Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષામાં એક વિદ્યાર્થિનીના રૂમાલમાંથી કાપલી મળી

શહેરમાં પ્રથમ, જિલ્લામાં બીજો કોપી કેસ નોંધાયો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવી રહી છે. દરમ્યાન આજે ધો. ૧૦માં જામનગરમાં ગેરરીતિનો એક કેસ નોંધાયો હતો.  ધો. ૧૦માં આજે ગુજરાતીનુ પેપર લેવામાં આવ્યુ હતુ. જેમાં કુલ ૨૧૮૧ વિદ્યાર્થીઓમાંથી ૨૧૫૬ હાજર અને ૨૫ વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતાં. જયારે સંસ્કૃતમાં પુરોહિત્યમ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં તમામ ૪૨ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં.

દરમ્યાન જામનગરની પી.વી. મોદી હાઈસ્કૂલમાં બ્લોક નં. ૧૭૭માં એક વિદ્યાર્થિનીના રૂમાલમાંથી કાપલી મળી આવતા તેણી સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવ્યો હતો. બોર્ડની પરીક્ષામાં શહેરમાં પહેલો, જિલ્લામાં બીજો કોપી કેસ નોંધાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh