Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેએક મહિના પહેલાં ચોરી થયાની નોંધાઈ રાવઃ
જામનગર તા. ૨૩: ધ્રોલના ગોલીટા ગામમાં આવેલા એક ટ્રસ્ટ સંચાલિત મંદિરમાં બેએક મહિના પહેલા રાત્રિના સમયે ચોરી થયાની પોલીસમાં એક ટ્રસ્ટીએ ફરિયાદ નોંધાવી છે. મંદિરમાંથી રૂ.૧૧ હજાર રોકડા ઉઠાવી જવાયા હતા.
ધ્રોલ તાલુકાના ગોલીટા ગામમાં આવેલા મેઘા મામા સુરાપુરા મંદિરમાં અંદાજે બેએક મહિના પહેલાં રાત્રિના સમયે ચોરી થઈ ગઈ હતી. આ મંદિરના મુખ્ય દરવાજાના નકૂચા તોડી તસ્કર અંદર પ્રવેશ્યો હતો.
ત્યારપછી અંદર રાખવામાં આવેલી પતરાની દાનપેટી કોઈ સાધનથી તોડી નાખી તેમાં પડેલી અંદાજે રૂ.૧૧ હજારની રોકડ ઉઠાવી જવાઈ છે. ચોરીની જાણ થતાં ધ્રોલ તાલુકાના હરીપર ગામના મંગાભાઈ માધાભાઈ લાબરીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ધ્રોલના પીઆઈ એચ.વી. રાઠોડે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial