Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુલાબનગર ઓવરબ્રિજ પર ડિવાઈડર સાથે રિક્ષા ટકરાઈ પડીઃ
જામનગર શહેર-જિલ્લામાં રવિવારે વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય પ્રસરી ગયું હતું. જેના પગલે ધોરીમાર્ગો પર અકસ્માતો સર્જાયા હતા. ગઈકાલે સવારે જામનગરના ગુલાબનગર પાસેના ઓવરબ્રિજ પર એક રિક્ષા ધુમ્મસના કારણે તેના ડ્રાઈવરને ન દેખાવાના કારણે ડિવાઈડર સાથે ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં રિક્ષાચાલકને ઈજા થવા પામી હતી. જ્યારે ધુંવાવ નજીક દોડ્યા જતા એક જીજે-૧૩-એએક્સ ૧૩૩૮ નંબરના ટ્રકના ડ્રાઈવર સાઈડના વ્હીલમાં એક મોટર ઘૂસી જવા પામી હતી. આ અકસ્માતમાં પણ મોટરચાલકને ઈજા થવા પામી હતી. અકસ્માતનો ત્રીજો બનાવ મોટી બાણુંગાર ગામ પાસે સર્જાયો હતો. જેમાં ધુમ્મસના કારણે આઈશર અને થાર મોટર ટકરાઈ પડ્યા હતા. થારના ચાલકને ઈજા થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial