Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાય૫ુર જિલ્લાની વતની મહિલા ભીંડા ગામે રહેતી હતી
ખંભાળિયા તા. ૯: છેલ્લા ત્રણ વર્ષથી પરિવારથી વિખુટી પડેલ છત્તીસગઢની યુવતીનો પરિવાર સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ભેટો કરાવાયો હતો.
એક અજાણી મહિલા ૧૮૧ હેલ્પલાઇન મારફતે સખી વન સ્ટોપ સેન્ટર જામ ખંભાળિયામાં આશ્રય માટે આવ્યા હતા. તેમની પાસેથી મેળવેલ વિગતમાં પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું કે તેઓ છત્તીસગઢ રાજ્યનાં રાયપુર જિલ્લાના રહેવાસી છે અને છેલ્લા કેટલાક દિવસોથી ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે રહેતા હતા. ગામના જાગૃત નાગરિક દ્વારા ૧૮૧માં કોલ કરીને આ મહિલા વિશે માહિતી આપી હતી. ૧૮૧ ની ટીમ દ્વારા સ્થળ પર જઈ આ મહિલાને રેસ્ક્યુ કરી સેન્ટરમાં આશ્રય અપાવવામાં આવ્યો હતો. જ્યાં આ મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.
કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે આ મહિલા છત્તીસગઢ રાજ્યના રાયપુર જિલ્લાના વતની છે. ત્યારબાદ સેન્ટર અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા રાયપુર, કાંકેર તથા નરહરપુર પોલીસ સ્ટેશનોનો સંપર્ક કરીને સંબંધિત માહિતી મેળવવામાં આવી હતી. છત્તીસગઢ પોલીસની સહાયથી આ મહિલાના પરિવાર અને ગામના સરપંચ સાથે સંપર્ક થતાં વિગતે ચર્ચા થઈ હતી.
દરમિયાન પરિવાર તરફથી માહિતી મળેલ કે આ બહેન ત્રણ વર્ષ પહેલા ઘરેથી કોઈ યુવક સાથે નીકળી ગયા હતા જે સબબ છત્તીસગઢ પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની અરજી પણ આપવામાં આવી હતી. પરંતુ લાંબા સમય સુધી કોઈ માહિતી ન મળતાં પરિવારે દીકરીના પરત ફરવાની આશા છોડી દીધી હતી. પરંતુ સખી વન સ્ટોપ સેન્ટર દેવભૂમિ દ્વારકા અને છત્તીસગઢ પોલીસ તંત્રના સંકલન અને સમજાવટ બાદ પરિવારે દીકરીને પરત લઈ જવા માટે સહમતિ આપી હતી. ત્યારબાદ કાંકેર પોલીસની ટીમ તથા મહિલાના પરિવારજનો દીકરીનો કબજો મેળવવા માટે સખી વન સ્ટોપ સેન્ટર ખંભાળિયામાં આવ્યા હતા.
આ દરમિયાન ખંભાળિયા મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.એમ.અગ્રાવતની હાજરીમાં જરૂરી દસ્તાવેજોની ખરાઈ પછી મહિલાને સુરક્ષિત રીતે તેમના પરિવારને સોંપવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરી સખી વન સ્ટોપ સેન્ટર, દેવભૂમિ દ્વારકા તથા છત્તીસગઢ પોલીસ તંત્રના સંકલિત પ્રયત્નોના પરિણામે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આમ ત્રણ વર્ષથી પરિવારથી વિખૂટા પડેલ યુવતીનું પુનઃમિલન શક્ય બન્યું છે, જે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને રચાયેલી સમિતિની દેખરેખ હેઠળ ૨૪ટ૭ કાર્યરત આ સેન્ટરમાં મહિલાઓ સામે થતી તમામ પ્રકારની હિંસામાં મદદ પૂરી પાડવામાં આવે છે. આ સેન્ટરમાં આવતી મહિલાઓને હંગામી આશ્રય, કાઉન્સેલીંગ, તબીબી, કાયદાકીય અને પોલીસ સહાય જેવી સેવાઓ એક જ છત નીચે વિના મૂલ્યે પુરી પાડવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial