Advertisement
Author: નોબત સમાચાર

નાઘેડીના પાટીયા પાસે મોટરની ટક્કરે ચઢી ગયેલા યુવાનને ઈજા

ત્રણ સપ્તાહ પહેલાં સર્જાયો હતો અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર નાઘેડી ગામના પાટીયા પાસે ત્રણ સપ્તાહ પૂર્વે એક યુવાનને મોટરે ટક્કર મારતા તેઓને ઈજા થયા પછી સારવારમાં ખસેડાયા છે. પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા નાઘેડી ગામના પાટીયા પાસેથી માધવ બાગ-રમાં રહેતા નરેશભાઈ હરદાસભાઈ ગોજીયા ગઈ તા.૧પની બપોરે પસાર થતા હતા.

આ વેળાએ તેઓને જીજે-૩૯-સીબી ૯૪૮૫ નંબરની સફેદ રંગની એક મોટરે ઠોકર મારી દીધી હતી. આ અકસ્માતમાં ઘવાયેલા નરેશભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી તેઓએ મોટરચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh