Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટની હદમાં પ્રવેશતા
જામનગર તા. રરઃ રાજકોટ પોલીસ વિભાગ દ્વારા જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાહનોને રાજકોટની હદમાં પ્રવેશવાના સ્થાને/પોઈન્ટ ઉપર ભારે પરેશાન કરવામાં આવી રહ્યા છે.
જામનગર-રાજકોટ માર્ગ પર દસ-બાર કિ.મી. દૂરથી જ પોલીસ કાફલો ગોઠવાયેલો હોય છે અને જીજે-૧૦ કે જીજે-૩૭ ના નંબર પાસીંગવાળા વાહનો (ખાસ કરીને મોટરકાર) ને રોકવામાં આવે છે. ડ્રાઈવરે સીટ બેલ્ટ બાંધેલો નથી, બાજુમાં બેસેલ વ્યક્તિએ સીટ બેલ્ટ બાંધ્યો નથી, લાયસન્સ, આરસી બુક, ઈન્સ્યોરન્સ જેવા કાગળો ચેક કરવા, પીયુસી નથી, આગળની હેડ લાઈટમાં પીળો પટ્ટો નથી, વધુ લોકો બેઠા છે જેવા કોઈને કોઈ બહાને રૂ. પ૦૦-૧૦૦૦ જેવો દંડ ફટકારે છે. એટલું જ નહીં, આ કાર્યવાહી કરવા માટે સારા-નરસા પ્રસંગે, કામકાજ માટે જતા લોકો, એરપોર્ટ પર સમયસર પહોંચવા માંગતા લોકોને ૧પ-ર૦ મિનિટનું વધુ સમય સુધી રોકી રાખવામાં આવે છે, અને તેમાંય વધુ વાહનો હોય તો વધુ સમય બગડે છે.
જામનગર, દેવભૂમિ દ્વારકા જ નહીં, હમણાં રાજકોટના આસપાસના અન્ય શહેરો-જિલ્લાના લોકોએ પણ રાજકોટ પોલીસ દ્વારા રાજકોટમાં પ્રવેશવાના માર્ગો પર હેરાનગતિ થઈ રહી હોવાની ઉગ્ર રજૂઆતો કરી છે.
રાજકોટ પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારના અન્ય જિલ્લાઓ પ્રત્યેના ભેદભાવભર્યા અને તોડબાજીના દૂષણને દૂર કરવા માગણી છે. દરેક લોકોને ચોક્કસ સમયે નિર્ધારિત સ્થળે, શહેર-ગામમાં જવા-આવવાનું હોય ત્યારે આ પ્રકારની હેરાનગતિ થતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
સૌથી નવાઈની વાત એ છે કે અમદાવાદ કે અન્ય શહેરો તરફથી હાલાર તરફ આવતા વાહનોને કોઈ રોકતું નથી. આ સમસ્યાના ઉકેલ માટે રાજકોટ પોલીસને યોગ્ય નિર્દેશ સૂચના આપવા અને લોકોની પરેશાની દૂર કરવા જામનગરના પૂર્વ ડે. મેયર પ્રવિણ માડમ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial