Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પચીસ દિ'માં ગુજરાતની બીજી વખત મુલાકાતઃ
ભાવનગર તા. ૧૯: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ભાવનગર આવશે. તેઓ રપ દિવસમાં બીજી વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, અને ભાવનગરમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમો, રોડ-શો તથા જાહેરસભાના યોજાનાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ભાવનગરના પ્રવાસે આવશે. ભાવનગરમાં તેઓ કરોડો રૂપિયાના લોકાર્પણ તથા વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કરશે તેમજ જાહેર સભા પણ સંબોધવાના છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન મોદીનો ભાવનગરના એરપોર્ટથી રોડ-શો કરીને તેઓ જવાહર મેદાન પહોંચશે, જ્યાં તેઓ જાહેર સભાને સંબોધવાના છે.
ભાવનગરના પ્રવાસ દરમિયાન ભાવનગર-અલંગ સહિત સમગ્ર દેશના મહત્ત્વના પોર્ટના શિપિંગ-મેરિટાઈમ સહિતના જુદા જુદા પ્રકલ્પોના ૧.પ૦ લાખ કરોડના એમઓયુ કરશે.
આ ઉપરાંત સાગરમાલા ર.૦ ના ૭પ હજાર કરોડ, મેરિટાઈમ ડેવલપમેન્ટ બોર્ડના રપ હજાર કરોડ, શિપ બિલ્ડિંગ ડેવલોપમેન્ટના ૧૯,૯૮૯ કરોડના કામની ઘોષણા કરશે.
આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના લોથલમાં નિર્માણ થઈ રહેલા નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ પણ કરવાના છે. સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરશે અને લોથલમં ચાલી રહેલા વિવિધ કામોની પ્રગતિ અંગેની વિસ્તૃત માહિતી પણ મેળવશે.
ઉલ્લેખનિય છે કે, રપ દિવસમાં વડાપ્રધાન મોદીનો આ બીજો ગુજરાત પ્રવાસ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial