Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચિરાગ પાસવાને નીતિશકુમાર સામે સવાલો ઊઠાવતા રાજનીતિ ગરમ !
નવી દિલ્હી તા. ર૯: બિહારમાં ફરીથી જંગલરાજ આવી યગું હોય તેમ જણાય છે, અને પોતાને સુશાસનબાબુ ગણવાતા નીતિશકુમારના રાજમાં જ બીમાર મહિલા હોમગાર્ડ પર એમ્બ્યુલન્સમાં સામૂહિક બળાત્કારની ઘટના બની, અને તે પહેલા હોસ્પિટલમાં જઈને પાંચ હત્યારાઓ ખુલ્લેઆમ એક દર્દીની હત્યા કરી ગયા, તે પછી નીતિશકુમારના શાસન સામે જ સવાલો ઊઠી રહ્યા હતાં, અને તેજસ્વી યાદવ, પપ્પુ યાદવ અને પ્રશાંત કિશોર સહિતના વિપક્ષના નેતાઓએ નીતિશ સરકાર અને એનડીએના નેતૃત્વ અને આક્ષેપો તથા સવાલોની ઝડી વરસાવી, ત્યાં સુધી તો ઠીક હતું, પરંતુ જ્યારે મોદી સરકારના મંત્રી સામે એનડીએના સાથીદાર પક્ષ એલજેપીના વડા ચિરાગ પાસવાને જ એવું કહ્યું હોય કે તેની મજબૂરી છે કે નીતિશકુમાર જેવી સરકારને સમર્થન આપવું પડી રહ્યું છે. નીતિશ સરકાર કાયદો-વ્યવસ્થા જાળવી શકી નથી, તેવા મતલબના ચિરાગ પાસવાનના નિવેદન પછી બિહારમાં તો ખળભળાટ મચી જ ગયો છે, પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ ભાજપનું નેતૃત્વ પણ હલબલી ઊઠ્યું હોય, તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.
વિપક્ષોએ ચિરાગ પાસવાન સામે પણ સવાલો ઊઠાવ્યા છે અને મોદીના હનુમાન હોવાનો વ્યંગ્ય કર્યો છે. તેજસ્વી યાદવે તીખા શબ્દોના બદલે કટાક્ષમય આકરા શબ્દપ્રયોગો કર્યા, તો પપ્પુ યાદવે તો મોદી મંત્રી મંડળમાંથી રાજીનામું આપીને ચિરાગ પાસવાનને પોતાની ૫ાર્ટી સાથે વિપક્ષની ગઠબંધનમાં જોડાઈ જવાનું આમંત્રણ આપ્યું. કેટલાક લોકો પ્રશાંત કિશોર અને ચિરાગ પાસવાનને મજબૂત કરીને ભાજપ બિહારમાં જેડીયુ અને આરજેડીને નબળું પાડવાની ંઊંડી રાજનીતિ હોવાનું વિશ્લેષણ પણ કરી રહ્યા છે.
એવું વિશ્લેષણ પણ થઈ રહ્યું છે કે, ચિરાગ પાસવાન અને પ્રશાંત કિશોરનો ઉપયોગ કરીને ભાજપ નીતિશકુમારને કમજોર કરીને બિહારમાં ભાજપના મુખ્યમંત્રી મૂકવા માંગે છે, અને નીતિશકુમારની મહારાષ્ટ્રના એકનાથ શિંદે જેવી દશા થવાની છે. એવું પણ કહેવાય છે કે વાસ્તવમાં નીતિશકુમારને વ્યક્તિતગત રીતે કમજોર ઠરાવીને બિહારમાં એનડીએનું નેતૃત્વ ચિરાગ પાસવાનને સુપ્રત કરવાની ગુપ્ત રણનીતિ છે અને જો એનડીએને ફરીથી જનાદેશ મળે અને ભાજપ સૌથી મોટો પક્ષ બને તથા ચિરાગ પાસવાનની એલજેપીને નોંધપાત્ર બેઠકો મળી જાય તો નીતિશકુમારને હટાવીને ચિરાગ પાસવાનને જ બિહારના મુખ્યમંત્રી બનાવી દેવાય તો નવાઈ નહીં હોય.
બીજી તરફ જેડીયુના નેતાઓનો એવો દાવો છે કે, આરજેડી-કોંગ્રેસ સહિતનું વિપક્ષી ગઠબંધન હકીકતે જીતી શકે તેમ જ નથી અને હાર ભાળી ગયું હોવાની વિવિધ અફવાઓ ફેલાવી રહ્યું છે. બીજી તરફ ચિરાગ પાસવાનના નિવેદનને તોડી મરોડીને બતાવાયું હોવાનો લૂલો બચાવ પણ કરા રહ્યો છે.
બિહારમાં લાલુપ્રસાદ યાદવના શાસન સમયે હતું, તેવું જ જંગલરાજ છે. તેવું પૂરવાર કરવા કેટલાક ચોક્કસ દૃષ્ટાંતો પણ અપાઈ રહ્યા છે, જેમાં બીમાર હોમગાર્ડ મહિલા કેડેટ પર એમ્બ્યુલન્સમાં ગેંગરેપ અને હોસ્પિટલમાં હત્યા ઉપરાંત અરરિયામાં થાંભલા સાથે બાંધીને એક યુવક અને મહિલાને ઢોરમાર મારવાની ઘટના, હિસુઆમાં વેપારી પર બાઈક સવારોનું અંધાધૂંધ ફાયરીંગ વગરે તાજેતરની ઘટનાઓ વર્ણાવાઈ રહી છે.
બીજી તરફ લાલુપ્રસાદ યાદવે પાર્ટીમાંથી કાઢી મૂક્યા પછી તેજપ્રતાપ યાદવે પોતે વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી નોંધાવશે, તેવી જાહેરાત કરી તે અંગે તેજસ્વી યાદવે કહ્યું કે તેઓ તો 'રીલ' બનાવી રહ્યા છે!
આજે સંસદમાં ઓપરેશન સિંદૂરની ચર્ચાની પહેલેથી જાહેરાત થઈ હતી, પરંતુ સંસદ અને બિહારની વિધાનસભામાં જે હોબાળા ગયા અઠવાડિયે થયા અને આજની સ્થિતિ જોતા એવું કહીં શકાય કે અત્યારે દેશની રાજનીતિ બિહારની ચૂંટણીમાં જ કેન્દ્રિત થઈ ગઈ છે!
રાજ્યની મતદારયાદીમાં ૬પ લાખ મતદારોના નામ કમીઃ
બિહારમાં ચૂંટણીઓના અક્ષેપો વચ્ચે ચૂંટણીપંચના આંકડાઓની જોરદાર ચર્ચા
બિહારમાં પણ મહારાષ્ટ્રની જેમ ચૂંટણીપંચ દ્વારા ભાજપના ઈશારે ચુંટણીચોરી થઈ રહી હોવાના રાહુલ ગાંધીના આક્ષેપો છે, તો બીજી તરફ ચૂંટણી પંચે રાજ્યની મતદારીયાદી સુધારવાની એસઆઈઆર પ્રક્રિયા હેઠળ ૬પ લાખ નામો કમી કરવાની કાર્યવાહી કરી હોવાનું બહાર આવ્યું છે. ચૂંટણી પંચની ર૭ જૂનથી રપ જુલાઈની કાર્યવાહી હેઠળ સ્પેશ્યલ ઈન્સેન્ટિવ રિવિઝન અંતર્ગત પ્રથમ તબક્કાના રાજ્યના ૭.ર૪ કરોડ (૯૧.૬૯ ટકા) મતદાતાઓએ પોતાના ફોર્મ જમા કરાવી દીધા છે. આ પ્રક્રિયા હેઠળ થતી ચકાસણી દરમિયાન રર લાખ મૃત મતદાતાઓના નામ, બબ્બે કે તેથી વધુ સ્થળે મતદાર યાદીમાં નામ હોય તેવા ૭ લાખ મતદારોના વધારાના નામ અને ગુમનામ અથવા લાપત્તા જણાવેલા ૩૬ લાખ મતદાર સહિત ૬પ લાખ નામો પ્રથમ તબક્કામાં મતદારયાદીમાંથી કમી કરવાનો મુદ્દો ટોક ઓફ ધ બિહાર સ્ટેટ બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial