Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગર્ભવતી મહિલાને રજા ન આપી બેસાડી રખાયા?:
જામનગર તા. ૯: જામનગરના સિક્કામાં આવેલી આંગણવાડી નં.૧૮૭માં ફરજ બજાવતા અને થોડા દિવસ પહેલાં જ પ્રસુતી થયા પછી એક મહિલાનું મૃત્યુ નિપજતા રોષ પ્રસર્યાે છે. આ આંગણવાડી વર્કરને તેમના સુપરવાઈઝર પુરા મહિના ચાલતા હોવા છતાં રજા ન આપતા હોવાનું અને તેના કારણે આ મહિલા હેબતમાં હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. સુપરવાઈઝર સામે અન્ય મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યાે હતો.
જામનગર તાલુકાના સિક્કા ગામની એક આંગણવાડીમાં કામ કરતા લીલાબેન નામના મહિલાનંુ કોઈ બીમારીના કારણસર મૃત્યુ નિપજ્યું છે. આ મહિલાનું સુપરવાઈઝર દ્વારા કામ બાબતે સતત ટેન્શન અપાતું હોવાની વિગતો બહાર આવી રહી છે.
આ મહિલાને થોડા દિવસ પહેલાં જ પ્રસુતી થઈ હતી. તે પછી આ મહિલાનું મૃત્યુ નિપજતા અને તેણીને સુપરવાઈઝર દ્વારા રજા આપવામાં આવી ન હોવાથી લીલાબેન નાથાભાઈ પરમાર (ઉ.વ.૪૮)નું મૃત્યુ થયાનું પ્રાથમિક તબક્કે બહાર આવવા પામ્યું છે. તેથી સુપરવાઈઝર મહિલા સામે રોષિત આંગણવાડી વર્કર મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ મહિલાના અવસાનના અહેવાલ પછી જામનગર તાલુકા પંચાયત કચેરીમાં આંગણવાડી ઓફિસમાં સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સીડીપીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સુપરવાઈઝર દ્વારા આ મહિલાને રજા આપવાની બદલે નવમો મહિનો ચાલતો હોવા છતાં સાંજ સુધી મિટીંગમાં બેસાડી રાખવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial