Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એમ.ડી.મહેતા સાયન્સ સેન્ટરમાં
ધ્રોલ તા. ૧૦ઃ ધ્રોલના એમ.ડી.મહેતા સાયન્સ સેન્ટરમાં વિદ્યાર્થીઓ માટે ૧૦ ઈંચના ટેલિસ્કોપથી 'શનિ'ના વલયોનું નિદર્શન રખાયું હતુંં જેમાં ઘ્રોલના એમ.ડી.મહેતા સાયન્સ સેન્ટર તથા જામનગરના ખગોળ મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ધોરણ ૧૦ અને ૧૧ના વિદ્યાર્થીઓ જોડાયા હતા. તેમજ આમંત્રીતો માટે શનિના વલયો તથા તેના ટિટાન ચંદ્રના અવલોકનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
શનિનો ગ્રહ એની કક્ષામાં નમતો રહીને સૂર્યની પ્રદક્ષિણા કરતો હોવાથી વલયો, હંમેશ માટે એક સરખા રૂપમાં દેખાતા નથી. કદીક એ સરસ લીટીનું અને કદીક વિસ્તૃત સપાટીનું રૂપ ધારણ કરે છે. શનિના આ વલયોનું અવધિચક્ર ૧૪.૫ વર્ષનું હોય છે. ધ્રોલના એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટરના ડો. સંજય પંડયાએ નવા ૧૦ ઈંચના ટેલિસ્કોપની માહિતી આપેલ, અને ભવિષ્યના સૂર્ય કલંક અને દેવયાની તારાવિશ્વના અવલોકનની માહિતી આપી હતી.
શનિના વલયો, ચંદ્ર ટિટાન, આકાશમાં દેખાતા તારાઓ, નક્ષત્રોની માહિતી તથા ખગોળને લગતા વિદ્યાર્થીઓના સવાલોના જવાબો જામનગરના ખગોળ મંડળના કિરીટભાઈ શાહ દ્વારા આપવામાં આવ્યા હતા. હાલમાં શનિના વલયો અદૃશ્ય થઈ માત્ર સરળ લીટીના સ્વરૂપે જોવા મળે છે. હવે પછી આ વલયો સરસ લીટી સ્વરૂપ ૧૪.૫ વર્ષો બાદ જોવા મળશે. સમગ્ર કાર્યક્રમના સંદર્ભમાં એમ.પી.મહેતા, સુધાબેન ખંઢેરીયાનું જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial