનું સંકલન અને સંચાલન રેડક્રોસ સોસાયટીના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આ કોર્સમાં વિદ્યાર્થીઓને છ મહિના સુધી નિઃશુલ્ક તાલીમ આપવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh