Advertisement
Author: નોબત સમાચાર

બમથીયા-નાના ખડબાના આઠ કિ.મી.ના રોડનું રૂ. ૪ કરોડના ખર્ચે થશે નવીનીકરણ

પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: ૮ કિ.મી.થી વધુની લંબાઈ ધરાવતા બમથીયા - નાના ખડબા રોડનું રૂ. ૪ કરોડના ખર્ચે નવીનીકરણ થશે. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણાના બે મહત્ત્વપૂર્ણ કાર્યોને મંજૂરી અપાઈ છે.

જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કુલ રૂ. ૪.૬૦ કરોડના ખર્ચે બે મહત્ત્વના માર્ગોને મંજૂરી આપવામાં આવી છે. પ્રથમ બમથીયા - નાના ખડબા રોડ કે જે ૮.૧૦૦ કિ.મી. લંબાઈ ધરાવે છે, તેના માટે રૂ. ૪૦૦.૦૦ લાખનો જોબ નંબર મંજૂર થયો છે. આ રસ્તો જામજોધપુરના બમથીયા અને લાલપુરના નાના ખડબા ગામને જોડતો અગત્યનો ગ્રામ્ય માર્ગ છે, જેની સપાટી લાંબા સમય અને ભારે વરસાદને કારણે ખરાબ થઈ ગઈ હતી.

આ કામગીરીમાં માટી કામ, ડામર કામ, સી.ડી. વોકર્સ, પૂર સંરક્ષણ, દીવાલ તથા રોડ ફર્નિચરનો સમાવેશ થાય છે. આ કામગીરી પૂર્ણ થવાથી બમથીયા, નાના ખડબા, ભોજાબેડી અને ચોરબેડી સહિત આસપાસના તમામ ગામોના વાહન ચાલકોને આરામદાયક, સલામત અને ઝડપી મુસાફરીનો લાભ મળશે.

સાથે જ બીજું કાર્ય મોટા પાંચસરા ટુ જોઈન એસ.એચ. રોડનું છે, જેની લંબાઈ ૧.પ કિ.મી. છે અને તેના માટે રૂ. ૬૦.૦૦ લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આ રસ્તો મોટા પાંચસરા ગામને રાજય ધોરીમાર્ગ સાથે જોડતો અગત્યનો માર્ગ છે, અને આ રસ્તા પર ડામર કામ તથા રોડ ફર્નિચર દ્વારા સપાટી સુધારણાની કામગીરી કરવામાં આવનાર છે, જેનાથી મોટા પાંચસરા તરફ જતા આવતા વાહન ચાલકોને આરામદાયક મુસાફરીનો લાભ મળશે.

પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કે.બી. છૈયા તથા નાયબ કાર્યપાલક ઈજનેર બી.આર. વસરા દ્વારા આ બન્ને રસ્તાઓની સપાટી સુધારણાની કામગીરી સત્વરે પૂર્ણ કરાવવામાં આવનાર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh