Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલ-જોડિયા રોડ પર ટ્રકે સર્જયો અકસ્માતઃ
જામનગર તા. ૧૯: ધ્રોલ પાસે દસેક દિવસ પહેલાં એક બાઈકની પાછળ મોટર ટકરાઈ પડતા વાંકીયા ગામના દંપતીને ઈજા થઈ છે. જ્યારે જોડિયા-ધ્રોલ રોડ પર બંધ પડેલા એક ટ્રકની પાછળ બીજો ટ્રક ઘૂસી ગયો છે.
ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં રહેતા હરેશભાઈ ગોરધનભાઈ રાણીપા નામના પટેલ યુવાન ગઈ તા.૭ના દિને પોતાના પત્ની સાવિત્રીબેન સાથે જીજે-૧૦-એએન ૭૦૪ નંબરના મોટરસાયકલમાં ઘરેથી પોતાના ખેતરે જવા માટે નીકળ્યા હતા.
તેઓ જ્યારે એક જીન ફેક્ટરી પાસે પહોંચ્યા ત્યારે પાછળથી જીજે-૧૦-ડીએ ૫૦૭૨ નંબરની અલ્ટો મોટરના ચાલકે ઠોકર મારી હતી. રોડ પર પછડાયેલા હરેશભાઈને માથા તથા છાતીમાં ઈજા થઈ છે. જ્યારે તેમના પત્ની સાવિત્રીબેનને માથામાં ઈજા ઉપરાંત હાથની આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું છે. હરેશભાઈએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મૂળ બિહારના વૈશાલી જિલ્લાના વતની અને હાલમાં ગાંધીધામમાં રહેતા ટ્રક ડ્રાઈવર સુમિત સુરેશરાય આહિર ગઈકાલે પોતાના જીજે-૧૨-બીવાય ૩૧૨૫ નંબરના ટ્રક સાથે ધ્રોલ આવતા હતા. ત્યારે જોડિયા રોડ પર તેમના ટ્રકની બ્રેક ફેઈલ થઈ જતાં તેઓએ રોડની સાઈડમાં ટ્રક ઉભો રાખી પાર્કિંગ લાઈટ શરૂ કરી હતી તેમ છતાં જીજે-૧૦-એક્સ ૭૨૪૮ નંબરનો ટ્રક ઠાઠામાં ઘૂસ્યો હતો. આ ટ્રકના ચાલક સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial