Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત રાજ્ય માધ્યમિક-ઉ.માધ્યમિક શૈક્ષણિક સંઘ દ્વારા
ખંભાળિયા તા. ર૦: રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉ.મા. શાળાઓને રાજ્ય સરકાર દ્વારા મિશન સ્કૂલ ઓફ એક્સલેન્સ-ઝેડ અંતર્ગત શાળાઓને માળખાગત સુવિધા વધારવા ૮૦:ર૦ ના પ્રમાણમાં ૮૦ ટકા સરકાર ખર્ચ ભોગવે, ર૦ ટકા શાળા ટ્રસ્ટ અંતર્ગત લાખો રૂપિયાની સહાયની જાહેરાત થયેલ જેના ઠરાવમાં સુધારાની માગ સાથે રાજ્યની માધ્યમિક અને ઉ.મા. શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ કે જેમાં આચાર્ય, માધ્યમિક અને ઉ.મા. શિક્ષક સંઘ તથા ક્લાર્ક-પટ્ટાવાળા સંગઠનના સંઘો છે. તેમણે સામૂહિકરીતે આ ઠરાવમાં સુધારો કરવા રજૂઆત કરી છે.
આ રજૂઆતમાં જણાવેલ કે શાળાઓની માળખાગત સગવડ વધારવાના ઠરાવમાં બે હેતુની સહાય વર્ગખંડ બાંધકામ તથા મેજર રિપોર્ટીંગના બે મુદ્દા જ લેવાયા છે. ખરેખર આ બે હેતુને બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત સંકલ્પ સિદ્ધ કરવા શાળાઓમાં સેનિટેશન તથા પીવાના પાણીની સગવડ તથા શાળાઓમાં નવી રાષ્ટ્રીય નીતિના અમલીકરણ માટે શાળાઓમાં પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર લેબ, વ્યાયામ ખંડ, ચિત્ર ખંડ, ભગીની ખંડ જેવી સવલતોનો પણ ઠરાવામાં સમાવેશ કરવા માગ કરાઈ છે. અંતરિયાળ વિસ્તાર પછાત, વિસ્તારો શાળાની ભૌગલિક સ્થિતિ વિસ્તાર વિગેને પણ ધ્યાનમાં લેવું માત્ર વિદ્યાર્થી સંખ્યા જ ધ્યાનમાં ના લેવા પણ માંગ કરી છે જેથી સાચા અર્થમાં ગ્રાન્ટેડ શાળાનું અસ્તિત્વ ટકી રહે તથા વ્યવસ્થા મજબૂત અને સુદ્ બને.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial