Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૭ જાન્યુઆરી સુધી ઓનલાઈન નોંધણીઃ ૧૧ જાન્યુઆરીના સ્પર્ધાઃ
જામનગર તા. ૨૫: જામનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા પ્રથમ ઓપન જામનગર જિલ્લા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન તા. ૧૧ જાન્યુઆરીના યોજાશે.
જામનગર જિલ્લામાં ટેબલ ટેનિસ રમતને વધુ પ્રોત્સાહન આપવા તથા નવા ખેલાડીઓને મંચ પૂરો પાડવાના હેતુથી જામનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા વર્ષ ૨૦૨૬ની પહેલી 'ઓપન જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ સ્પર્ધા'નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ ટુર્નામેન્ટ જિલ્લાના ખેલાડીઓ માટે પ્રતિભા દર્શાવવાની અને આગળ વધવાની મહત્ત્વપૂર્ણ તક સાબિત થશે. ટુર્નામેન્ટ તા. ૧૧ જાન્યુઆરીના એમ.પી. શાહ ટેબલ ટેનિસ એકેડમી, સાત રસ્તા પાસ, જામનગરમાં યોજાશે. સ્પર્ધામાં જુનિયરથી લઈને સિનિયર સુધીની વિવિધ કેટેટરીઝમાં જિલ્લાભરના ખેલાડીઓ ભાગ લેશે. આઈડીટીટીએ દ્વારા વર્ષ ૨૦૨૬ દરમ્યાન કુલ ૪ જેટલા જિલ્લા રેંકીંગ ટુર્નામેન્ટ યોજવાની યોજના છે. જેમાંથી આ પ્રથમ ટુર્નામેન્ટ છે. તમામ ટુર્નામેન્ટમાં મેળવાયેલા પોઈન્ટ્સના આધારે અંતિમ જિલ્લા ટીમની પસંદગી કરવામાં આવશે, જેથી દરેક ટુર્નામેન્ટ સમાન રીતે મહત્ત્વપૂર્ણ રહેશે. રસ ધરાવતા ખેડાડીઓએ ૭ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં ફરજિયાત ઓનલાઈન નોંધણી કરાવવી રહેશે. નોંધણી માટે લિંક : ર્કદ્બિજ.ખ્તઙ્મીરૂઊરન્મ્ૂખ્તાત્નિ૧ેંદૃદ્ગદૃઁૂ૬ છેે. નોંધણીની અંતિમ તારીખ બાદ અથવા ટુર્નામેન્ટના દિવસે કોઈપણ પરિસ્થિતિમાં નોંધણી સ્વીકારવામાં આવશે નહીં. વધુ માહિતી માટે પ્રકાશભાઈ નંદા-૯૪૨૬૨ ૦૬૭૬૧, ઉર્મિલભાઈ શાહ- ૯૪૨૬૨ ૦૩૭૩૮, દિનેશભાઈ કનખરા-૯૮૨૪૫ ૦૩૩૩૪નો સંપર્ક કરવો.
જામનગરના ખેલપ્રેમીઓ, માતા-પિતાઓ અને રમતપ્રેમીઓને ટુર્નામેન્ટમાં હાજરી આપી યુવા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા જામનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશનના મીડિયાના કન્વીનર ઉદય કટારમલની યાદી જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial