Advertisement
Author: નોબત સમાચાર

નેપાળમાં પેસેન્જર બસ નદીમાં ખાબકતા ૧૮ મુસાફરોના મૃત્યુઃ ર૭ ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં

ત્રિશૂલી નદીમાં ખાબકેલી બસનો કડુસલોઃ

                                                                                                                                                                                                      

કાઠમંડુ તા. ર૩: નેપાળમાં એક પેસેન્જર બસ નદીમાં પડતા ૬ મહિલાઓ સહિત ૧૮ લોકોના મૃત્યુ થયા છે. પોખરાથી કાઠમાંડુ જતી આ બસ ત્રિશૂલી નદીમાં ખાબકી જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સાતેક લોકોને ઈજા થઈ છે. બસનો તદ્ન કડુસલો બોલી ગયો છે.

આજે સવારે નેપાળમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ધાડિગમાં પોખરાથી કાઠમંડુ જતી એક બસ ત્રિશૂલી નદીમાં ખાબકી પડતા ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થયા છે. બેની ઘાટરોંગા ગ્રામીણ મ્યુનિસિપાલિટીના વોર્ડ ૩ મા ચરાઉંડી નજીક ચિન્નાધારામાં બસ નદીમાં ખાબકી હતી.

ધાડિંગ જિલ્લા ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મૃત્યુઆંક વધીને ૧૮ થયો છે. કુલ ર૭ મુસાફરો ઘાયલ થયા છે. અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે અકસ્માતમાં છ મહિલાઓ અને એક પુરૂષના મોત થયા છે. આઠ મહિલાઓ, અઢાર પુરુષો અને એક સગીર છોકરી સહિત કુલ ર૭ ઘાયલ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે અને સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે.

બસ પૃથ્વી હાઈવે પર મુસાફરી કરી રહી હતી, ત્યારે ધાડિંગ જિલ્લાના બેનીઘાટ રોરાંગ ગ્રામીણ મ્યુનિસિ પાલિટી-પ ના ભૈસેપતિ વિસ્તાર નજીક રાત્રે ૧ વાગ્યે બસ રસ્તા પરથી પલટી ગઈ હતી. આ ઢાળથી લગભગ ૩૦૦ મીટર નીચે પડી ગઈ હતી અને નદી કિનારે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. બસનો કડુસલો બોલી ગયો હતો.

નેપાળી સેના, સમગ્ર પોલીસ દળ, નેપાળ પોલીસ અને સ્થાનિક રહેવાસીઓની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાત્રિના સમયે બનેલી ઘટનાએ બચાવ કાર્યને મુશ્કેલ બનાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh