Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નેપાળમાં રહી ફેસબુક પર વીડિયો મૂકતો હોવાની ચર્ચાઃ
જામનગર તા. ૧૭ઃ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય તથા એક બિલ્ડરે ફેસબુક સોશિયલ મીડિયા પર પોતાની વિરૃદ્ધ ખોટી વિગતો સાથેની ક્લિપો રજૂ કરવામાં આવતી હોવાની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદોના પગલે બિલ્ડર પાસેથી રૃા.ર૩ લાખ ખંડણી પેટે માંગનાર શખ્સ અને આઈડીધારકના પિતાની ધરપકડ કરાઈ હતી. પોતાના પિતાને જામીન પર છોડાવવા આઈડીધારક નેપાળથી જામનગર આવતા તેની ધરપકડ કરી પોલીસે આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ દ્વારા ગયા મહિને જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પોતાની વિરૃદ્ધ સોશિયલ મીડિયામાં ખોટી અને બદનક્ષી થાય તેવી પોસ્ટ મૂકી વિશાલ કણસાગરા નામની ફેસબુક આઈડી ધરાવતા શખ્સ સામે ફરિયાદ કરી હતી. તેવી જ રીતે સ્મિત પરમાર નામના બિલ્ડરે પણ પોતાની બદનામી થાય તેવી પોસ્ટ મૂકી વિશાલ કણસાગરા આઈડી પરથી મળેલા નંબરમાં ફોન કરાતા પરસોત્તમ પરમાર નામના શખ્સે રૃા.ર૩ લાખ ખંડણી પેટે માંગ્યાની ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત ગુન્હામાં સાયબર ક્રાઈમ પોલીસે શરૃ કરેલી તપાસમાં પરસોત્તમ પરમાર તથા હેમત કણસાગરા નામના શખ્સની ધરપકડ કરાઈ હતી અને રિમાન્ડ લેવામાં આવ્યા હતા. તે દરમિયાન ઉપરોક્ત આઈડીના ધારક વિશાલ કણસાગરાએ પોતાના પિતા હેમતલાલ કણસાગરાને જામીન મુક્ત કરાવવા માટે નેપાળથી ભારત તરફ પ્રયાણ કર્યું હતું.
ઉપરોક્ત શખ્સ આવી રહ્યો છે તેવી બાતમીના આધારે સાયબર ક્રાઈમ પોલીસે લોકેશન ટ્રેસ કરી વિશાલ કણસાગરાની ધરપકડ કરી છે. આ શખ્સનો મોબાઈલ કબજે લેવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૃપે આ શખ્સે પોતાના મોબાઈલમાંથી ઉપરોક્ત વ્યક્તિઓ વિરૃદ્ધની ક્લિપો ડિલિટ કરી નાખી હતી. તેને રીકવર કરાવવા માટે સાયબર પોલીસ તજવીજ કરી રહી છે. આ શખ્સને આઠ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વિશાલ કણસાગરા સામે જુદા જુદા ૧૧ ગુન્હા નોંધાયેલા છે. આ શખ્સ પોતાની ફેસબુક આઈડી નેપાળમાં રહીને ઓપરેટ કરતો હતો અને ગ્રામ્યના ધારાસભ્ય ઉપરાંત બિલ્ડર સહિતના વ્યક્તિઓ પાસેથી ખંડણી વસૂલવા કારસા રચતો હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial