જાણો, તા. ૨૩ ફેબ્રુઆરી, સોમવાર અને ફાગણ સુદ છઠનું પંચાંગ

સુર્યોદય : ૭-૧૩ - સુર્યાસ્ત : ૬-૪૮

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત

રાત્રિના ચોઘડીયા

(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૦૬ :

તા. ૨૩-૦૨-ર૦૨૬, સોમવાર,

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૩,

મુસ્લિમ રોજઃ ૦૫, નક્ષત્રઃ ભરણી,

યોગઃ બ્રહ્મ, કરણઃ ગર

 

તા. ૨૩ ફેબ્રુઆરી ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા રહ્યા કરે. સંયુક્ત માલ-મિલકતના પ્રશ્ને વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે. નોકરી-ધંધા-વ્યવસાય બાબતે આપના કામી ધીરે ધીરે ઉકેલાતા જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન થઈ શકે. નાણાકિય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. તબિયતમાં સુધાર જોવા મળે.

બાળકની રાશિઃ મેષ ૨૨:૧૨ સુધી પછી વૃષભ

જાણો, તા. ૨૩ ફેબ્રુઆરી, સોમવાર અને ફાગણ સુદ છઠનું રાશિફળ

કન્યા સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય. મહત્ત્વના કાર્યોમાં સાનુકૂળતા રહે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ-શ્રમ અનુભવાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૬

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપની દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. આપના કાર્યની કદર-પ્રશંસા થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૮

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ જણાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૪

 

Cancer (કર્ક: ડ-હ)

આપના મહત્ત્વના કામમાં અન્યનો સહકાર મળી રહે. કામનો ઉકેલ આવતા રાહત જણાય. અગત્યના નિર્ણય લઈ શકાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૯

 

Leo (સિંહ: મ-ટ)

આપના કામમાં સાનુકૂળતા મળી રહે. કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ રહે. ધંધામાં આવક જણાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૭

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. દેશ-પરદેશના કામમાં વ્યસ્ત રહો.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯

 

Libra (તુલા: ર-ત)

આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. આવેશ ઉશ્કેરાહટમાં આવી જવું નહીં.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૫

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપની મહેનત-અનુભવ-આવડત-બુદ્ધિથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા થતી જાય.

શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૬-૮

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.

શુભ રંગઃ પોરપીંછ - શુભ અંકઃ ૪-૯

 

Capricorn (મકર: ખ-જ)

આપના કાર્યની સાથે સંસ્થાકિય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહેતા રાહત જણાય.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૬-૧

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય. નાણાકિય લેવડ-દેવડમાં સાચવવું.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૭

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

જુના સ્વજન, સ્નેહી-મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાતથી આપને આનંદ થાય. આડોશ-પાડોશના કામ અંગે વ્યસ્તતા જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૮

જાણો, તા. રર ફેબ્રુઆરી, રવિવાર અને ફાગણ સદ પાંચમનું પંચાંગ

સુર્યોદય : ૭-૧૪ - સુર્યાસ્ત : ૬-૪૭

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૦૫ :

તા. ૨૨-૦૨-ર૦૨૬, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૨,

મુસ્લિમ રોજઃ ૦૪, નક્ષત્રઃ અશ્વિની,

યોગઃ શુકલ, કરણઃ કૌલવ

 

તા. ૨૨ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં કુટુંબ-પરિવાર, મિત્રવર્ગ સાથે યાત્રા-પ્રવાસનો આનંદ માણી શકશો. પરદેશના કામમાં  સાનુકૂળતા મળી રહે. વ્યાવસાયિક બાબતે કેટલાક કામનો ઉકેલ આવે તો કેટલાક કામમાં આપને  પ્રતિકૂળતા જણાય. નાણાકિય બાબતે મોટા અને ખોટા ખર્ચાઓના લીધે આપને તકલીફ ન પડે તેની  તકેદારી આપે રાખવી પડે. સંતાન બાબતે ચિંતા હોય તો તે હળવી બને.

બાળકની રાશિઃ મેષ

જાણો, તા. રર ફેબ્રુઆરી, રવિવાર અને ફાગણ સદ પાંચમનું રાશિફળ

મિન સહિત બે રાશિના જાતકોને કાર્યની કદર-પ્રશંસા થવાથી ઉત્સાહ વધે. સંતાનના પ્રશ્ને ચિંતા રહે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપને માનસિક પરિતાપ-વ્યગ્રતા રહ્યા કરે. વાદ-વિવાદ, ગેરસમજ-મનદુઃખથી સંભાળવું પડે. ખર્ચ  જણાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૫

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

કોર્ટ-કચેરીના કામમાં રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ ન થવાથી  ચિંતા રહે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૪-૯

 

Gemini (મિથુન: ક-છ-ધ)

સામાજિક-વ્યાવહારિક કામમાં આપે ઉતાવળ કરવી નહીં. નાણાકિય લેવડ-દેવડની બાબતમાં  સાવધાની રાખવી.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૫-૭

 

Cancer (કર્ક: ડ-હ)

ઉપરીવર્ગ, સહકાર્યવર્ગ, નોકર-ચાકર સાથે વાદ-વિવાદથી સંભાળવું પડે. મિલન-મુલાકાત મુલત્વી  રાખવી.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૮

 

Leo (સિંહ: મ-ટ)

આપના કામકાજમાં પ્રતિકૂળતા જણાય. માતૃપક્ષ-પિતૃપક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય. ઉચાટ  રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૯

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની સંયમતા  રાખવી પડે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૧-૨

 

Libra (તુલા: ર-ત)

કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. સિઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન  રાખવું.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૭-૫

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

સંસ્થાકિય, જાહેરક્ષેત્રના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. રાજકિય- સરકારી કામમાં પ્રતિકૂળતા  જણાય. ધીરજ રાખવી.

શુભ રંગઃ પીસ્તા - શુભ અંકઃ ૧-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પ્રશ્ને આપને ચિંતા  રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૮

 

Capricorn (મકર: ખ-જ)

પરદેશના કામ અંંગેની મિલન-મુલાકાતમાં આપે ધ્યાન રાખવું. યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખવી.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

જમીન-મકાન-વાહનના કામ અંગે દોડધામ-શ્રમ જણાય. મિત્રવર્ગનો સહકાર મળી રહેતા કામમાં  રાહત થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૮-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ જણાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૪

જાણો, તા. ર૧ ફેબ્રુઆરી, શનિવાર અને ફાગણ સુદ ચોથનું પંચાંગ

સુર્યોદય : ૭-૧૫ - સુર્યાસ્ત : ૬-૪૭

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ

રાત્રિના ચોઘડીયા

(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૦૪ :

તા. ૨૧-૦૨-ર૦૨૬, શનિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૧,

મુસ્લિમ રોજઃ ૦૩, નક્ષત્રઃ રેવતિ,

યોગઃ શુભ, કરણઃ બવ

 

તા. ૨૧ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આપે આરોગ્ય ની કાળજી રાખવી બહુ જરૂરી બને. બહારનું ખાવા-પીવામાં આપે સંયમ  રાખવો પડે. નોકરી-ધંધામાં આપના કામ અંગેની દોડધામ-શ્રમ-વ્યસ્તતા, કામના દબાણ-તણાવની  અસર આપના સ્વાસ્થ્ય પર ના પડે તેની તકેદારી રાખવી પડે. ઘર-પરિવારના સભ્યોનો સાથ-સહકાર  મળી રહે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.

બાળકની રાશિઃ કુંભ ૨૦:૩૩ સુધી પછી મીન

જાણો, તા. ર૧ ફેબ્રુઆરી, શનિવાર અને ફાગણ સુદ ચોથનું રાશિફળ

મિથુન સહિત બે રાશિના જાતકોને ધારણા પ્રમાણેનું કાર્ય થાય. અગત્યના કામ અંગેની મિલન-મુલાકાત થાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. દોડધામ-શ્રમમાં  ઘટાડો જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૭-૫

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

રાજકિય-સરકારી, ખાતાકીય કામમાં આપને પ્રતિકૂળતા જણાય. વાદ-વિવાદ, ગેરસમજથી સંભાળવું  પડે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૩

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી આનંદ રહે. અગત્યના કામકાજ અંગેની  મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૮-૪

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં સરળતા જણાય.  કામનો ઉકેલ આવે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૩-૯

 

Leo (સિંહ: મ-ટ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ જણાય. પરદેશના કામમાં પ્રગતિ  જણાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૨

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં ઉતાવળ  ન કરવી.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૪

 

Libra (તુલા: ર-ત)

આપના અનુભવ-મહેનત-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં  સરળતા રહે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૫

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. સાસરીપક્ષના કામ  અંગે દોડધામ રહે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૬-૫

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ  શકાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૧

 

Capricorn (મકર: ખ-જ)

દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. સિઝનલ- વાયરલ બીમારીથી સંભાળવું  પડે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૮

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. બઢતી-બદલીના કામમાં  પ્રગતિ જણાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૩

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાનના કામ થાય.  દોડધામ રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૯

જાણો, તા. ર૦ ફેબ્રુઆરી, શુક્રવાર અને ફાગણ સુદ ત્રીજનું પંચાંગ

સુર્યોદયઃ ૦૭-૧૬ - સુર્યાસ્તઃ ૬-૪૬

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ

રાત્રિના ચોઘડીયા

(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૦૩ :

તા. ૨૦-૦૨-ર૦૨૬, શુક્રવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૦,

મુસ્લિમ રોજઃ ૦૨, નક્ષત્રઃ ઉત્તર ભાદ્રા,

યોગઃ સાધ્ય, કરણઃ વણિજ

 

તા. ૨૦ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં વ્યાવસાયિક બાબતે દોડધામ રહે પરંતુ આપના કામનો ઉકેલ આવતો જવાથી રાહત પણ  જણાય. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા રહે. વડીલવર્ગના સ્વાસ્થ્ય બાબતે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.  વિદ્યાર્થીવર્ગે અભ્યાસમાં મહેનતના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત થાય. સામાજિક-જાહેર જીવનક્ષેત્રે  માન-સન્માન મળી રહે. ખર્ચ-વ્યયના યોગ બને.

બાળકની રાશિઃ મીન

જાણો, તા. ર૦ ફેબ્રુઆરી, શુક્રવાર અને ફાગણ સુદ ત્રીજનું રાશિફળ

તુલા સહિત બે રાશિના જાતકોને વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કામકાજમાં સરળતા જણાય. સિઝનલ ધંધામાં ઘરાકી આવી જવાથી આવક જણાય.  ધર્મકાર્ય-શુભકાર્ય થાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૪-૧

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે  નાણાભીડ રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૮

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો સરળતા  અનુભવાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૯

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામકાજમાં વ્યસ્તતા જણાય. સિઝનલ ધંધામાં ઘરાકી રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૪

 

Leo (સિંહ: મ-ટ)

આડોશ-પાડોશના કામમાં, ભાઈ-ભાંડુવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધર્મકાર્ય-શુભકાર્યથી પ્રસન્નતા  રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૭

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને  સતાવ્યા કરે.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૧-૬

 

Libra (તુલા: ર-ત)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા  ઓછી થાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૮-૨

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ધર્મકાર્ય-શુભકાર્યમાં ખર્ચ-ખરીદી જણાય.  દોડધામ-શ્રમ રહે.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૬-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવું પડે. અન્યનો સાથ-સહકાર મળી  રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૯

 

Capricorn (મકર: ખ-જ)

આપે તન-મન-ધનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વ્યાવહારિક કામમાં રૂકાવટ જણાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૪

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી  આનંદ રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૩

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું  બને.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૧

જાણો ૧૬ ફેબ્રુઆરીથી રર ફેબ્રુઆરી સુધીનું સાપ્તાહિક ભવિષ્ય

વૃશ્ચિક સહીત બે રાશિને આવનારા સપ્તાહમાં કાર્યોમાં સાવધાની રાખવી, આર્થિક તંગી રહે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે તબિયત સાચવવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આરોગ્ય આપનું સાથ છોડતું જણાય. ખાન-પાન, આહાર-વિહારમાં સાવધાની રાખવી આવશ્યક બની રહે. વેપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી શક્ય બને. સામાજિક ક્ષેત્રે ગુમાવેલી નામના-કીર્તિ પરત મેળવી શકશો. ભાઈ-બંધુ સાથે કોઈ વિવાદ હશે તો તેનો સુખદ નિકાલ આવી શકશે. મિત્રથી લાભ થાય. વડીલ વર્ગની સલાહ કારગત સાબિત થાય. વિદ્યાર્થી વર્ગને મહેનત વધારવી પડે. તા. ૧૬ થી ૧૯ સ્વાસ્થ્ય સાચવવું. તા. ર૦ થી રર સારી.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન પરિસ્થિતિ આપના પક્ષમાં આવી શકે છે. વ્યાપાર-ધંધા-વ્ય્વસાય ક્ષેત્રે આકસ્મિક લાભ પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો ધીમી ગતિએ સુધારો જોવા મળે. ગૃહસ્થ જીવનમાં વાતાવરણ ઉગ્ર બને. જીવનસાથી સાથે નજીવી બાબતે વિવાદ થાય. વાણી ઉપર સંયમ રાખવો શ્રેષ્ઠ રહેશે. જમીન-મકાન અંગેના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં સફળતા મળે. તા. ૧૬ થી ૧૯ તણાવ રહે. તા. ર૦ થી રર લાભદાયી.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે ધંધા-વ્યવસાય ક્ષેત્રે લાભ અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ધાર્યો લાભ પ્રાપ્ત થતા ઉત્સાહમાં વધારો થતો જોવા મળે. લાંબા સમયથી ચાલી આવતી મંદીની અસરમાંથી મુક્તિ મેળવી શકશો. નાણાકીય સ્ત્રોતો મેળવવાનો માર્ગ મોકળો થતો જણાય. ગૃહસ્થ જીવનનું વાતાવરણ ડામાડોળ થતું જણાય. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હશે તો તેનો નિકાલ લાવી શકશો. જાહેરજીવન ક્ષેત્રે મહત્ત્વની કામગીરી થકી માન-સન્માન મળે. તા. ૧૬ થી ૧૯ વિવાદ ટાળવા. તા. ર૦ થી રર લાભદાયી.

 

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે માનસિક શાંતિનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના પરિવારજનો-સ્નેહીજનો સાથે આનંદપૂર્વક પસાર કરી શકો. આપની માનસિક સ્થિતિ પ્રસન્નતાભરી રહેવા પામે. ઘર-પરિવાર માટે સુખ-સગવડના સાધનો પાછળ નાણાનો વ્યય થાય. વ્યાપાર-વ્યવસાયમાં મંદીના દર્શન થાય. ધાર્યો લાભ મેળવવા હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ સાવધાનીપૂર્વક વ્યવહાર કરવો. તા. ૧૬ થી ૧૯ લાભદાયી. તા. ર૦ થી રર આનંદદાયી.

 

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે પારિવારિક કાર્યો કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના ઘર-પરિવારના અધુરા કાર્યો પૂરા કરવા આપ તત્પર બનશો. માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદથી આપની મનોકામના પૂર્ણ કરી શકશો. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમે ધીમે દૂર થતી જણાય. નાણાકીય સ્થિતિ લથડતી જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. જાહેરજીવન ક્ષેત્રે સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. યાત્રા-પ્રવાસ આનંદદાયી પૂરવાર થાય. તા. ૧૬ થી ૧૯ સ્વાસ્થ્ય સુધરે. તા. ર૦ થી રર પારિવારિક કાર્ય થાય.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે નફા-નુક્સાનભર્યો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક સ્થિતિ મધ્યમ બની રહે. પારિવારિક ક્ષેત્રે સ્થિતિ સાનુકૂળ બની રહે. વડીલ વર્ગ, માતા-પિતા, સ્નેહીજનોના સ્વાસ્થ્ય બાબતે ખર્ચ થાય. સામાજિક તથા જાહેરજીવન સાથે સંકળાયેલા જાતકો માટે કાર્યપ્રગતિ થાય. મહત્ત્વના કાર્યોમાં સમય સફળતાદાયક બની રહે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. તા. ૧૬ થી ૧૯ મધ્યમ. તા. ર૦ થી રર ખર્ચાળ.

 

Libra (તુલા: ર-ત)

તમારા માટે સામાજિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે મિલન-મુલાકાતના પ્રસંગો બને. માન-સન્માનમાં વધારો થાય. આપના કાર્યો-પ્રયાસોને બિરદાવવામાં આવે. ધંધા-વ્યવસાય ક્ષેત્રે પરિસ્થિતિ સામાન્ય રહેવા પામે. ધાર્યો લાભ મેળવવા માટે હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. કૌટુંબિક ક્ષેત્રે સ્નેહીજનો તરફથી સાથ-સહકાર પ્રાપ્ત કરી શકશો. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. તા. ૧૬ થી ૧૯ સામાજિક કાર્યો. તા. ર૦ થી રર મિશ્ર.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ અગત્યના નિર્ણય લેવામાં થાપ ખાઈ શકો છો. કલ્પના અને હકીકતની વચ્ચે અટવાતા જણાવ. આર્થિક ખરીદીમાં સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ-સંતાન અંગે ચિંતા હશે તો તે દૂર થવા લાગશે. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધતો જણાય. તા. ૧૬ થી ૧૯ આરોગ્ય સુધરે. તા. ર૦ થી રર સાવધાની રાખવી.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે નાણાભીડનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આર્થિક વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવી. આકસ્મિક કે અણધાર્યા ખર્ચ થવાની પૂર્ણ શક્યતા છે. નિશ્ચિત આયોજન બનાવી કામ લેશો તો ફાયદો રહેશે. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હલ થતા જણાય. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે. નોકરિયાત વર્ગને કાર્યના બદલામાં પ્રશંસા સાંભળવા મળે. શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો.

 

Capricorn (મકર: ખ-જ)

આપના માટે સુખદ પરિસ્થિતિનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન લાંબા સમયથી ચાલી આવતી તકલીફોમાંથી બહાર આવવાના રસ્તા મળતા જણાય. નાણાકીય પરિસ્થિતિ મજબૂત બનતા માનસિક રાહતનો અનુભવ થાય. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ તરફથી લાભ થઈ શકે. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને કામના બદલામાં વખાણ સાંભળવા મળે. વિદ્યાર્થી વર્ગ માટે ઈચ્છિત પરિણામ મેળવવા મહેનત કરવી પડે. યાત્રા-પ્રવાસ ફળદાયી નિવડે. તા. ૧૬ થી ૧૯ સુખદ. તા. ર૦ થી રર આરોગ્ય સાચવવું.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે મધ્યમ પ્રકારનો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન પારિવારિક ક્ષેત્રે માતા-પિતા-વડીલ વર્ગથી લાભ થાય. વ્યાપાર-ધંધામાં વાતાવરણ શુષ્ક જણાય. આર્થિક બાબતે નાણાકીય તંગીનો અનુભવ થાય. હાલ મોટા આર્થિક રોકાણને મુલતવી રાખવા યોગ્ય રહેશે. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે. જુના રોગોમાંથી મુક્તિ મળતા રાહતનો અનુભવ થાય. સાંસારિક જીવનમાં એકમેકનો સહકાર મળી રહે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાચવવું. તા. ૧૬ થી ૧૯ નાણાભીડ. તા. ર૦ થી રર સાનુકૂળ.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે આકસ્મિક લાભનો યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન લાંબા સમયનું આર્થિક રોકાણ શક્ય બને. આપને કોઈને કોઈ આકસ્મિક નાણાકીય લાભ થવાની શક્યતા જણાય છે. અધુરા રહેલા પારિવારિક કાર્યો પૂરા કરી શકશો. સ્વજનો સાથે સમય મજાનો પસાર થાય. વાદ-વિવાદ, મતભેદ હશે તો દૂર કરી શકશો. સ્વાસ્થ્ય બાબતે તબિયત નરમ-ગરમ રહેવા પામે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે માન-સન્માન પ્રાપ્ત થાય. તા. ૧૬ થી ૧૯ લાભદાયી. તા. ર૦ થી રર સ્વાસ્થ્ય સાચવવું.

જાણો ૦૯ ફેબ્રુઆરીથી ૧પ ફેબ્રુઆરી સુધીનું સાપ્તાહિક ભવિષ્ય

કુંભ સહીત બે રાશિના જાતકોને આવનારું સપ્તાહ ખર્ચાળ રહે, આર્થિક પરિસ્થિતિ સુધરે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે સમસ્યાઓનું નિરાકરણ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સમય આપના માટે શુભ પરિણામ લાવતું જણાય. વ્યાપર-ધંધામાં મંદીના વાદળો વિખેરાતા જણાય. પરિશ્રમ તથા ભાગ્ય બન્નેનો સાથ મળતા આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો લાવી શકશો. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી માટે સમય શ્રેષ્ઠ જણાય છે. સ્વાસ્થ્ય એકંદરે સારૂ રહેવા પામે. યાત્રા-પ્રવાસ વિલંબમાં પડતા જણાય. દાંપત્ય જીવનમાં મધૂરતા જળવાઈ રહે. તા. ૯ થી ૧ર શુભ. તા. ૧૩ થી ૧પ મધ્યમ.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે નસીબનો સાથ અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને મહેનત કરતા વધારે ફળ મળતું જણાય. વેપાર-ધંધામાં અણધારી તેજી જોવા મળે. નાણાકીય આવકના સ્ત્રોતો ખૂલતા જણાય. તબિયત અંગે કફ સંબંધિત રોગોનું ભોગ બનવું પડી શકે છે. જાહેરજીવન ક્ષેત્રેના સમારંભોમાં વ્યસ્તતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે નાની-નાની બાબતોમાં તકરાર થઈ શકે છે. ક્ષમા કરવાની ભાવના કેળવશો તો ફાયદામાં રહેશો. તા. ૯ થી ૧ર શુભ. તા. ૧૩ થી ૧પ વિવાદ ટાળવા.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે શાંતિપૂર્વક વ્યવહાર કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ તંગ બનતી જણાય. ધાર્યો લાભ અટકતા બેચેનીનો અનુભવ થાય. મહત્ત્વના કાર્યોમાં નિર્ણય લેતા પહેલા કોઈ અનુભવીની સલાહ લેવી હિતાવહ બની રહે. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહે. જુના રોગ-તકલીફમાંથી મુક્તિ મળતા રાહત અનુભવો. જાહેરજીવન સાથે સંકળાયેલા જાતકોને માન-સન્માનમાં વધારો થાય. વિદ્યાર્થી વર્ગને મહેનત પ્રમાણે સફળતા મળે. તા. ૯ થી ૧ર શાંતિપૂર્વક વ્યવહાર કરવો. તા. ૧૩ થી ૧પ સ્વાસ્થ્ય સુધરે.

 

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે પરિશ્રમ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ જેટલી મહેનત કરશો તેટલું ફળ મેળવી શકશો. ભાગ્ય કરતા પુરૂષાર્થ ઉપર વધારે ધ્યાન આપજો. દાંપત્યજીવનમાં એકરસતા અને મધૂરતા જળવાઈ રહે. સંતાન બાબતે ચિંતા રહે. નાણાકીય સ્થિતિ સારી રહે. આવકના સ્ત્રોત અવિરત ચાલુ રહે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે વિવાદ થઈ શકે છે. નાની-મોટી યાત્રા-પ્રવાસ સફળ થાય. તા. ૯ થી ૧૩ કાર્યશીલ. તા. ૧૪ થી ૧પ સાનુકૂળ.

 

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે ઉત્સવાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપનામાં એક નવો ઉમંગ તથા ઉત્સાહ જોવા મળે. ધાર્યા કામ પૂરા કરવા માટે આપ તનતોડ મહેનત અને પરિશ્રમ કરતા જણાવ, જેનું શુભ પરિણામ પણ આપને પ્રાપ્ત થતું જણાશે. વ્યાવસાયિક ક્ષેત્રે આકસ્મિક લાભ થવાની પૂર્ણ શક્યતા જણાય છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. ખાન-પાનમાં તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી કાર્યની પ્રશંસા સાંભળવા મળે. તા. ૯ થી ૧ર શુભ ફળદાયી. તા. ૧૩ થી ૧પ મિશ્ર.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે આર્થિક પરિસ્થિતિ સુધારનારૂ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આવકના નવા સ્ત્રોત ખૂલતા જણાય. આકસ્મિક ધનલાભની પણ પ્રબળ શક્યતા જણાય છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેતું જણાય. આહાર-વિહારમાં સાવધાની રાખવી હિતાવહ રહેશે. સંતાન અંગે ચિંતા હશે તો દુર થશે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાવધાની રાખવી. નોકરિયાત વર્ગને બદલી-બઢતીની ઈચ્છા ફળીભૂત થાય. વ્યાપાર-ધંધામાં વિકાસ જોવા મળે. તા. ૯ થી ૧ર ધનલાભ. તા. ૧૩ થી ૧પ સ્વાસ્થ્ય સાચવવું.

 

Libra (તુલા: ર-ત)

આપના માટે કાર્યક્ષેત્રે મહત્ત્વનું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ નવું સાહસ કે નવી યોજનાને અમલમાં લાવી શકશો. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે રૂકાવટ કે વિઘ્નો હશે તો તે દૂર થઈ શકે, અને સફળતા મેળવી શકશો. કાર્યપૂર્તિની સાથે સાથે આર્થિક મુંઝવણ પણ હળવી બને. સ્વાસ્થ્ય બાબતે ઋતુગત રોગોથી પરેશાની રહ્યા કરે. ઘર-પરિવારમાં શાંતિ તથા સુલેહભર્યું વાતાવરણ અનુભવી શકશો. વ્યર્થ વિવાદમાં પડવું નહીં. તા. ૯ થી ૧ર સફળતાદાયક. તા. ૧૩ થી ૧પ સાનુકૂળ.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે મિલન-મુલાકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની કોઈ નવી કે મહત્ત્વની વ્યક્તિ સાથેની મુલાકાત વ્યાપારિક સંબંધો મજબૂત કરી શકે છે. યાત્રા-પ્રવાસ મજાનો પણ સાથે સાથે ખર્ચાળ પૂરવાર થાય. નોકરી-ધંધામાં આપની મહેનત-બુદ્ધિ અને કૌશલ્યથી ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પારિવારિક સંબંધોમાં આપની ભાવનાઓ અને લાગણીઓ ઉપર સંયમ રાખવો. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. તા. ૯ થી ૧ર સારી. તા. ૧૩ થી ૧પ મિલન-મુલાકાત.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના અંગત સંબંધોમાં નાની-નાની વાતમાં વાદ-વિવાદ મોટું સ્વરૂપ લઈ શકે છે. ધીરજ અને સંયમથી વર્તશો તો ફાયદામાં રહેશો. નાણાકીય દૃષ્ટિએ સપ્તાહ સારૂ રહે. અપેક્ષા અનુસાર કામ મેળવી શકશો. આરોગ્ય સુખાકારી સારી રહે. વિદ્યાર્થી વર્ગે અભ્યાસમાં મહેનત વધારવી પડે. સંતાન તરફથી શુભ સમાચાર સાંભળવા મળે. માન-સન્માન વધે. તા. ૯ થી ૧ર લાભદાયી. તા. ૧૩ થી ૧પ વાદ-વિવાદ ટાળવા.

 

Capricorn (મકર: ખ-જ)

આપના માટે પ્રવાસ-પર્યટન કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સમયગાળા દરમિયાન યાત્રા-પ્રવાસ માટે અનુકૂળતા રહે. કામનું ભારણ ઘટતા રાહત અનુભવશો. સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો દૂર થાય. વ્યાપાર-ધંધા ક્ષેત્રે સ્થિતિ એકંદરે સામાન્ય રહે, જ્યારે આર્થિક બાબતોમાં સાવધાની રાખવા જેવી ખરી. આવકની સાથે ખર્ચનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે. બિનજરૂરી વસ્તુઓ પાછળ નાણાનો ખર્ચ થતો જણાય. તા. ૯ થી ૧ર મુસાફરી. તા. ૧૩ થી ૧પ મધ્યમ.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે ખર્ચાળ સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાણાકીય તંગીનો સામનો કરવો પડી શકે છે. આવકના સાધનો મર્યાદિત થતા જણાય. વ્યાપાર-ધંધા ક્ષેત્રે લાંબુ આર્થિક સાહસ ટાળવું યોગ્ય રહે. ઘર-પરિવાર બાબતે ભાઈ-ભાંડુનો સાથ સહકાર પ્રાપ્ત થાય. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થાય. સામાજિક ક્ષેત્રે હળવા-મળવાનું થઈ શકે. સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં મુશ્કેલીઓ જણાય. પ્રવાસ-મુસાફરી આનંદદાયી રહે. તા. ૯ થી ૧૧ કૌટુંબિક કાર્ય થાય. તા. ૧ર થી ૧પ ખર્ચ-ખરીદી.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે ભાવનાત્મક સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન ગૃહસ્થજીવનનું વાતાવરણ સુખદ રહે. પારિવારિક સદસ્યો સાથે સમય સુખરૂપ પસાર થાય. લાગણીઓના પૂરમાં તણાતા જણાવ. ધંધા-વ્યવસાય ક્ષેત્રે નવા કાર્યની શરૂઆત થઈ શકે, જો કે ધાર્યા લાભ માટે હજુ રાહ જોવી પડે. આરોગ્ય બાબતે બેદરકારી દાખવી નુક્સાનકારક સાબિત થાય. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું સલાહભર્યું રહેશે. જમીન-મકાન, મિલકત અંગેના પ્રશ્નો હલ થઈ શકે. તા. ૯ થી ૧ર આનંદદાયી. તા. ૧૩ થી ૧પ સ્વાસ્થ્ય સાચવવું.

close
Ank Bandh