Advertisement
Author: નોબત સમાચાર

સાત મહિના સુધી નોકરી પર ન આવવા છતાં નિયમિત ચૂકવાતો રહ્યો પગાર...!

આઉટ સોર્સના કર્મચારી સહિત બેએ બતાવ્યો કરતબઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.ર૯ : જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખાનગી કંપનીના આઉટ સોર્સના કર્મચારી તથા હોસ્પિટલના ચોથા વર્ગના એક કર્મચારીએ ગયા વર્ષે સાત મહિના સુધી નોકરી પર ન આવેલા એક કર્મચારીને દર મહિને પગાર મળી જાય તે રીતે કાગળીયા તૈયાર કરી રૂ.૮૯ હજાર ઉપરાંતની સરકારી રકમની ઉચાપત કરી લીધાની પોલીસમાં આરએમઓએ ફરિયાદ નોંધાવી છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવેલી સેનેટરી ઈન્સ્પેક્ટરની કચેરીમાં એમજે સોલંકી નામની કંપનીના આઉટ સોર્સિંગના કર્મચારી મકસુદ પઠાણ સેનેટરી ઈન્સ. તરીકે ફરજ બજાવે છે. તેની સામે તથા જી.જી. હોસ્પિટલ ના ચોથા વર્ષના કર્મચારી રાજેન્દ્રસિંહ ધીરૂભા જાડેજા સામે હોસ્પિટલના રેસીડેન્ટ મેડિકલ ઓફિસર ડો. પી.આર. સક્સેનાએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રૂ.૮૯,૮૭૩ની સરકારી નાણાની છેતરપિંડી કરી ઉચાપત કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ઉપરોકત બંને વ્યક્તિએ ગયા વર્ષના મે મહિનાથી નવેમ્બર મહિના સુધી આઉટ સોર્સથી નોકરીમાં જોડાયેલા કિશનભાઈ જગદીશભાઈ ગઢવી નોકરી પર આવતા ન હોવા છતાં રાજેન્દ્રસિંહ ધીરૂભાએ આ કર્મચારીની હાજરી પુરી નાખી હતી અને મકસુદે પોતાના હોદ્દાનો દૂરઉપયોગ કરી હાજરી પત્રક બનાવી તેમાં સહી કરી નાખી હતી.

આઉટ સોર્સના કર્મચારી કિશન ગઢવીને દર મહિને રૂ.૧૨,૮૩૯ લેખે સાત મહિના સુધી આ કર્મચારી નોકરી પર આવ્યા ન હોવા છતાં કુલ રૂ.૮૯,૮૭૩ મળી જાય તે રીતે મકસુદ તથા રાજેન્દ્રસિંહે કરતબ કર્યાે હતો. જેની જાણ આરએમઓ ડો. સકસેનાને થતાં તેઓએ સરકારી નાણાની ઉચાપત કરવા અંગે ફોજદારી ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh