Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી પૃષ્ટિ સંપ્રદાય મોટી હવેલીમાં
જામનગર તા. ૧૦ઃ જામનગર સ્થિત શ્રી પુષ્ટિ સંપ્રદાયના મોટી હવેલીમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજીના દ્વિતીય આત્મજ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુંસાઈજી પરમદયાલનો પ૧૧ મો પ્રાગટ્ય ઉત્સવ યોજાશે. જેના અનુસંધાને તા. ૧ર અને ૧૩ ડિસેમ્બરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર સ્થિત મોટી હવેલીના ગાદીપતિ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી મહાકવિ પૂ.પા.ગો. ૧૦૮ શ્રી હરિરાયજી મહારાજશ્રીના આજ્ઞા અને આશીર્વાદ તથા પૂ.પા.ગો. શ્રી વલ્લભરાયજી મહોદયશ્રી, પૂ.પા.ગો. શ્રી રસાર્દરાયજી અને પૂ.પા.ગો. શ્રી પ્રેમાર્દરાયજીના મંગલ સાનિધ્યમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજીના દ્વિતીય આત્મજ ભક્ત વત્સલ કરૂણાસાગર શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુંસાઈજી પરમદયાલના પ૧૧ મા પ્રાગટ્ય ઉત્સવ માગશર વદ આઠમ અને નોમ તા. ૧ર અને ૧૩ ડિસેમ્બરના શ્રી પૃષ્ટિ સંપ્રદાય મોટી હવેલી, શ્રી વલ્લભચોક, જામનગરમાં યોજાશે. જામનગર વૈષ્ણવ સમાજ, શ્રી વૈશ્વાનર યુવા સંગઠન, શ્રીમદ્ અનિરૂદ્ધ પુષ્ટિમાર્ગીય મહાવિદ્યાલય, શ્રીમદ્ અનિરૂદ્ધ પુષ્ટિ માર્ગીય મહિલા પાઠશાળાના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી મહાકવિ પૂ.પા.ગો. ૧૦૮ શ્રી હરિરાયજી મહારાજશ્રીના પૂ.પા.ગો. શ્રી વલ્લભરાયજી મહોદયશ્રી આ પ્રાગટ્ય ઉત્સવના સર્વાંધ્યક્ષ રહેશે, જેમાં તા. ૧ર ના શુક્રવારે રાત્રે ૯-૩૦ વાગ્યે પૂ.પા.ગો. શ્રી વલ્લભરાયજી મહોદયશ્રી, પૂ.પા.ગો. શ્રી રસાર્દરાયજી, પૂ.પા.ગો. શ્રી પ્રેમાર્દરાયજી, પૂ.પા.ગો. શ્રી રસાર્દરાયજીના શ્રીમૂખે વધાઈ કીર્તન, તા. ૧૩ ના શનિવારે સવારે ૬ વાગ્યે મંગલા આરતી અને શ્રી ગુંસાઈજી પરમદયાલનો પ૧૧ મો પ્રાગટ્ય ઉત્સવ યોજાશે. બપોરે ૧ર વાગ્યે તિલક દર્શન-રાજભોગ આરતીમાં ઉત્સવ નાયકના ગુણાનુવાદ સભા, પૂ.પા.ગો. શ્રી વલ્લભરાયજી મહોદયશ્રી, પૂ.પા.ગો. શ્રી પ્રેમાર્દરાયજીના વચનામૃત તથા ઉપસ્થિત વિદ્વાનોના પ્રવચન અને શ્રીમદ્ અનિરૂદ્ધ પુષ્ટમાર્ગીય મહાવિદ્યાલય અને શ્રીમદ્ અનિરૂદ્ધ પુષ્ટિ માર્ગીય મહિલા પાઠશાળાના આયોજીત વ્રજ દર્શન યાત્રામાં સંમલિત થયેલા વિદ્યાર્થીઓને બિરજમાન પૂ.પો.ગા. આચાર્યશ્રીઓના હસ્તે શુભાશીર્વાદ પત્ર અર્પણ કરવામાં આવશે. સાંજે ૭-૩૦ વાગ્યે શયન આરતી કરવામાં આવશે. સર્વે વૈષ્ણવોને આ કાર્યક્રમનો લાભ લેવા જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઈ પાબારી તથા શ્રી વૈશ્વાનર યુવા સંગઠન સંયોજક મિતેષભાઈ લાલે અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial