Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૦ જુલાઈ સુધીમાં અરજી કરવાની રહેશે
દેવભૂમિ દ્વારકા તા. ૧૫: કમિશનર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ-ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-દેવભૂમિ દ્વારકા દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા ૨૦૨૫નું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં રાસ ભાઈઓ અને બહેનો માટે તથા પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા બહેનો માટે રહેશે.
આથી તમામ લાગતી વળતી સંસ્થા/શાળા/ટીમ/ મંડળી/કલાસીસ વગેરેએ અરજી નિયત નમુનામાં કરવાની રહેશે. જેમાં રાસ સ્પર્ધાની વયમર્યાદાઃ- ૧૪ થી ૪૦ વર્ષ સુધીની રહેશે અને ગરબાની સ્પર્ધા માટે વય મર્યાદા ૧૪ થી ૩૫ વર્ષ સુધીની રહેશે.જેનું અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં. સી-૧/૨, અને સી-૧/૪, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ-ખંભાળીયામાંથી મેળવીને જરૂરી આધાર પુરાવા સાથે તાઃ-૩૦/૦૭/૨૦૨૫ સુધીમાં અત્રેની કચેરીમાં જમા કરાવવાનું રહેશે સમય મર્યાદા પૂર્ણ થયેલ બાદ મળેલ કોઈ પણ એન્ટ્રી સ્વીકારવામાં આવશે નહિ તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial