Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઔર ભી ઊંચે અરમાન હૈ, યહ તો બસ પહલી ઊડાન હૈ
જામનગર તા. ર૪: જામનગરના સડોદરના વતની જોષી પરિવારની આર્શવી જોષી અભિનય સાધના વડે ટેલિવિઝન ક્ષેત્રે ઝળહળી રહી છે. તાજેતરમાં 'કલર્સ ગુજરાતી' પર આરંભ થયેલ ખ્યાતનામ સિરિયલ 'કંકુ રંગ પારકો'માં 'કંકુ' તરીકે મુખ્ય ભૂમિકા નિભાવી આર્શવીએ નગરને કલાક્ષેત્રે ગૌરવ અપાવ્યું છે.
સડોદરના શ્રી રામ મંદિરના પૂજારી તથા સંચાલક જનકરાય શાંતિલાલ જોષી-'જનક અદા'ની પૌત્રી તથા નગરના જાણીતા જ્યોતિષાચાર્ય (નિયતિ જ્યોતિષ કાર્યાલય) હિમાંશુભાઈ જોષીની ભત્રીજી અને દુબઈ સ્થિત હિતેષભાઈ જોષી અને મુંબઈ સ્થિત દિપાબેન જોષીની પુત્રી આર્શવીએ છત્તીસગઢના રાયગઢ તથા મહારાષ્ટ્રના પૂણેમાંથી ઉચ્ચ અભ્યાસ સુધીનું શિક્ષણ મેળવી પૂણેની ખ્યાતનામ નાટ્ય સંસ્થા 'સ્વતંત્ર થિયેટર્સ'માં આરંભિક કાળમાં અભિનયના પાઠ ભણ્યા છે તેમજ છત્તીસગઢના ખ્યાતનામ કથ્થક ગુરૂ શ્રી શરદ વૈષ્ણવ (રાયગઢ ઘરાના) પાસેથી આઠ વર્ષ કથ્થકની તાલીમ પણ મેળવી છે. વિવિધ નોંધપાત્ર નાટકમાં ભૂમિકાઓ ભજવ્યા પછી આર્શવીંએ સ્ટાર પ્લસ પર આવતી 'જનક' સિરિયલમાં 'સુમી'નું પાત્ર ભજવી સૌનું ધ્યાન ખેંચ્યું હતું જે પછી હવે કલર્સ ગુજરાતીની 'કંકુ રંગ પારકો'માં કંકુનું મુખ્ય પાત્ર ભજવી ઘરે ઘરે લોકપ્રિયતા મેળવી રહી છે. આર્શવી ટેલિવિઝનમાં કામ કરવા ઉપરાંત ફિલ્મોમાં પણ આગળ વધવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial