Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટી ખાવડી તથા આજુબાજુના વિસ્તારોમાં
જામનગર તા. ૨૫ઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સામાજિક ઉત્તર દાયિત્વ વિભાગ દ્વારા એક ઉમદા કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે, રિલાયન્સ કોર્પોરેટ અફેર્સના પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ રિલાયન્સ તેમજ આસપાસના ગામો અને હાઈવે પર રખડતા ગાય સહિતાન પશુઓને રાત્રિના સમયે થતા અકસ્માતથી બચાવવા હજારો ગાયોને રીફલેકટર બેલ્ટ લગાવવામાં આવી રહ્યા છે. જેમાં મોટી ખાવડી ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ ગરવાભાઈ મોરી, ઉપસરપંચ હેમુભા જાડેજા તથા રામદેવસિંહ જાડેજા, સભ્યો પ્રદિપસિંહ વાળા, યોગેશપરી ગોસ્વામી, સંજયભાઈ દાણીધારીયા, કાનાભાઈ મોરી, ભુરાભાઈ કરમટા તથા ગામના આગેવાન ભરતસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા, હાર્દિકસિંહ જાડેજા, ભરતસિંહ ચુડાસમા તથા વનરાજસિંહ, હરિભાઈ મોરી, રામશીભાઈ મોરી, રાજદીપસિંહ જાડેજા, વિમલ કરમટા તથા ગ્રામજનો અને યુવાનો પણ આ ઝુંબેશમાં સાથે જોડાઈ સેવાકીય કાર્ય કરી રહ્યા છે.
અત્યાર સુધીમાં છેલ્લા પાંચ દિવસમાં ૬૦૦થી પણ વધુ પશુઓને આ રીફલેક્ટર બેલ્ટ લગાવવામાં આવ્યા છે અને હજુ પણ જામનગર તરફ અને દ્વારકા તરફના રસ્તા ઉપર તેમજ આસપાસના ગામોમાં આવતા પશુઓને પણ રીફલેકટર બેલ્ટ લગાવી અને સેવાકીય કાર્ય અવરિત પડે હાથ ધરવામાં આવશે, તેમ કંપની દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial