Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લાના અનુ.જાતિ ખેડૂતો જોગઃ
ખંભાળીયા તા. ૨૪: ખેતીવાડી ખાતાની એજીઆર-૪ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે કૃષિ સહાય કાર્યક્રમ યોજના અંતર્ગત યોજનામાં લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની થાય છે. ચાલુ વર્ષે સરકાર દ્વારા પોર્ટલમાં સુધારા-વધારા કરી આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ લોન્ચ કરવામાં આવેલ છે. સદર યોજના અંતર્ગત નિદર્શન ઘટક માટે અગાઉ તા. ૧૮-૬-૨૫ થી તા. ૧-૭-૨૫ (૧૪ દિવસ) સુધી પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ હતું. પરંતુ ફાળવવામાં આવેલ લક્ષ્યાંક સામે એજીઆર-૪ અનુસૂચિત જાતિના ખેડૂતોની યોજના અંતર્ગત ઓછી અરજીઓ થવા પામેલ જેતી ફરીથી પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે. જે અન્વયે એજીઆર-૪ યોજના હેઠળ નિદર્શન ઘટકમાં ખેડૂતો માટે આઈ-ખેડૂત-૨.૦ પોર્ટલ ઓનલાઈન અરજી કરવા માટે વર્ષ ૨૦૨૫-૨૬ માટે ફરીથી તા. ૧૯-૭-૨૫ થી તા. ૧૫-૯-૨૫ સુધી પુનઃ ખુલ્લું મુકવામાં આવેલ છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial