Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરનો લોક મેળો બન્યો લૂંટ મેળો...!
જામનગર તા. ર૦: જામનગર મહાનગરપાલિકાનું કોઈપણ આયોજન હોય, તેમાંય આ વરસે યોજાયેલા લોકમેળા અંગે તો અનેક પ્રશ્નો-સૂચનો - કાનૂની વિવાદ સહિતની બાબતો સામે આવી...
સાતમ-આઠમ-નોમના મોટા મેળા યોજવા, મોટી સંખ્યામાં લોકોએ મેળાનો આનંદ માણ્યો...પણ લોકમેળામાં રાઈડ્સ સંચાલકોએ રીતસર ઉઘાડી લૂંટ ચલાવતા હોય તેમ ભાવ બાંધણાની કે વ્યાજબી ભાવની પરવાહ કર્યા વગર એક-એક વ્યક્તિના ૧૦૦ રૂપિયા પડાવતા હતા.! જો કે, આપણી મનપાના એસ્ટેટ વિભાગે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાલાકી કરી ટેન્ડરની શરતોમાં ભાવ બાંધણાની શરત રાખી જ ન હતી. "લૂંટ શકો તો લૂંટ લો "ની જેમ રાઈડ્સ સંચાલકોને મનપા તંત્રએ જાણે પીળો પરવાનો આપી દીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
ગરીબ, મધ્યમવર્ગના લોકો ચાર-પાંચની સંખ્યામાં એક વખત એક રાઈડમાં બેસે કે રૂ. ૫૦૦નો ખર્ચ થઈ જાય...તેમાંય રાઈડ્સ આગળ ભાવનું બોર્ડ લગાડવું ફરજીયાત હોવા છતાં કોઈએ બોર્ડ લગાડેલા ન હતા. જેથી લાઈનમાં ઉભેલા લોકોને તો બારી પાસે પહોંચ્યે ત્યારે જ ખબર પડે કે પાંચ ટીકીટના પાંચસો રૂપિયા આપવાના છે !
આવો સરા જાહેર ખેલ મોટા મેેળાના ત્રણેય દિવસ જોવા મળ્યો. અને સાથે સાથે એસ્ટેટ વિભાગની જે બબ્બે ટીમ બે-બે શીફ્ટમાં મેળામાં હાજર હતી, તે ટીમના સભ્યો રાઈડ્સ સંચાલકો સાથે મૂંછમાં હસતા હસતા ચા-પાણી પીતા પણ નજરે પડ્યા હતા. લોકો ફરિયાદ પણ કોને કરે ? એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને તેમની ટીમના આ પ્રકારના ક્રુર મૌન અને ભાવ વધારીને ચલાવાયેલી લૂંટ સામે કાર્યવાહી કરવામાં દાખવેલી શંકાસ્પદ નિષ્ક્રિયતા માટે ટીકાપાત્ર બની રહી છે અને રામભરોસે જેવી હાલતમાં આ લોકમેળો લૂંટમેળો બની ગયો હોવાની ચર્ચા મેળાની ગરિમાને પણ ઝાંખપ લાગી ગઈ છે.
રાઈડ્સવાળા જ નહીં, પણ ખાણીપીણીવાળાઓએ પણ મોકાનો ગેરલાભ લઈ ખાવા-પીવાની આઈટમોના મન ફાવે તેવા ભાવ લીધા હતા. સંબંધિત તંત્રોએ ન તો કોઈ આરોગ્યલક્ષી ચેકીંગ કર્યુેં કે ન તો વધુ ભાવ લેવાતા હોય તે અંગે કાર્યવાહી કરી.
જિલ્લા વહીવટી તંત્રની પણ વધુ લાભ લેવાય તો કડક પગલાં લેવાની જવાબદારી છે. પણ આ તંત્ર પણ ચૂપ રહ્યું હતું.
હજી અમાસનો છેલ્લો મેળો બાકી છે ત્યારે કમસે કમ રાઈડ્સવાળા અને ખાણીપીણીવાળાને એકશનમાં રાખવાની કડક વ્યવસ્થા થાય તે જરૂરી છે....પણ આવું થશે ખરૃં ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial