Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની ટીવી કલાકાર
જામનગર તા. ૨૫: મુંબઈ સ્થાયી થઈને ટીવી તથા ફિલ્મ ક્ષેત્રે જામનગરની કૃતિકા ખીરાએ છેલ્લા બે વર્ષમાં જ એક અલગ ઓળખ પ્રસ્થાપિત કરી છે.
કૃતિકા ખીરા ઝી-ટીવી પરની 'ભાગ્યલક્ષ્મી', દંગલ ટીવી ચેનલ પરની 'મન અતિ સુંદર' તથા કલર્સ (ગુજરાતી) પરની 'મંતવ્ય' જેવી લોકપ્રિય ટીવી સિરિયલોમાં ગ્લેમરસ લૂક સાથે નેગેટીવ રોલમાં રજૂ થઈ છે. આ તમામ નેગેટીવ રોલમાં કૃતિકાએ તેની અભિનય કલાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને તેના કારણે કૃતિકા ખીરાને તાજેતરમાં મુંબઈની સહારા હોટેલમાં યોજાયેલા 'બ્રાઈટ એન્ટરટેઈનમેન્ટ'ના એવોર્ડ સમારોહમાં પ્રતિષ્ઠિત 'આઈકોનિક એક્ટ્ર્સ'નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં જાણીતા કલાકાર શેખર સુમન, નીલ નિતિશ મુકેશ, મનિષ પૌલ, રજત બેદી જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, ભાગ્ય લક્ષ્મી અને મન અતિ સુંદર ટીવી સિરિયલમાં કૃતિકા ખીરાએ એક અલગ અંદાઝમાં યુવાન ખલનાયિકા જેવી ભૂમિકા અતિ આધુનિક કોસ્ચ્યુમ બોલ્ડ અને ગ્લેમરસ લૂક સાથે ભજવી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
'નોબત' સાથેની વાતચીતમાં કૃતિકાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં હિન્દી ફિલ્મમાં પણ તેને મહત્ત્વનો રોલ મળી રહ્યો છે અને મોટા સ્ક્રીન ઉપર પણ તે જોવા મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial