Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધોે. ૮ ના વિદ્યાર્થીએ ધો. ૧૦ ના વિદ્યાર્થીને ચપ્પુ માર્યુ હતું:
અમદાવાદ તા. ર૦: અમદાવાદમાં મંગળવારે (૧૯-ઓગસ્ટ) ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરતા ધો. ૧૦ ના વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક ૧પ વર્ષીય વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ અમદાવાદમાં ધો. ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય ૭-૮ વિદ્યાર્થીઓ સાથે મળીને ૧૦ માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરીને તેને ચપ્પુ મારી દીધું હતું. વાત એમ છે કે, હૂમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલા ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ શાળાથી છૂટ્યા બાદ ૭-૮ વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા મટો ધોરણ-૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પુનો વાર કર્યો હતો. ત્યારપછી વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, સારવાર દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.
સમગ્ર ઘટનાની જાણ થતા ખોખરા પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુન્હો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ ચેક કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેર ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા અમને બનાવ અંગે જાણ કરવામાં આવી નથી. જેથી અમે સ્કૂલને નોટીસ ફટકારી રૂબરૂ હાજર રહી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.
વિદ્યાર્થીના મોત ૫છી આક્રોશિત લોકોએ મોટી સંખ્યામાં શાળાએ પહોંચી તોડફોડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે. ટોળું શાળામાં ઘૂસ્યું અને જે સામે મળ્યું તેને માર માર્યો. પાર્કિંગમાં પડેલી બસો, ગાડીઓ અને ટુ-વ્હીલરમાં ભારે તોડફોડ મચાવી. શાળાની બિલ્ડિંગના દરવાજા તોડ્યા, કાચ ફોડ્યા, મિલકતને નુકસાન કર્યું. સ્થિતિ વણસતા પોલીસ પણ શાળાએ પાહોંચી હતી. પોલીસની ગાડીઓ પણ ટોળાએ ઊંચી કરી નાખી હતી. છેલ્લા અહેવાલો મુજબ આક્રોશિત ટોળાએ શાળાની બહાર આવીને રોડ પર બેસીને ચક્કાજામ કર્યો છે. મણીનગરના ધારાસભ્ય, ડીસીપી બળદેવ દેસાઈ અને એસીપી સ્કૂલે પહોંચી ગયા છે. સાથે જ બજરંગદળ, વીએચપી, એબીવીપીના કાર્યકર્તાઓ કેસરી ખેસ પહેરી જયશ્રીરામના નારા લગાવી શાળાએ પહોંચ્યા હતા.
સ્કૂલ બહાર ૨હજાર કરતા વધારે લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ હાય હાય ના નારા લગાવ્યા હતા. પોલીસે લાઠીચાર્જ કરી સ્થિતિ કાબૂમાં લાવવા પ્રયાસ કર્યો હતો. તેવા અહેવાલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial