Advertisement
Author: નોબત સમાચાર

વીબી-જી રામ જી- કાયદા હેઠળ કામ માંગ્યા પછી રોજગાર ન મળે તો બેરોજગારી ભથ્થુ ફરજિયાત

ડીઆરડીએ-દેવભૂમિ દ્વારકાના નિયામક હેતલ જોશીએ આપી વિસ્તૃત માહિતી

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૩: ડીઆરડીએ-દેવભૂમિ દ્વારકાના નિયામક હેતલ જોશીએ જણાવ્યું હતું કે વીબી-જી રામ જી કાયદો રોજગારીથી સમૃદ્ધિ સુધી ગ્રામીણ પરિવર્તનની દિશામાં મક્કમ કદમ છે. હવે ૧૦૦ દિવસના સ્થાને મળશે ૧૨૫ દિવસના રોજગારની ગેરંટી મળે છે. કાયદાની જોગવાઈઓ અનુસાર સાપ્તાહિક ધોરણે અથવા કોઈપણ સંજોગોમાં કામ પૂર્ણ થયાના પંદર દિવસની અંદર વેતનની ચૂકવણી ફરજિયાત છે. વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) માટે ગેરંટી કાયદો ગ્રામીણ પરિવારોના આર્થિક સશક્તિકરણ તરફ મહત્ત્વપૂર્ણ છે.

ભારત સરકાર દ્વારા ગ્રામીણ વિકાસને નવી દિશા આપવા માટે તેમજ ગ્રામીણ પરિવારોને સશક્ત આજીવિકાની સુરક્ષા મળી રહે અને  ગ્રામીણ માળખાગત સુવિધાઓ મજબૂત બને તે હેતુસર વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) માટે ગેરંટીઃ વીબી-જી રામ જી (વિકસિત ભારત-જી રામ જી) કાયદો અમલમાં મૂકવામાં આવેલો છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી હેતલ જોશીએ વીબી-જી રામ જી કાયદા વિશે વિસ્તૃતમાં માહિતી આપી  કાયદા અંતર્ગતના પ્રાવધાન, વિશિષ્ટ અધિકારો, બેરોજગારી ભથ્થા સહિત ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને રોજગારના મહત્તમ અવસરો પૂરા પાડવા પ્રતિબદ્ધતા દાખવી હતી.

કાયદાની રૂૂપરેખા આપતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રીએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) માટે ગેરંટી અંતર્ગત સંસદમાં કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા દ્વારા દેશના ગ્રામીણ પરિવારો માટે રોજગારલક્ષી પગલું લેવામાં આવ્યું છે. જે ગ્રામીણ રોજગાર નીતિના પરિવર્તનમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ  છે. આ કાયદો ગ્રામીણ પરિવારો માટે નાણાકીય વર્ષ દીઠ વૈધાનિક વેતન રોજગાર ગેરંટી ૧૦૦ દિવસથી વધારીને ૧૨૫ દિવસ કરે છે અને સશક્તિકરણ, સર્વ સમાવેશક વૃદ્ધિ, વિકાસલક્ષી પહેલોને આગળ વધારવાનો પ્રયાસ કરે છે, જેનાથી સમૃદ્ધ અને આત્મ નિર્ભર ગ્રામીણ ભારતનો પાયો મજબૂત થાય છે.

આ કાયદો છે એમાં ખાસ સુધારા દ્વારા લોકોને સક્ષમ બનાવવામાં આવે છે તેમને રોજગારી વધુ સારી રીતે મળી રહે તેની ગેરંટી આપવામાં આવે છે. કુલ ૧૦૦ દિવસના બદલે સુધારો કરીને ૧૨૫ દિવસની કુટુંબને રોજગારી મળે તેની કાનૂની ગેરંટી આ અધિનિયમમાં આપવામાં આવી છે, આ કાયદો સાપ્તાહિક ધોરણે અથવા કોઈપણ સંજોગોમાં કામ પૂર્ણ થયાના પંદર દિવસની અંદર વેતનની ચૂકવણી કરવાનું ફરજિયાત બનાવે છે. નિયત સમયગાળા પછીના વિલંબના કિસ્સામાં, વિલંબનું વળતર નિર્ધારિત જોગવાઈઓ અનુસાર ચૂકવવાપાત્ર રહેશે જે વેતન સુરક્ષાને સુનિશ્ચિત કરે છે અને કામદારોને વિલંબથી બચાવે છે. બેરોજગારી ભથ્થું પણ વધુ સચોટતાથી મળે તે માટે પણ કાયદામાં પ્રાવધાન કરવામાં આવ્યું છે.

કાયદાની પદ્ધતિસર માળખા વિશે જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, હવે કામ માંગ્યા બાદ જો રોજગાર ન મળે તો બેરોજગારી ભથ્થું આપોઆપ ચૂકવવામાં આવશે. તેમજ પંચાયતી રાજ સંસ્થાઓને સક્ષમ બનાવી અને તેઓ પોતે પોતાના કામો નક્કી કરી શકે તેવો પણ તેમને અધિકાર આપવામાં આવ્યો છે. મુખ્યત્વે જળ સુરક્ષા અને સંરક્ષણ, ગ્રામીણ માળખાકીય સુવિધાઓ, આજીવિકા વૃદ્ધિ અને આબોહવા પરિવર્તન અને પ્રતિકૂળ હવામાન સામે પ્રતીકારકતાના કામોનો સમાવેશ થાય છે.

વીબી-જી રામ જી કાયદો ૨૦૨૫ થકી ગામના સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ લોકો માટે રોજગારીની વૃદ્ધિ સારી તકોનું નિર્માણ થાય તે માટે પ્રયત્નશીલ છે. ઉપરાંત, આ અધિનિયમમાં રાજ્ય સરકારને વાવણી અને લણણી સંબંધિત મુખ્ય કૃષિ પ્રવૃતિઓ માટે કુલ ૬૦ દિવસની અવધિ નિર્ધારિત કરવામાં આવી છે જેમાં આ અધિનિયમ હેઠળના કામોનું અમલીકરણ કરવામાં આવશે નહીં. જે કૃષિ ઉત્પાદકતા અને કામદારોની સુરક્ષા બંનેને ટેકો આપતું સંતુલન સુનિશ્ચિત કરે છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સેમી ક્રિટિકલ વિસ્તાર ભાણવડ અને ખંભાળિયામાં ૪૦ ટકા જળસિંચાઈ કામો ફરજિયાત કરવાના રહેશે. આ કાયદા દ્વારા ગામના તમામ લોકોને પોતાની રોજગારી મેળવવાનો હક છે, તેમને રોજગારી મળે અને સાથે-સાથે તેમને જે ચૂકવણું છે એ પણ સમયસર થાય અને કોઈ સંજોગોમાં કામ ન મળી શકે અથવા ગ્રામ પંચાયત ન આપી શકે તો તેને એ રીતે બેરોજગારી ભથ્થાનું પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh