Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય સમય મુજબ રાત્રે ૧૧.૧૦ વાગ્યે અને ત્યાંની પરોઢે
કોર્ડોબા તા. ૧૯: સ્પેનમાં ગોઝારી ટ્રેન દુર્ઘટના ઘટી છે. બે હાઈસ્પીડ ટ્રેન સામ-સામે અથડાતા એકવીસના મૃત્યુ થયા છે, અને ઈજાગ્રસ્તો સારવાર હેઠળ હોવાના અહેવાલો છે.
દક્ષિણ સ્પેનમાં એક અત્યંત ભયાનક ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં બે હાઈસ્પીડ ટ્રેનોની સામસામે થયેલી જોરદાર ટક્કરમાં ઓછામાં ઓછા ર૧ લોકોના મોત થયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર એક ટ્રેન ખોટા ટ્રેક પર આવી જતા આ ગોઝારી ઘટના બની હતી. આ ભીષણ દુર્ઘટના સ્પેનના કોર્ડોબામાં એડમ્યુઝ સ્ટેશન પાસે રવિવારે સાંજે પ.૪૦ જીએમટી (ભારતીય સમય મુજબ રાત્રે ૧૧.૧૦) વાગ્યે થઈ હતી.
સ્પેનની રેલ સંસ્થા એડીઆઈએફએ જણાવ્યું છે કે, મલગાથી મેડ્રિડ જઈ રહેલી ટ્રેન (ઈર્યો ૬૧૮૯) પાટા પરથી ઉતરી ગઈ અને બાજુના ટ્રેક પર ચાલી ગઈ. તે જ સમયે, સામેથી મેડ્રિડથી હુએલ્વા જઈ રહેલી બીજી ટ્રેન સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનાને પગલે મેડ્રિડ અને એન્ડાલુસિયા વચ્ચેની હાઈસ્પીડ રેલ સેવા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છ. એન્ડાલુસિયા ઈમરજન્સી સેવાઓએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, તમામ રેલ ટ્રાફિક રોકી દેવામાં આવ્યો છે અને ઈમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચીને બચાવ કાર્યમાં લાગી ગઈ છે.
જો કે, મેડ્રિડ, ટોલેડો, સ્યુદાદ રિયલ અને પુએર્ટોલ્લાનો વચ્ચેની અન્ય કોમર્શિયલ સેવાઓ સામાન્ય રીતે ચાલી રહી છે. તાજતેરમાં જ થાઈલેન્ડમાં પણ ટ્રેનના પાટા પરથી ઉતરી જવાની આવી જ એક ગંભીર ઘટના બની હતી. જેમાં એક ક્રેન તૂટી પડવાને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. તે દુર્ઘટનામાં ઓછામાં ઓછા રર લોકોના મોત થયા હતાં અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial