Advertisement
Author: નોબત સમાચાર

રાજ્ય સરકારના શોષણની છૂટ આપતા વટહુકમ સામે મજૂર મહાજન સંઘનો ઉગ્ર વિરોધઃ આંદોલન

કામના કલાકો વધારીને ૧ર કલાક કરવાના

                                                                                                                                                                                                      

જામનગર   તા. ર૯: તાજેતરમાં ગુજરાત સરકારે વટહકુમ બહાર પાડ્યો છે, જેમાં મજૂરો માટે કામના કલાકો ૮ કલાકથી વધારી ૧ર કલાક કરવાની છૂટ આપવામાં આવી છે. આ વટહુકમથી માલિકોને મજૂરોનું શોષણ કરવાનો કાયદેસરનો પરવાનો આપી દેવામાં આવ્યો છે.

દૈનિક કામના-૧ર કલાકની સીધી અસરો કામદારોની રોજગારીમાં તો ઘટાડો થશે જ ઉપરાંત પ્રદૂષણયુક્ત અને ઘોંઘાટવાળા કામના વાતાવરણને કારણે મકામદારનું સ્વાસ્થ્ય જોખમાશે અને અકસ્માતોનું પ્રમાણ પણ વધી જશે. મહિલાઓના જાતિય શોષણના કિસ્સાઓ રાજ્યમાં વધી રહ્યા છે, ત્યારે રાત્રિ પાળકબીમાં કામ કરતી મહિલાઓના રક્ષણ માટે જ જોગવાઈ કરવામાં આવી છકબે, તેનું પાલન થશે ખરૂ? જોગવાઈઓનું પાલન નહીં કરનારાની સામે ફોજદારી ગુનો દાખલ થશે ખરો? આ વટહુકમના એક તરફી નિર્ણયથી ગંભબીર લોકોના સાંબસારિક જીવન તથા સામાજિક જીવન પર પડશે. તેવી ગંભીર દહેશત છે.

અમદાવાદમાં સંગઠીત શ્રમિક હિત રક્ષક સંઘના ઉપક્રમે રાજ્ય સરકારના વટહુકમ અંગે ચર્ચા-વિચારણા કરવાનુંઆયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગરના મજૂર મહજન સંઘના જનરલ સેક્રેટરી પંકજભાઈ જોષીએ હાજરી આપી ચર્ચામાં ભાગ લીધો હતો. આ બેઠકમાં જો સરકાર ત્વરિત આ વટહુકમ પરત નહીં ખેંચે તો સમગ્ર રાજ્યમાં હેડ યુનિયનોની સંકલન સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh