Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશાલ કણસાગરા સહિતના આરોપીઓ ઝડપાયાઃ
જામનગર તા. ૧૯ : જામનગર ગ્રામ્યના ધારાસભ્ય તેમજ નગરના એક બિલ્ડરને ઉશ્કેરવા અથવા નાણા પડાવવાના હેતુથી સોશિયલ મીડિયાની સાઈટ પર એક શખ્સ દ્વારા વિશાલ કણસાગરા નામથી એઆઈની મદદ મેળવી જુદા જુદા વીડિયો રજૂ કરાતા હોવાની કરાયેલી ફરિયાદમાં સાયબર પોલીસે આઈડીધારક સહિત ચારની ધરપકડ કરી છે.
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ તથા બિલ્ડર સ્મિત પરમારે થોડા દિવસો પહેલાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવવામાં આવ્યા મુજબ વિશાલ કણસાગરા નામના શખ્સ દ્વારા સંચાલિત ફેસબુક આઈડી તથા ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી એઆઈની મદદથી કેટલાક વીડિયો બનાવી તેમાં રાઘવજીભાઈ તથા સ્મિત પરમાર બદનામ થાય તેવી ખોટી વિગતો રજૂ કરવામાં આવી રહી છે. આ ફરિયાદ પરથી તપાસ શરૂ કરાઈ હતી. તપાસમાં રૂ।.ર૩ લાખ ખંડણી પેટે આપી દેવા માટે માગણી કરાતા તપાસ વધુ તેજ બનાવાઈ હતી. જેમાં નેપાળ રહી ત્યાંથી ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામની આઈડી ઓપરેટ કરતા વિશાલ કણસાગરા, તેના પિતા હેમતભાઈ કણસાગરા તેમજ પરસોત્તમ મહેન્દ્રભાઈ પરમાર અને રાજેન્દ્રસિંહ ચંદ્રસિંહ સોલંકી નામના ચાર શખ્સને સાયબર ક્રાઈમ પોલીસે પકડી પાડ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial