Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેટના ગુન્હામાં ૧૬ વર્ષથી ફરાર શખ્સ પકડાયોઃ
જામનગર તા. ૧૮: ધ્રોલના ફાયરીંગ પ્રકરણમાં જે તે વખતે ઝડપાયા પછી ત્રણ વર્ષ પહેલાં જામીનમુક્ત થઈ જેલમાંથી પોબારા ભણી ગયેલા ઉત્તરપ્રદેશના શાર્પ શૂટરને પેરોલ ફર્લો ટીમે પકડી લીધો છે. ૧૬ વર્ષ પહેલાં વેટના ગુન્હામાં નામ ખૂલ્યા પછી પોબારા ભણી ગયેલા અન્ય એક શખ્સની પણ અટકાયત કરી લેવાઈ છે.
ધ્રોલના ત્રિકોણ બાગ પાસે વર્ષ ૨૦૨૦માં એક યુવાનની સરાજાહેર ફાયરીંગ કરી હત્યા નિપજાવાઈ હતી. તેની ફરિયાદ પોલીસમાં થયા પછી તપાસ દરમિયાન આરોપીઓએ ઉત્તરપ્રદેશના ગૌડા જિલ્લાના અખિલેશસિંગ રામઉદારસિંગ રાજપૂત ઉર્ફે બબલુ સહિતના શખ્સોને ફાયરીંગ માટે બોલાવ્યા હોવાની વિગત પ્રકાશમાં આવી હતી. પોલીસે આઈપીસી ૩૦૨ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ઉપરોક્ત આરોપી પૈકીના અખિલેશ ઉર્ફે બબલુએ વર્ષ ૨૦૨૩માં જામીન મેળવ્યા પછી પોબારા ભણી લીધા હતા. આ શખ્સને જામનગરની પેરોલ ફર્લો ટીમે રાજકોટમાંથી દબોચી રાજકોટની જેલમાં ધકેલી દીધો છે.
જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૦૯માં વેટ અંગે એક ગુન્હો નોંધાયો હતો. જેમાં પટેલ કોલોની વિસ્તારમાં અગાઉ વસવાટ કરતા સંજય રાધેલાલ ગુપ્તાનું નામ ખૂલ્યું હતું. આ શખ્સ અમદાવાદના સાઉથ બોપલ પાસે પણ રહેતો હતો. ઉપરોક્ત આરોપી પટેલ કોલોનીમાં આવ્યો હોવાની બાતમી પરથી પેરોલ ફર્લો ટીમ ત્યાં ધસી ગઈ હતી અને ૧૬ વર્ષથી નાસતા ફરતા આ શખ્સની અટકાયત કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial