ચિરવિદાય

જામનગર નિવાસી ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિના ગં.સ્વ. રંજનબેન મધુસુદન ભટ્ટ (ઉ.વ.૭૮)નું તા. ૧૭ના અવસાન થયું છે. તેઓ સ્વ. મધુસુદન મુગટરાય ભટ્ટના પત્ની, સ્વ. જગદીશભાઈ, પરેશભાઈ, કોકીલાબેન કિશોરભાઈ બારોટના માતા, કિશોરભાઈ, અશોકભાઈ, બિનયભાઈના કાકી, ધર્મેન્દ્ર પરેશભાઈના દાદી, કિશોરભાઈ જે. બારોટના સાસુ થાય. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૮ ને શુક્રવાર સાંજે ૫ઃ૩૦ થી ૬ દરમ્યાન શ્રી રાજ્ય પુરોહિત વિદ્યાર્થી ભુવન, એરોડ્રામ રોડ, મહેર સમાજ સામે, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ વડનગરા નાગર બ્રાહ્મણ મીનાક્ષીબેન (મીનાબેન) શુકલ (ઉ.વ.૬૫) તે પંકજભાઈ શુકલ (પૂર્વ સંગીતાચાર્ય, સરસ્વતી શિશુ મંદિર)ના પત્ની, આલાપ અને શ્યામના મમ્મી, હિરલના સાસુ તથા મલ્હારના દાદીનું તા. ૧૬-૭ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૮-૭-૨૫ને શુક્રવારે સાંજે ૬ થી ૬ઃ૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામ ના મંદિર સામે, ભાનુશાળી વાડ, હવાઈચોક, જામનગરમાં રાખવામાંં આવી છે.

જામનગરઃ ચંદ્રશેખર નવનીતરાય મારૂ (કલેકટરના નિવૃત્ત પી.એ.) (ઉ.વ.૮૪) તે રોહિણી મારૂ (નિવૃત્ત મામલતદાર)ના પતિ, દ્રીપ મારૂના પિતાનું તા. ૧૬ ના અવસાન થયું છે. સદ્ગતની લૌકિક ક્રિયા રાખવામાં આવી નથી.

જામનગરઃ કંડોરીયા બ્રાહ્મણ સંદીપભાઈ અધ્યારૂ (ટેકસ કન્સલ્ટન્ટ) (ઉ.વ.૫૭) તે સ્વ. પ્રદ્યુમનભાઈ છગનલાલ અધ્યારૂ, સ્વ. પુષ્પાબેન અધ્યારૂના પુત્ર, ગાયત્રીબેનના પતિ, કૃપા, ઓમના પિતા, ફાલ્ગુન દવે (સુરત) ના સસરા, સ્વ. પ્રમોદીનીબેન વિનોદરાય વ્યાસ, મીનાબેન સનતકુમાર વ્યાસ, જાગૃતિબેન કિરીટકુમાર પંડ્યા, ભારતીબેન અતુલકુમાર પાઠક (કલાબેન), સ્વ. તૃપ્તિબેન ઉરેશકુમાર પંડયા (તપુબેન)ના ભાઈ, સ્વ. હરિલાલ રેવાશંકર ભટ્ટના જમાઈ, બીપીનભાઈ, ભાવેશભાઈ ભટ્ટ, નયનાબને, પ્રીતિબેન રેખાબેનના બનેવી તેમજ હિતેષકુમાર કરંગીયા, શૈલેષકુમાર મહેતા અને શૈલેષકુમાર પંડયાના સાઢુભાઈ તા. ૧૪ ના કૈલાશવાસ થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૭ ને ગુરૂવાર સાંજે ૫ થી ૬ દરમ્યાન શ્લોક એપાર્ટમેન્ટ, પુરોહિત સ્કૂલની સામે, પ્રગતિપાર્ક, મેહુલનગર ૮૦ ફૂટ રોડ, જામનગરમાં રાખેલ છે.

કાલાવડ નિવાસી અર્ચનાબેન આશીષગીરી, તે રોહિતપુરી ભગવાનપુરી (બટુકપુરી ભગવાનપુરી)ના પુત્રી, રમેશપુરી, અજયપુરી, મુકેશપુરી ના ભત્રીજી, સાગરપુરી, મયુરીબેનના બહેનનું તા. ૧૪ ના અવસાન થયું છે. સદ્ગતનું પિયર પક્ષનું ઉઠમણું તા. ૧૮ને શુક્રવારે સાંજે ૪ થી ૪ઃ૩૦ પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

close
Ank Bandh