Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાઈટ ટુ રેપ્યુટેશન હેઠળ ચાલી રહેલા એક કેસ દરમિયાન અવલોકન
નવી દિલ્હી તા. ૨૩: બદનક્ષીને ફોજદારી કાયદાથી બાકાત રાખવાની સુપ્રિમ કોર્ટની ટિપ્પણી પછી રાઈટ ટુ રેપ્યુટેશનના કાયદામાં સુધારો થવાની દિશાઓ ખુલી ગઈ હોવાની અટકળો થવા લાગી છે.
બદનક્ષીના કાયદાઓનો દુરુપયોગ થવાના આરોપો આવારનવાર લાગતા રહે છે, આ કાયદાઓ વાણી સ્વતંત્રતાને નુકસાન પહોંચાડતા હોવાથી આ કાયદા રદ કરવાની માંગ પણ અવારનવાર ઉઠી છે. એમાં સોમાવારે સુપ્રિમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન ખૂબ જ મહત્ત્વની ટીપ્પણી કરી છે.
સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે બદનક્ષીને બિન-ગુનાહિત જાહેર કરવાનો સમય આવી ગયો છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૬ માં સુપ્રિમ કોર્ટે આપેલા એક ચુકાદામાં ફોજદારી બદનક્ષી કાયદાઓની બંધારણીયરીતે યોગ્ય ઠેરવ્યા હતાં, ત્યારે સુપ્રિમ કોર્ટે કહૃાું હતું કે પ્રતિષ્ઠાનો અધિકાર (રાઈટ ટૂ રેપ્યુટેશન) બંધારણની કલમ ૨૧ હેઠળ જીવનના મૂળભૂત અધિકાર હેઠળ આવે છે. એ ચુકાદામાં, સુપ્રિમ કોર્ટે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૪૯૯ ને યોગ્ય ઠેરવી હતી, હવે આ કલમનું સ્થાન ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૫૬એ લીધું છે.
વર્ષ ૨૦૧૬માં એક લેખમાં ઓનલાઈન ન્યુઝ પોર્ટલ ધ વાયરે આરોપ લાગાવ્યો હતો કે ''જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીઃ ધ ડેન ઓફ સેસેસિયનિઝમ એન્ડ ટેરરિઝમ'' નામના ૨૦૦ પાનાનું વિવાદાસ્પદ ડોઝિયર બનાવવામાં યુનિવર્સિટીના પ્રોફેસરની સંડોવણી છે. આ લેખ બદલ પ્રોસેફરે ધ વાયર અને તેના રિપોર્ટર વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
આ કેસમાં મેજિસ્ટ્રેટ દ્વારા ધ વાયરને સમન્સ પાઠવવામાં આવ્યું હતું, જેને દિલ્હી હાઈ કોર્ટે મંજુરી આપી હતી, દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે આ ટીપ્પણી કરી હતી.
સુપ્રિમ કોર્ટેના ન્યાયાધીશ એમએમ સુંદરેશે અવલોકન કર્યું, ''મને લાગે છે કે આને બિન-ગુનાહિત જાહેર કરવાનો સમય આવી ગયો છે...''
ધ વાયર તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ વકીલ કપિલ સિબ્બલે કોર્ટના અવલોકન સાથે સંમતિ દર્શાવી હતી અને કાયદામાં સુધારાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. વર્ષ ૨૦૧૬ માં સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ ભારત સંઘ કેસમાં, સુપ્રિમ કોર્ટે ફોજદારી માનહાનિના કાયદા બંધારણીય હોવાનું અવલોકન કર્યું હતું. કોર્ટે કહૃાું હતું કે આ કાયદાઓ કલમ ૧૯ હેઠળ મળેલી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર વાજબી નિયંત્રણ મુકે છે અને આ કાયદાઓ જીવન જીવવાના અધિકારનું મૂળભૂત પાસું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial