Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામાપક્ષે પણ હુમલો કર્યાની નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૨૩: જામનગરના વુલન મીલ રોડ પર બાવરીવાસમાં રહેતા એક દંપતીને ભાડે રાખેલી દુકાનના મામલે ત્રણ શખ્સે માર માર્યાે હતો. જ્યારે સામા પક્ષે પણ ત્રણ શખ્સ સામે હુમલો કર્યાની ફરિયાદ કરી છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર આવેલા બ્રિજ નીચેના બાવરીવાસમાં રહેતા ધનાભાઈ પરમારે ત્યાં આવેલી જમાલભાઈની દુકાન શંકર જેરામ ડાભી પાસેથી ભાડે રાખ્યા પછી તેનું ભાડુ આપ્યંુ હતું. તેમ છતાં શંકર ડાભીએ ભાડાની માગણી કરી હતી. તેની સામે ધનાભાઈએ ભાડુ આપવાની ના પાડતા શંકર ડાભી, તેના ભાઈ રાધે ડાભી અને વિનોદ ડાભીએ ધનાભાઈના પત્ની સોનીબેનને ગાળો ભાંડી ધોકાથી માર માર્યાે હતો અને ધનાભાઈ તથા તેના પુત્ર વિનોદને રાધે જેરામ અને વિનોદ જેરામે ઢીકાપાટુથી માર મારી ઈજા પહોંચાડી હતી.
આ ફરિયાદની સામે શંકર જેરામભાઈ ડાભીએ વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, ધના નાથા પરમારને ભાડે આપેલી દુકાનના ભાડા પેટે રૂ.૧ હજાર લેવાના બાકી હતા તેની ઉઘરાણી કરાતા શનિવારે સાંજે ધના નાથા, વસંત ધના, વિનોદ ધના પરમારે પાઈપ-ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યાે હતો. પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી છ શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial