નિફટી ફયુચર ૨૫૦૦૮ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

તા. ૨૧-૭-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે....

છેલ્લા બે સપ્તાહથી વૈશ્વિક અને સ્થાનિક પરિબળોને કારણે ભારતીય શેરબજારમાં સતત નરમાઈ જોવા મળી રહી છે. ટ્રમ્પ દ્વારા ફરી શરૂ થયેલી ટેરિફવૉરની ભીતિ, ડોલરની મજબુતાઈ, નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો તેમજ એફઆઈઆઈ દ્વારા મોટાપાયે વેચવાલીના પગલે આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સાથે અમેરિકાની ટ્રેડ ડિલ ટૂંક સમયમાં જ થવાની શકયતાના નિવેદન અને ભારત સાથે કેટલા ટેરિફ પર ડિલ થશે એ મામલે સમીક્ષકો પોઝિટીવ અનુમાન મૂકી રહ્યા હોવા છતાં વૈશ્વિક સ્તરે ફરી ઈઝરાયેલ દ્વારા યુદ્ધનો નવો મોરચો ખોલી સીરિયા પર હુમલો કરાતાં જીઓપોલિટિકલ ટેન્શન વધતાં અને કોર્પોરેટ પરિણામોની અસરે આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૭%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૦૧% ઘટીને અને નેસ્ડેક ૦.૦૫% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૦% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૩૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૬૩ અને વધનારની સંખ્યા ૧૨૮૪ રહી હતી, ૧૯૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

કોમોડિટી...                                             

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૯૮૨૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૮૨૧૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૮૦૭૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૯ પોઈન્ટના ઉછાળા સાથે રૂ. ૯૮૦૮૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૧,૧૩,૦૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૧૩,૧૬૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૧૨,૯૦૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૭ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૧૨,૯૧૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સેક્ટર મુવમેન્ટ... ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર કોમોડિટીઝ, ફાઈનાન્શિયલ સર્વિસીસ, બેન્કેકસ, મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ટાટા સ્ટીલ, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઇટર્નલ લિ., અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ,  ટ્રેન્ટ લિ. અને કોટક બેન્ક જેવા શેરો ૨% થી ૦.૫% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એકસિસ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, ઇન્ફોસિસ લિ., ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, એશિયન પેઈન્ટ અને ટીસીએસ લિ. જેવા શેરો ૩.૦% થી ૦.૫% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

લોઢા ડેવલપર્સ (૧૪૪૦) : રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૧૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૦૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૬૪ થી રૂ.૧૪૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૪૭૭ ઉપર તેજી તરફી ધ્યાન...!!

વોલ્ટાસ લિ. (૧૩૭૦) : હાઉસહોલડ એપ્લાયન્સીસ સેક્ટરના આ સ્ટોક રૂ.૧૩૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૩૧૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૮૮ થી રૂ.૧૪૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

જિંદાલ સ્ટીલ (૯૬૩) : રૂ.૯૪૪ નો પ્રથમ તેમજ રૂ.૯૨૯ બીજા સપોર્ટથી આયર્ન અને સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૭૮ થી રૂ.૯૯૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે...!!

ઈન્ડસઈન્ડ બેન્ક (૮૪૩) : પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૮૫૮ થી રૂ.૮૭૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૮૦૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ આધારીત ફુગાવાનો દર ચાલુ વર્ષે સરેરાશ ૪% રહેશે તેવો અંદાજ રેટિંગ એજન્સી ક્રિસિલે તેના રિસર્ચ રિપોર્ટમાં આપ્યો છે. ગત વર્ષે સરેરાશ રિટેલ ફુગાવાનો દર ૪.૬% રહ્યો હતો. ક્રિસિલના મતે ચાલુ વર્ષે જીડીપી ગ્રોથ ૬.૫% રહેશે તેવો અંદાજ છે જેમાં વિપરીત સંજોગોની સ્થિતિમાં ઘટાડાનું જોખમ છે. જો ચોમાસું સારું રહેશે અને રેપો રેટમાં ઘટાડો થશે તો ગ્રોથને સપોર્ટ મળશે. સિસ્ટમમાં લિક્વિડિટીનો સપોર્ટ છે, જે અર્થતંત્રની નાણાકીય પરિસ્થિતિને મદદરૂપ થશે પરંતુ મૂડીપ્રવાહ વોલેટાઈલ રહેવાની સંભાવના છે કારણ કે ડોલર સામે રૂપિયામાં વોલેટિલિટી જોવાઈ રહી છે.

ફુગાવો નીચો આવશે તેને પગલે મોનિટરી પોલિસી કમિટી ચાલુ નાણાકીય વર્ષમાં વધુ એક વાર રેપો રેટમાં ઘટાડો કરશે તેવી સંભાવના છે. ત્યારબાદ તે રેટ યથાવત્ રાખશે, જોકે વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે મૂડીપ્રવાહ અને કરન્સી મૂવમેન્ટમાં વોલેટિલિટી ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે એમપીસીની જૂન મહિનાની મીટિંગમાં રેપો રેટમાં ૦.૫૦%નો ઘટાડો કરાયો હતો જેને પગલે રેપો રેટ ઘટીને ૫.૫% થયો હતો. ક્રિસિલના અંદાજ અનુસાર ચાલુ વર્ષે જો વધુ એક વાર ૦.૨૫%નો વ્યાજદરમાં ઘટાડો થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.

close
Ank Bandh