Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજ પુરવઠા સંબંધિત ફરિયાદોમાં જામનગર જિલ્લો સૌરાષ્ટ્રમાં બીજા ક્રમે...
જામનગર તા. ૧૭ઃ મકરસંક્રાંતિ ના પર્વના દિવસે પતંગ દોરા ના કારણે હાલાર ના બન્ને જિલ્લામાં ૩૬૦ વિજ ફીડરો પ્રભાવિત થયા હતાં. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ ના ૧૩૦૦ ફીડરમાંથી ૩૬૦ ફીડરમાં વિજ વિક્ષેપ સર્જાયો હતો. કોઈ જાનહાનીના સમાચારો નથી. બન્ને જિલ્લામાં કાર્યરત ૯૨ ટીમ દ્વારા તમામ સ્થળોએ ત્વરિત મરામતની કામગીરી કરી લેવાતાં માત્ર છ કલાકમાં બંને જિલ્લામાં વિજ પુરવઠો પૂર્વવત બન્યો હતો.
હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મકરસંક્રાંતિના દિવસે પતંગ-દોરા ના કારણે ૧,૩૦૦ ફીડર માંથી ૩૬૦ ફીડરો પ્રભાવિત થયા હતા, અને વીજ વિક્ષેપ સર્જાયો હતો. જેની સામે વીજ તંત્ર દ્વારા બંને જિલ્લામાં ચાર ચાર કર્મચારીઓ સાથેની કુલ ૯૨ ટીમોને તૈયાર રાખવામાં આવી હતી, અને બન્ને જિલ્લામાં માત્ર છ કલાકના સમયગાળામાં જ તમામ ફોલ્ટ દૂર કરી લેવાયા હતા, અને વીજ પુરવઠો પૂર્વવત બન્યો હતો. સદભાગ્ય કોઈ મોટા અકસ્માત, નુકસાની કે જાનહાનીના અહેવાલો મળ્યા નથી.
જામનગર શહેરમાં મકરસંક્રાતિની અગાઉ વીજતંત્ર દ્વારા લોકોને ખાસ કરીને પતંગ શોખીનોને એવો અનુરોધ કરવામાં આવ્યો હતો કે, પતંગ ચગાવતી વખતે પતંગની દોર વીજવાયરોમાં ફસાઈ ન જાય તેનું ધ્યાન રાખવું અને વીજ અકસ્માત ન સર્જાય તેની કાળજી લેવી. દરમ્યાન, મકરસંક્રાંતિ પર્વ પર જામનગર શહેર કે જિલ્લામાં કયાંય પતંગને કારણે વીજ અકસ્માત સર્જાયો નથી, કોઈ જાનહાનિ થઈ નથી. એ સારી બાબત છે.
તેમ છતાં હાલાર ના બન્ને જિલ્લાઓમાં અનેક સ્થળો પર પતંગની દોર જિવંત વીજ વાયરોમાં ફસાઈ જતાં અને શોર્ટ સર્કિટ થતાં તથા અમુક જગ્યાએ ટ્રાન્સફોર્મરમાં પણ ફોલ્ટ સર્જાતા વીજ વિક્ષેપ થયો હતો.
હાલારના બંને જિલ્લાઓમાં કુલ ૧,૩૦૦ જેટલા વીજ ફીડરો આવેલા છે, જે પૈકી ૩૬૦માં વીજ ફોલ્ટ સર્જાયો હતો. બંને જિલ્લા માટે કુલ ૯૨ ટીમ કાર્યક્રમ બનાવી હતી, અને દોડતી કરાવાઈ હતી. ક્યાંક વાયરમાં પતંગો, દોર વગેરે ફસાઈ જવાના કારણે ફોલ્ટ સર્જાયો હતો. કુલ છ કલાકના સમયગાળા દરમિયાન તમામ ફોલ્ટ દૂર કરી લેવાયા હતા, અને મોટાભાગે વીજ પુરવઠો પૂર્વવત બની ગયો હતો. જોકે ક્યાંય જાનહાની કે નુકસાનીના અહેવાલો મળ્યા નથી.ગત ૧૪મી જાન્યુઆરીએ સમગ્ર સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં પતંગને કારણે ૧,૩૨૬ ફોલ્ટ સર્જાયા. જે પૈકી સૌથી વધુ ૪૬૧ ફરિયાદો રાજકોટમાં નોંધાઈ. અને વીજપૂરવઠાની સૌથી ઓછી ૭ ફરિયાદ પોરબંદરમાં થઈ છે. જામનગર ૨૩૦ ફરિયાદ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં બીજા ક્રમ પર રહૃાું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial