Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની અછત નિવારવા
ઓહિયો/નવી દિલ્હી તા. ૧૩: ઈરાન સંકટ દરમિયાન વિશ્વમાં ક્રૂડ ઓઈલની અછત નિવારવા ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના ૩ર સભ્ય દેશો પોતાના ઈમરજન્સી સ્ટોકમાંથી ૪૦ કરોડ બેરલ ક્રૂડ બજારમાં મૂકશે. ભારતે એજન્સીના આ નિર્ણયને આવકાર્યો છે.
ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ ગંભીર ચેતવણી આપી છે કે, ઈરાનના વધતા હુમલાઓને કારણે તેલ સપ્લાયમાં ઈતિહાસનો સૌથી મોટો અવરોધ આવીશકે છે.
ઓહિયોમાં વાતચીત દરમિયાન ટ્રમ્પે તેલના વધતા ભાવોને હળવાશથી લેતા કહ્યું કે, કિંમતો અમારી ધારણા કરતા ઓછી વધી છે અને ટૂંક સમયમાં તે એટલી ઓછી થઈ જશે કે કોઈને સમજાય પણ નહીં.
આ દરમિયાન બજારમાં તેલની અછતને પહોંચી વળવા માટે આઈઈએના ૧ર સભ્ય દેશોએ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેઓ પોતાના ઈમરજન્સી સ્ટોકમાંથી ૪૦ કરોડ બેરલ ક્રુ૯-ઓઈલ બજારમાં છોડવા માટે સંમત થયા છે. ભારત દ્વારા પણ આ પગલાંનું સ્વાગત કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનિય છે કે, ર૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા મધ્ય પૂર્વના સંઘર્ષને કારણે હોર્મુઝ સ્ટ્રેટ મારફતે થતો સપ્લાય ખરાબ રીતે પ્રભાવિત થયો છે. હાલમાં આ માર્ગે થતી તેલની નિકાસ યુદ્ધ પહેલાના સ્તરના માત્ર ૧૦ ટકાથી પણ ઓછી રહી ગઈ છે.
આઈઈએલના ઈતિહાસમાં આ છઠ્ઠી વખત છે જ્યારે સંકલિત રીતે ઈમરજન્સી ઓઈલ રિઝર્વનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અગાઉ ૧૯૯૧, ર૦૦પ, ર૦૧૧ અને ર૦રર માં આવા પગલાં લેવામાં આવ્યા હતાં.
હાલમાં સભ્ય દેશો પાસે ૧.ર અબજ બેરલથી વધુનો ઈમરજન્સી સ્ટોક ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ બજારમાં સ્થિરતા લાવવા માટે કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial