Advertisement
Author: નોબત સમાચાર

કાબુલનું બગરામ એરબેઝ પરત મેળવવા ટ્રમ્પ અફઘાનિસ્તાનમાં મોકલશે સેનાની નાનકડી ટૂકડી

અમેરિકાના રાષ્ટ્રપતિની ઘોષણાથી મચી હલચલ

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૧૯: ફરી અફઘાનિસ્તાનમાં અમેરિકાની સેનાની ટુકડી મોકલીને ટ્રમ્પે બગરામ એરબેઝ પરત લેવાની જાહેરાત કરતાં હલચલ મચી ગઈ છે.

અમેરિકા ફરી એકવાર અફઘાનિસ્તાનમાં પોતાની સેના તૈનાત કરી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે બગરામ એરબેઝનો ઉલ્લેખ કરતાં આ અંગે જાણકારી આપી હતી. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો મેળવી લેવામાં આવ્યા બાદ અમેરિકા ફરી અફઘાનિસ્તાનમાં પોતાનું સૈન્ય દળ ઉભુ કરવા માગે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે જણાવ્યું હતું કે, 'અમારૂ વહીવટીતંત્ર કાબુલના બગરામ એરબેઝમાં ફરી કંટ્રોલ મેળવવા કામ કરી રહૃાું છે. અમે તેને તાલિબાનને કંઈપણ લીધા વિના સોંપી દીધુ હતું. હવે અમે પાછું લેવાનો પ્રયાસ કરી રહૃાા છીએ. આ એક બ્રેકિંગ ન્યૂઝ હોઈ શકે.'

ઉલ્લેખનીય છે, તાલિબાને ૨૦૨૧માં અફઘાન સરકાર ઉથલાવી બગરામ પર કબજો મેળવ્યો હતો. તે સમયે અમેરિકાએ બગરામ એરબેઝમાંથી પોતાનું સૈન્ય દળ પાછું ખેંચ્યું હતું. ટ્રમ્પે આ અંગે માહિતી આપતાં વધુમાં કહૃાું કે, 'આ સ્થળ (બગરામ એરબેઝ) પાછું મેળવવા પાછળનું કારણ અફઘાનિસ્તાન નહીં, પણ ચીન છે. કારણકે, તે ચીનના ન્યૂક્લિયર શસ્ત્રો બનાવતા સ્થળેથી કલાકના અંતરે છે. અમે બગરામમાં નાનકડી સૈન્ય ટુકડી મોકલવા જઈ રહૃાા છીએ.'

ટ્રમ્પનું આ નિવેદન સંકેત આપે છે કે, અમેરિકા ચીન પર નજર રાખવા માગે છે. ટ્રમ્પ અને તેના નેશનલ સિક્યુરિટી ઓફિસર્સ બગરામને વિવિધ પરિબળો તરીકે જોઈ રહૃાા છે. જે ચીનના ન્યૂક્લિયર શસ્ત્રોના ઉત્પાદન કરતાં સ્થળથી ૫૦૦ માઈલ દૂર છે.

વધુમાં અફઘાનિસ્તાનના દુર્લભ ખનીજો અને માઈનિંગ સેક્ટર પર વર્ચસ્વ સ્થાપિત કરવા અને આઈએસઆઈએસને ટાર્ગેટ કરવા માગે છે. અફઘાનિસ્તાન લગભગ છેલ્લા બે દાયકાથી યુએસ સેનાની તાકાતના કેન્દ્ર તરીકે કામ કરતુ હતું. જુલાઈ, ૨૦૨૧માં તાલિબાને અફઘાનિસ્તાનનો કંટ્રોલ મેળવતાં અમેરિકાએ પોતાની સૈન્ય ટુકડી બગરામ એરબેઝમાંથી પાછી બોલાવી હતી. તે સમયે અમેરિકાની સેનાએ ૯૦૦ સી-૧૭ કાર્ગો લોડ્સ દૂર કર્યા હતા. જ્યારે ૧૬,૦૦૦થી વધુ શસ્ત્રો નષ્ટ કર્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh