Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્ટાર એરની ન્યૂ યર ઓફર
જામનગર તા. ૨૫: સ્ટાર એરની ન્યુ યર સેલમાં ૨૦૨૬-વર્ષનું સૌથી ઓછું ભાડું ૨૦૨૬થી શરૂ થાય છે. આ માટે બુકિંગ ૨૪-૩૧ ડિસેમ્બર સુધી થશે અને સપ્ટેમ્બર-૨૦૨૬ સુધી મુસાફરી થઈ શકશે.
સંજય ઘોડાવત ગ્રુપ ની એવિએશન શાખા, સ્ટાર એર એ ન્યૂ યર સેલ ૨૦૨૬ ની જાહેરાત કરી છે, જેમાં ૨૦૨૬ના સૌથી ઓછા શરૂઆતના ભાડાં રૂ.૨૦૨૬ થી અનેક પ્રાદેશિક અને મેટ્રો રૂટ્સ પર ઓફર કરવામાં આવી રહૃાા છે. આ મર્યાદિત સમયની ઓફર મુસાફરો ને આગોતરા આયોજન કરવા અને કિફાયતી દરે મુસાફરી કરવા પ્રોત્સાહિત કરે છે.
ન્યૂ યર સેલ હેઠળ બુકિંગ ૨૪ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે, જ્યારે મુસાફરીની માન્યતા તરત અસર થી સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી રહેશે. રૂ.૨૦૨૬ થી શરૂ થતા ભાડાં સાથે, આ ઓફર પ્રાદેશિક કનેક્ટિવિટી મજબૂત બનાવવા અને હવાઈ મુસાફરીને વધુને વધુ મુસાફરો માટે સુલભ બનાવવા પ્રત્યે સ્ટાર એર ની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
લોન્ચ અંગે ટિપ્પણી કરતાં, સ્ટાર એર ની ચીફ કોમર્શિયલ એન્ડ માર્કેટિંગ ઓફિસર શિલ્પા ભાટિયાએ જણાવ્યું કે ન્યૂ યર સેલ ૨૦૨૬ દ્વારા અમે અમારા મુસાફરોનું સ્વાગત ઉત્તમ મૂલ્ય પ્રસ્તાવ સાથે કરી રહૃાા છીએ. ૨૦૨૬ ના સૌથી ઓછા ભાડાં મુખ્ય પ્રાદેશિક રૂટ્સ પર ઉપલબ્ધ કરાવીને, અમારું લક્ષ્ય આગોતરા મુસાફરી આયોજનને પ્રોત્સાહિત કરવું અને હવાઈ કનેક્ટિવિટીને વધુ કિફાયતી તથા સર્વસમાવેશક બનાવવાનું છે. આ પ્રમોશન ભારતના પ્રાદેશિક એવિએશન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાના અમારા સતત ફોકસને પણ પ્રતિબિંબિત કરે છે.
ન્યૂ યર સેલ હેઠળ બેઠકો મર્યાદિત છે અને વહેલા તે પહેલા ના આધારે ઉપલબ્ધ રહેશે. માનક ભાડાં નિયમો, બ્લેકઆઉટ તારીખો અને શરતો લાગુ પડશે. તેમ કંપની તરફથી જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial