Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૫૪ સુર્યાસ્ત : ૬-૦૮
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક સુદ-૧૫ :
તા. ૦૫-૧૧-ર૦૨૫, બુધવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૩,
મુસ્લિમ રોજઃ ૧૩, નક્ષત્રઃ અશ્વિની,
યોગઃ સિદ્ધિ, કરણઃ વિષ્ટિ
તા. ૦૫ નવેમ્બરના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યાવસાયિક બાબતે આપની ક્ષમતા અનુસાર કામ-ઓર્ડર લેવા. સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગની તકલીફના લીધે કામમાં વિલંબ જણાય. સ્વાસ્થ્યની અસ્વસ્થતાને લીધે કામમાં ધ્યાન આપી શકો નહીં. યાત્રા-પ્રવાસમાં આયોજન કરતા ખર્ચ વધી જાય. વડીલવર્ગના આરોગ્ય-આયુષ્યની ચિંતા રહે. ભાઈ-ભાંડુ સાથે વાદ-વિવાદ, મનદુઃખથી સંભાળવું પડેે.
બાળકની રાશિઃ મેષ
કુંભ સહિત ત્રણ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતે સંભાળવું, ઘર-પરિવાર માટે દોડધામ રહે
Aries (મેષ: અ-લ-ઈ)
નોકરી ધંધાની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બનેેે. ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગનું કામકાજ રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૭
Taurus (વૃષભ: બ-વ-ઉ)
જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને સાનુકૂળતા થતી જાય. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૫
Gemini (મિથુન: ક-છ-ધ)
જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને બેચેની-વ્યગ્રતા અનુભવાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના યોગ બની શકે છે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૬
Cancer (કર્ક: ડ-હ)
માનસિક પરિતાપ-વ્યગ્રતામાં દિવસ પસાર થાય. કામમાં ઉતાવળ કરવી નહીં. વિચરોની અસમંજસતા રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૪
Leo (સિંહ: મ-ટ)
આપનો દિવસ સારો પસાર થાય. કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આવક જણાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૮
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કાર્યની સાથે આડોશ-પાડોશ, ભાઈ-ભાંડુ વર્ગ, સગા-સંબંધી વર્ગના કામકાજ અંગે વ્યસ્તતા રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૯-૬
Libra (તુલા: ર-ત)
દિવસની શરૂઆત સારી રહે પરંતુ ધીરે ધીરે આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. ઘર-પરિવારની ચિંતા રહે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૭-૪
Scorpio (વૃશ્ચિક: ન-ય)
જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત-શાંતિ થતા જાય. સંતાનના પ્રશ્ને ચિંતા-દોડધામ-ખર્ચ જણાય.
શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૬-૮
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કાર્યની સાથે મોસાળપક્ષ-સાસરીપક્ષના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. આકસ્મિક ખર્ચ થઈ શકે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯
Capricorn (મકર: ખ-જ)
દિવસના પ્રારંભે દોડધામ રહે. દિવસ પસાર થાય તેમ આપને રાહત થતી જાય. મિલન-મુલાકાત લાભદાયી રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૧
Aquarius (કુંભ: ગ-શ-સ)
જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં પ્રતિકૂળતા જણાય. સિઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૪
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેની સાથે થાય. જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપના કામમાં વ્યસ્ત થતા જાવ.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૬
												
											
											
											સુર્યોદય : ૬-૫૩ સુર્યાસ્ત : ૬-૦૮
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક સુદ-૧૪ :
તા. ૦૪-૧૧-ર૦૨૫, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૨,
મુસ્લિમ રોજઃ ૧૨, નક્ષત્રઃ રેવતિ,
યોગઃ વજ્ર, કરણઃ ગર
તા. ૦૪ નવેમ્બર ના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં સાનુકૂળતા રહે. સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. દેશ-પરદેશના કામમાં સાનુકૂળતા રહે. વડીલવર્ગના સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહે. ભાઈ-ભાંડુ સાથેના સંબંધોમાં સુધાર જણાય. સંતાનના કામ થાય. યાત્રા-પ્રવાસ ખર્ચાળ પૂરવાર થાય. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય.
બાળકની રાશિઃ મીન ૧૨.૩૫ સુધી પછી મેષ
												
											
											
											મીન સહિત બે રાશિના જાતકોએ તબિયત સાચવવી, કામમાં દોડધામ-શ્રમ રહે
Aries (મેષ: અ-લ-ઈ)
જુના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગ સાથે મિલન-મુલાકાત થતાં આપને આનંદ જણાય. યાત્રા-પ્રવાસ થાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૭-૧
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપ આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મિત્રવર્ગનો સાથ-સહકાર મળી રહેતા આનંદ થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૮-૫
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કાર્યની કદર પ્રશંસા થવાથી આનંદ અનુભવો. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૯
Cancer (કર્ક: ડ-હ)
આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. આપે આદેશ ઉશ્કેરાહટમાં આવ્યા વગર કામ કરવું.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૧-૬
Leo (સિંહ: મ-ટ)
આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સંતાનનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૫-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કાર્યની કદર સાથે કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય પરંતુ આનંદ રહે.
શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૩-૬
Libra (તુલા: ર-ત)
આપના યશ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૮
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ જણાય નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખવી હિતાવહ.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૮
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપની મહેનત, બુદ્ધિ, અનુભવ, આવડતથી કામનો ઉકેલ લાવી શકો. પરંતુ વાણીની સંયમતા રાખવી.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૯
Capricorn (મકર: ખ-જ)
આપના કામની સાથે બીજું કામ જાવી જતાં તથા અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૧-૪
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કાર્યની સાથે સંસ્થાકિય, જાહેરક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૬
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કામમાં પ્રતિકુળતા રહે. વાયરલ બીમારીથી સંભાળવું પડે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા રહ્યા કરે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૭-૪
												
											
											
											વૃશ્ચિક રાશિ સહીત ત્રણ રાશિને આવનારું સપ્તાહ ખર્ચાળભર્યું રહે, સ્વાસ્થ્ય સુધરે
Aries (મેષ: અ-લ-ઈ)
તમારા માટે સ્વાસ્થ્ય સુધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના જૂના રોગોમાંથી મુક્તિ મળતા શારીરિક તથા માનસિક સ્વસ્થતા પ્રાપ્ત થતી જણાય. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે ધારેલા લાભ માટે યોગ્ય સમયની રાહ જોવી પડે. વ્યાપારી વર્ગે હાલ મોટું આર્થિક રોકાણ ટાળવું. દાંપત્યજીવનમાં વાતાવરણ એકંદરે શાંતિમય રહે. વિદ્યાર્થી વર્ગને નવી રાહ, નવી દિશા પ્રાપ્ત થાય. સામાજિક, જાહેર જીવન ક્ષેત્રે માન-સન્માન પ્રાપ્ત થાય. શત્રુ-વિરોધીઓને પરાસ્ત કરી શકશો. તા.૩થી ૬ સ્વાસ્થ્ય સુધરે, તા.૭થી ૯ સાનુકૂળ.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના માટે તડકા-છાયા જેવી પરિસ્થિતિનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન કોઈ મહત્ત્વની વ્યક્તિ સાથે નજીવી બાબતે બોલચાલ થાય, જેના કારણે આપનું મન વિક્ષિપ્ત થઈ જાય. નાણાકીય બાબતે આપનું પૂરૃં ધ્યાન આર્થિક બાબતો પર રહેશે. આર્થિક લાભ મળવાની પૂર્ણ શક્યતા જણાય છે. વ્યાપાર-ધંધામાં તેજીના દર્શન થાય. સામાજિક ક્ષેત્રે શત્રુ-વિરોધીઓથી સાવચેત રહેવું. વ્યર્થ વાદ-વિવાદથી દૂર રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. તા.૩થી ૬ લાભદાયી, તા.૭થી ૯ વિવાદથી દૂર રહેવું.
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ માનસિક રીતે પ્રસન્ન રહી શકશો. ચિંતાઓ તથા જવાબદારીઓનો ભાર હળવો થતો જણાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પારિવારિક ક્ષેત્રે મિલકત-જમીન, મકાન અંગેના વિવાદનો સુખદ અંત આવે. નાણાકીય સ્થિતિ નબળી રહેવા પામે. સુખ-સગવડના સાધનો પાછળ નાણા ખર્ચવા આકર્ષાશો. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. તા.૩થી ૬ ખ ર્ચાળ, તા.૭થી ૯ આનંદાદાયી.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે ઉન્નતિકારક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને વ્યાપાર-ધંધા, રોજગાર ક્ષેત્રે લાભદાયી તકો પ્રાપ્ત થતી જણાય, જેથી આપ સફળતા તથા ઉન્નતિના શિખર સર કરી શકશો. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી પ્રોત્સાહન મળે. જેના કારણે આપનો આત્મવિશ્વાસ દૃઢ બને. આર્થિક સ્થિતિ સુખદ રહેવા પામે. આરોગ્ય બાબતે સમય નબળો પુરવાર થાય. યાત્રા-પ્રવાસ આનંદાદાયી પરંતુ ખર્ચાળ પુરવાર થાય. મિત્રથી લાભ થાય. તા.૩થી ૬ પ્રગતિકારક, તા. ૭થી ૯ પ્રવાસ.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે નવીન કાર્ય કરાવનાર સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે કોઈ નવીન અને મહત્ત્વની કામગીરી સંભાળી શકો. આવક વૃદ્ધિના માર્ગાે ખુલતા જણાય. આપની સુઝબુઝ દ્વારા ધારી સફળતા મળતા ઉત્સાહમાં વધારો થાય. કૌટુંબિક ક્ષેત્રે ભાઈ-ભાડું સાથે તકરાર મતભેદ ઊભા થઈ શકે છે. આરોગ્ય બાબતે સંભાળવું. આહાર-વિહારમાં કાળજી રાખવી હિતાવહ બની રહે. તા.૩થી ૬ સારી, તા.૭થી ૯ કાર્યબોજ ઘટે.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે મિલન-મુલાકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન કોઈ નવી વ્યક્તિ સાથેની મુલાકાત આપના વ્યાપારિક સંબંધો મજબુત કરી શકશે. યાત્રા-પ્રવાસ મજાનો પણ સાથે સાથે ખર્ચાળ પુરવાર થા. નોકરી-ધંધામાં આપની વૃદ્ધિ અને કૌશલ્યથી ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પારિવારિક સંબંધોમાં આપની ભાવનાઓ અને લાગણીઓ ઉપર કાબુ રાખવો. વ્યાપારી વર્ગ માટે સારી યોજના કે કાર્યનો અમલ કરવા માટે સમય શુભ જણાય. છે. તા.૩થી ૬ સારી, તા.૭થી ૯ મિલન-મુલાકાત.
Libra (તુલા: ર-ત)
તમારા માટે ભાવનાત્મક સૂચક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ સ્નેહીજનો, પરિવારજનો સાથે સુખરૂપ સ મય વિતાવી શકશો. અંગત સંબંધો વધુ ગાઢ બનતા જણાય. સાંસારિક જીવનની વીટંબણાઓમાંથી બહાર આવવાનો માર્ગ શોધી શકશો. નાણાકીય સ્થિતિ ડામાડોળ થતી જણાય. જમીન-મકાન અંગેના વિવાદનો નિકાલ લાવી શકશો. સામાજિક- જાહેર જીવન ક્ષેત્રે સંકળાયેલા જાતકો માટે સમય નબળો પુરવાર થાય. તા. ૩થી ૬ નાણાભીડ, તા.૭થી ૯ મિશ્ર.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના માટે ખર્ચાળ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ભૌતિક સુખ-સગવડ, ભોગ-વિલાસના સાધનો પાછળ નાણાનો ખર્ચ કરવા આકર્ષાશો. આર્થિક ક્ષેત્રે નાણાભીડનો સામનો કરવો પડી શકે છે. કૌટુંબિક સંબંધોમાં કોઈ વિવાદ હશે તો તેનો સુખદ અંત આવતા માનસિક ચિંતા હળવી બને. જમીન-મકાન-રહેઠાણને લગતી બાબતોમાં પરિણામ આપના પક્ષમાં આવી શકે. નોકરિયાત વર્ગને કાર્યના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. તા.૩થી ૬ શુભ, તા.૭થી ૯ ખર્ચાળ.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે કાર્યબોજ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન એક કરતા વધારે જવાબદારીઓને કારણે આપ સતત વ્યસ્ત રહેતા જણાવ. જો કે, તેનું મહેનતનું મીઠું ફળ પણ રાખી શકશો. વ્યાપાર- ધંધામાં તેજીના દર્શન થાય. ગૃહસ્થ જીવનમાં વડીલવર્ગ સાથે ઘર્ષણ ટાળવું. સંબંધોની ગરિમા જાળવતા શીખવું પડશે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું. આરોગ્ય ધીમે ધીમે સુધરતું જણાય. તા. ૩થી ૬ કાર્યબોજ, તા. ૭થી ૯ મધ્યમ.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે વાદ-વિવાદથી દૂર રહેવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ ત્રસ્ત બનતી જણાય. ઘર-પરિવારમાં નજીકના સંબંધો વણસતા જણાય. ક્ષમા કરવાની ભાવના કેળવશો તો મહદ્અંશે ફાયદામાં રહેશો. વ્યવસાય ક્ષેત્રે કોઈ નવી તક હાથમાં આવે. ધાર્યાે લાભ પ્રાપ્ત થતા આર્થિક સ્થિતિ મજબુત બને. સા માજિક જીવનમાં િ મલન-મુલાકાતના પ્રસંગો બને. કોઈ વગદાર વ્યક્તિ સાથેની મુલાકાત લાભકર્તા સાબિત થાય. તા. ૩થી ૬ લાભદાયી, તા.૭થી ૯ વિવાદ ટાળવા.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે આત્મમંથન કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ભવિષ્યની યોજનાઓને ધ્યાનમાં રાખી કાર્યક્ષેત્રે આગળ વધશો. વ્યવસાયિક ક્ષેત્રે સમય પરિવર્તનશીલ બને. સાથોસાથ કામનું ભારણ તથા જવાબદારીઓ પણ વધતી જણાય. નાણાકીય સ્થિતિ નહી નફો નહી નુકસાન સમાન બને. ભૌતિક સુખ-સગવડના સાધનોની ખરીદી થાય. સ્વાસ્થ્ય બાબતે સંભાળ લેવી જરૂરી બને. તા. ૩થી ૬ કાર્યબોજ, તા. ૭થી ૯ ખર્ચાળ.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે મધ્યમ ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની નાણાકીય સ્થિતિ તંગ બનતી જણાય. અણધાર્યા ખર્ચને કારણે આપની આર્થિક સ્થિતિ હાલક-ડોલક બને. આરોગ્ય ધીમે ધીમે સુધરતું જણાય. કૌટુંબિક સમસ્યા હશે તો નિરાકરણ લાવી શકશો. સ્નેહીજનો સાથે સમય પસાર કરવાનો અવસર પ્રાપ્ત થાય. સા માજિક જીવનમાં શત્રુ-વિરોધીઓ આપને નુકસાન પહોંચાડવામાં સક્રિય બને, જ મીન-મકાન, રહેઠાણને લગતા પ્રશ્નોનો હલ આવે. તા. ૩થી ૬ નાણાભીડ, તા. ૭ થી ૯ પારિવારિક કાર્ય થાય.
												
											
											
											સુર્યોદય : ૬-૧૩ - સુર્યાસ્ત : ૭-૩૩
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક સુદ-૧૩
તા. ૦૩-૧૧-ર૦૨૫, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ: ૨૧,
મુસ્લિમ રોજઃ ૧૧, નક્ષત્રઃ ઉત્તર ભાદ્રા,
યોગઃ હર્ષણ, કરણઃ કૌલવ
તા. ૦૩ નવેમ્બર ના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપે આપના સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી રાખવી નહીં. સમયાંતરે ડોક્ટરની સલાહ લેવી જરૂરી બની રહે. નોકરી-ધંધામાં આવેશ-ઉશ્કેરાહટમાં આવ્યા વગર ધીરજ અને શાંતિથી કામ લેવું. ઉતાવળીયા નિર્ણયો કરવા નહીં. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખના લીધે કામમાં મન લાગે નહીં. વિદ્યાર્થીવર્ગને મહેનતના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત થાય.
બાળકની રાશિઃ મીન
												
											
											
											મેષ સહિત બે રાશિના જાતકોને તબિયત અંગે સાચવવું, સંતાનના પ્રશ્ન અંગે ચિંતા રહે
Aries (મેષ: અ-લ-ઈ)
દિવસ દરમ્યાન આ૫ને સુસ્તી-બેચેની રહ્યા કરે. આરોગ્યની કાળજી રાખીને બહારૂ ખાવા-પીવામાં સાવધાની રાખવી.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૮-૬
Taurus (વૃષભ: બ-વ-ઉ)
જુના મિત્ર-સ્વજન-સ્નેહી સાથે આકસ્મિક મુલાકાત થવાથી આનંદ અનુભવો. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૯-૫
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગનાં કામમાં વ્યસ્ત રહેવાનું થાય. દોડધામ-શ્રમ જણાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૩
Cancer (કર્ક: ડ-હ)
આપના કાર્યમાં સાનુકૂળતા મળી રહે. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૭
Leo (સિંહ: મ-ટ)
આપે આવેશ-ઉશ્કેરાહટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ જણાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૧-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. પત્ની-સંતાન આપને મદદરૂપ થવાના પ્રયત્ન કરે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૯
Libra (તુલા: ર-ત)
આપના કુટુંબ પરિવાર સાથે આનંદ-ઉત્સાહમાં દિવસ પસાર કરી શકો. આપના કાર્યનો ઉકલે આવતા રાહત રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૮-૪
Scorpio (વૃશ્ચિક: ન-ય)
ભાઈ-ભાંડુવર્ગ, સગા-સંબંધીવર્ગ, આડોશ-પાડોશના કામકાજ અંગે વ્યસ્તતા રહે. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં સાચવવું.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૫
Capricorn (મકર: ખ-જ)
આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. સંતાનનો સાથ-સહકાર મળી રહેતા રાહત જણાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
દિવસ દરમ્યાન આપના કાર્ય સાથે બીજું કોઈ કામ આવી જતા આપના કાર્યભારમાં વધારો થાય ખર્ચ જણાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૮-૩
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના અગત્યના કામનો ઉકેલ આવતો જાય. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાતથી આનંદ રહે.અન્યનો સહકાર મળી રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૭-૫
												
											
											
											સુર્યોદય : ૬-૫૨ - સુર્યાસ્ત : ૬-૦૯
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક સુદ-૧૧ ઃ
તા. ૦૨-૧૧-ર૦૨૫, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ ઃ ૫૧૨૭, પારસી રોજ ઃ ૨૦,
મુસ્લિમ રોજઃ ૧૦, નક્ષત્રઃ પૂર્વ ભાદ્રા,
યોગઃ વ્યાઘાત, કરણઃ બવ
તા. ૦૨ નવેમ્બર ના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નાણાકિય સુખાકારી મધ્યમ રહે. આવકનું પ્રમાણ જળવાઈ રહે. નવા નાણાકિય જોખમો કરવા નહીં. વ્યાવસાયિક દૃષ્ટિએ કેટલાક સગત્યના કામ ઉકેલાય તો કેટલાક કામમાં આપને રૂકાવટ-મુશ્કેલીનો સામનો કરવો પડે. સંયુક્ત ધંંધામાં મુશ્કેલી ઊભી થાય. કોઈના પર આંધળો ભરોસો રાખવો નહીં. સંતાનના કામનો ઉકેલ આવતા આપને રાહત થતી જણાય.
બાળકની રાશિઃ કુંભ: ૧૧.૨૫ સુધી પછી મીન
												
											
											
											કર્ક સહિત બે રાશિના જાતકોને આર્થિક બાબતે ધ્યાન રાખવું, પરિવારમાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કામમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. પરદેશના કામમાં સાનુકૂળતા મળે. નોકર-ચાકરનો સહકાર રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૧-૬
Taurus (વૃષભ: બ-વ-ઉ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૭
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા આપના કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. હર્ષ-લાભ થાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૬
Cancer (કર્ક: ડ-હ)
આપના કામમાં પ્રતિકૂળતા જણાય. નાણાકિય લેવડ-દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી પડે. ઉચાટ રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૯-૪
Leo (સિંહ: મ-ટ)
માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા અનુભવાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૫
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. કામનો ઉકેલ આવે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૧-૪
Libra (તુલા: ર-ત)
આપના કામમાં સહકાર્યવર્ગ,નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. મિલન મુલાકાતથી આપને આનંદ રહે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૮-૨
Scorpio (વૃશ્ચિક: ન-ય)
ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં આપનું મન લાગે નહીં. વડીલવર્ગના સ્વાસ્થ્ય બાબતે દોડધામ-ખર્ચ જણાય.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૬-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૭-૪
Capricorn (મકર: ખ-જ)
સાસરીપક્ષ-મોસાળપક્ષના કામ અંગે દોડધામ-વ્યસ્તતા જણાય. સિઝનલ ધંધામાં આપે ગ્રાહકનું ધ્યાન રાખવું.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૫
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કાર્યમાં અન્યનો સાથ-સહકાર મળી રહે. રાજકિય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૪-૧
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક કાર્યમાં ધ્યાન રાખવું.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૮
												
											
											
											સિંહ સહીત ત્રણ રાશિને આવનારા સપ્તાહમાં આર્થિક તંગી, કામનું ભારણ રહે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાણાકીય બાબતે આર્થિક રોકાણ માટે સમય શુભ જણાય છે. આપ આપના વ્યાપાર-ધંધામાં નવી દિશામાં આગળ વધી શકશો. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે સંકળાયેલા જાતકોને મિલન-મુલાકાત ફળદાયી પૂરવાર થાય. પારિવારિક ક્ષેત્રે કડવાશ કે ગેરસમજ હશે તો દૂર થાય. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. યાત્રા-પ્રવાસ સુખદાયક પૂરવાર થાય. મિત્રોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. તા. ર૭ થી ૩૦ પરિવર્નશીલ. તા. ૩૧ થી ર સાનુકૂળ
Taurus (વૃષભ: બ-વ-ઉ)
તમારા માટે પારિવારિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદ આપની મનોકામના પૂર્ણ કરી શકશે. ઘર-પરિવારના અધુરા કાર્યો પૂરા કરવા માટે આપ સક્રિય બનતા જણાવ. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમેધીમે દૂર થતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે નાણાકીય બજેટ હાલક-ડોલક થતું જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. યાત્રા-પ્રવાસ આનંદદાયી, પરંતુ ખર્ચાળ પૂરવાર થાય. તા. ર૭ થી ૩૦ પારિવારિક કાર્ય થાય. તા. ૩૧ થી ર સારી.
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના માટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કૌટુંબિક ક્ષેત્રે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતા કરાવી શકે છે. આર્થિક દૃષ્ટિએ આપ સક્ષમ અને સુદૃઢ બની શકશો. રોકાયેલા નાણા પરત મળતા રાહતનો અનુભવ થાય. વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી શકશો. નોકરિયાત વર્ગે કાર્યાલયમાં પોતાના સહકર્મચારી કે ઉપરી અધિકારી સાથે સંભાળપૂર્વકનું વલણ અપનાવવું. શત્રુ વિરોધીઓથી સાવચેતી રાખવી. તા. ર૭ થી ૩૦ ઠીકઠાક. તા. ૩૧ થી ર સફળતાદાયક.
Cancer (કર્ક: ડ-હ)
તમારા માટે ભાગ્યબળ વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ભાગ્યદેવી રીઝતા જણાય. ભૂતકાળમાં આપે કરેલ મહેનત અને પરિશ્રમનું ફળ આપના પ્રાપ્ત થતું જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ, જવાબદારીઓ વધતી જણાય. વડીલોપાર્જિત મિલકત અંગેના વિવાદોનો નિકાલ લાવી શકો. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરે. ઋતુગત બીમારીથી પરેશાની રહી શકે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં રૂચિ વધતી જણાય. તા. ર૭ થી ૩૦ શુભ. તા. ૩૧ થી ર સામાન્ય.
Leo (સિંહ: મ-ટ)
આપના માટે નાણાભીડનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની નાણાકીય સ્થિતિ કથળતી જણાય. બિનજરૂરી ખર્ચ ટાળવાથી મહિનાના બજેટને હાલક-ડોલક થતા બચાવી શકશો. આરોગ્યમાં સુધાર આવતો જણાય. રોગો-તકલીફોમાંથી મુક્તિ મળતા રાહતનો અનુભવ થાય. સાંસારિક જીવનમાં પરિવારજનોનો સહકાર પ્રાપ્ત થાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. શત્રુ વિરોધીઓ બળવાન બનતા જણાય. તા. ર૭ થી ૩૦ સ્વાસ્થ્ય સુધરે. તા. ૩૧ થી ર આર્થિક તંગી
Virgo (કન્યા: પ-ઠ-ણ)
તમારા માટે કામનું ભારણ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વધારે પડતા કાર્યબોજને કારણે આપ માનસિક રીતે ત્રસ્ત બનતા જણાવ. આર્થિક સ્થિતિ મજબૂત બનતા ખર્ચાઓને નિવારવા સક્ષમ બનશો. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. આપના કાર્યો તથા પ્રયાસોને વખાણવામાં આવે. તબિયત અંગે કાળજી રાખવી જરૂરી બને. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું. વડીલ વર્ગ સાથે બોલાચાલી ટાળવી. તા. ર૭ થી ૩૦ કાર્યબોજ વધે. તા. ૩૧ થી ર મધ્યમ.
Libra (તુલા: ર-ત)
તમારા માટે સંભાળ તથા શાંતિથી કાર્ય કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાણાકીય ક્ષેત્રે નાની-મોટી ઉથલ-પાથલ થવાની પૂર્ણ શક્યતા જણાય છે. લોભામણી તથા લાલચભરી વાતોથી અળગા રહેવું. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને વિશેષ ધ્યાન રાખવું. ઘર-પરિવારમાં વાતાવરણ એકંદરે શાંત તથા સુખમય રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. આર્થિક કાર્યો કે માંગલિક કાર્યોમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થાય. તા. ર૭ થી ૩૦ શુભ. તા. ૩૧ થી ર સંભાળ રાખવી.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના માટે માનસિક શાંતિનો અનુભવ કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ પ્રસન્નતાભરી રહેવા પામે. પરિવારજનો સાથે સમય આનંદપૂર્વક પસાર થાય. ભૌતિક સુખ-સગવડના, ભોગ-વિલાસના સાધનો પાછળ સમય અને નાણાનો વ્યય થતો જણાય. વ્યાપાર-વ્યવસાયમાં મંદીના દર્શન થાય. ધાર્યો લાભ મેળવવા હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ-સંગાથ મળી રહે. સામજિક-જાહેરજીવન ક્ષેત્રે સાવધાનીપૂર્વક વ્યવહાર કરવો. તા. ર૭ થી ૩૦ આનંદિત. તા. ૩૧ થી ર લાભદાયી.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે સુખમય પરિસ્થિતિનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન લાંબા સમયથી ચાલી આવતી તકલીફોમાંથી બહાર આવવાના રસ્તા મળે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતા રાહતનો અનુભવ થાય. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ તરફથી લાભ થાય. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને કામના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. વિદ્યાર્થી વર્ગ માટે ઈચ્છિત ફળ મેળવવા માટે મહેનત કરવી પડે. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય. તા. ર૭ થી ૩૦ સુખદ. તા. ૩૧ થી ર સ્વાસ્થ્ય સાચવવું.
Capricorn (મકર: ખ-જ)
તમારા માટે સામાજિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના દ્વારા કોઈ મહત્ત્વનું કાર્ય સંપન્ન થાય, જેના કારણે આપની માન-પ્રતિષ્ઠા-આબરૂમાં ચાર ચાંદ લાગી જાય. આપના કાર્યક્ષેત્રે આપ વ્યસ્ત બનતા જણાવ. મોજ-શોખ પાછળ નાણાનો વ્યય શક્ય બને. ધંધા-વ્યવસાય-નોકરીમાં પ્રગતિ-ઉન્નતિ જોવા મળે. સંતાનના અભ્યાસ અને આરોગ્ય બાબતે ચિંતા રહ્યા કરે. મિત્રોનો સાથ-સહકાર રહે. તા. ર૭ થી ૩૦ વ્યસ્તતા રહે. તા. ૩૧ થી ર સામાન્ય.
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના માટે મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના મહત્ત્વના નિર્ણય લેવામાં થાપ ખાઈ શકો છો. હકીકત અને કલ્પનાની વચ્ચે અટવાતા જણાવ. આર્થિક રોકાણ તથા મિલકતની ખરીદીમાં સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ, માતા-પિતા તરફથી સહકાર તથા સ્નેહ પ્રાપ્ત કરી શકશો. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. તા. ર૭ થી ૩૦ આરોગ્ય સુધરે. તા. ૩૧ થી ર સાવધાની રાખવી.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
તમારા માટે તબિયત સાચવવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી આવશ્યક બની રહે અન્યથા ડોક્ટરની પરાણે મુલાકાતે જવું પડી શકે છે. વેપારી વર્ગને નવી ધંધાકીય ખરીદી શક્ય બને. સામાજિક ક્ષેત્રે ગુમાવેલી નામના-કીર્તિ પરત મેળવી શકશો. ભાઈ-બંધુ સાથે કોઈ વિવાદ હશે તો તેનો સુખદ નિકાલ આવી શકશે. મિત્રથી લાભ થાય. વડીલ વર્ગના આશીર્વાદ લાભ અપાવી જાય. યાત્ર-પ્રવાસ દરમિયાન સાવધાની રાખવી. તા. ર૭ થી ૩૦ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૩૧ થી ર લાભદાયી.